Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : ભૂજ થી 100 કી.મી. અંતરે આવેલ 19મી સદીનું ભવ્ય તિર્થધામ માતાના મઢ માં આશાપુરા માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે. જયાં પ્રતિવર્ષથી જેમ આસો નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આધ્યા શકિત આશાપુરાની આરાધનાનું પર્વ નવરાત્રી છે. નવરાત્રી શકિતઉપાસનાનું મહાન પર્વ ગણાય છે. શકિત વિના જીવનમાં આગળ વધવું મુશ્કેલ છે. તમામ શકિતને દેવી શકિત માનવામાં આવે છે. પ્રાચીન કાળથી શકિત પ્રથા ભારતમાં કરવામાં આવે છે. શકિત સંહાર અને કલ્યાણકારી છે. શિવ પત્નિ પાર્વતી પણ શકિત અવતાર ગણાય છે. માતાના મઢમાં આશાપુરાનું ભવ્ય મંદિર છે. ત્યા આસો નવરાત્રી તા.2.10.2024, પ્રારંભ થશે હોમાદિક ક્રિયા ઉત્સવના અધ્યક્ષસ્થાને રાજાબાવા યોગેન્દ્રસિંહજી પુજાવિધિ કરશે. ગોરમહારાજ …

Read More

લોકભાષા-ભુજ : ક્ચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા ભુજ ખાતે યોજવામાં આવી હતી.ગત સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી અપાઈ હતી. આ તકે વિપક્ષી નેતા મામદ જુગ દ્વારા અબડાસા લખપતમાં ફેલાયેલી બીમારીને લઈને પાણી શુધ્ધ મળે, નિયમિત મળે, આરોગ્યની સુવિધા મળે,રસ્તા નવા બને પાયાની સુવિધા મળે, ગંદકીની સમસ્યા દૂર થાય તે માટે ભાર મુક્યો હતો. આ તકે જિલ્લા આયોજન સમિતિમાં 13 સભ્યોની વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ મુખ્ય એજન્ડાની માહિતી આપી હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ તેમજ સર્વે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આરોગ્ય શિક્ષણ તેમજ અવનારી યોજનાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ સામાન્ય સભામાં મુખ્ય…

Read More

લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એસઓજીએ આશરે એક લાખથી વધુની કિંમતના માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડયા હતા. પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ટીમને આરોપી મુકેશ નરેશભાઈ રાય અને મિથુનકુમાર છોટન યાદવ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખી ગેરકાયદે વેચાણ ક૨તા હોવાની બાતમી મળી હતી. જેથી પૂર્વ કચ્છ એસઓજીની ટીમ દ્વારા આરોપી મુકેશ નરેશભાઈ રાય ઉવ ૧૯ હાલે રહે અંબિકા સ્કીમ – ૨ પ્લોટ નંબર ૭૩૦ સર્વે નંબર ૫૨૮ વર્ષામેડી સીમ તા.અંજાર મુળ રહેગામ નયા ટોલા સબનીમા થાના અથમલગોલા જી.પટના બિહાર અને મિથુનકુમાર છોટન યાદવ ઉવ ૨૩ હાલે રહે અંબિકા સ્કીમ – ૨ પ્લોટ નંબર ૭૩૦…

Read More

લોકભાષા-ભુજ : વડાપ્રધાનના ઇશારે ભાજપના નેતાઓ દ્વારા દેશના લોકપ્રિય નેતા રાહુલ ગાંધી વિશે હલકી કક્ષાની ભાષા તેમજ જાનથી મારી નાખવાની ધમકીના વિરોધમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજમાં વિરોધ કરવામાં આવ્યો હતો ભુજમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા હમીરસર તળાવ પાસે વિરોધ પ્રદર્શન બાદ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે જવાબદારો સામે ગુનો નોંધવા માટે કોંગ્રેસના આગેવાનો દ્વારા ઊગ્ર માંગ કરાઇ હતી.આ તકે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાન જોડાયા હતા .જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, વી. કે. હુંબલ, ગનીભાઇ કુંભાર પ્રવક્તા ક્ચ્છ જિલ્લા કોંગ્રેસ, નિતેશ લાલણ જોડાયા હતા. આ અંગે ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ એસપીને આવેદન પત્ર પાઠવ્યું હતું અને એફ.આઇ.આર નોંધી અન્ડર પ્રોવિઝન ઓફ બી…

Read More

લોકભાષા-ભુજ : ભુજમાં પાંચ વર્ષની બાળકી સાથે શારિરીક અડપડા કરીને હવાનીયત ભર્યું કૃત્ય કરનારા 50 વર્ષના નરાધમને ભુજની કોર્ટે સાત વર્ષની સજા સાથે 30 હજારનો દંડ ફટકાર્યો છે. ગત બનાવ ગત 14 ફેબ્રુઆરી 2023ના રોજ બન્યો હતો. ભુજના શેખ ફળિયામાં રહેતી પાંચ વર્ષની બાળકી બાલ મંદિરેથી ઘર તરફ આવી રહી હતી. ત્યારે મુળ ઉતર પ્રદેશનો હાલ ભુજમાં પાનબીડીની દુકાન ચલાવતા આરોપી હિરાલાલ રામબહાદુર જાદવ (ઉ.વ.50) નામના આરોપીએ બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપીને દુકાનની અંદર લઇ ગયો હતો. અને પોતાની હવસ સંતોષવા માસુમ બાળકીના શરિરના ભાગે અડપલાં કર્યા હતા. ઘરે આવેલી દિકરીના કપડા બદલતી વખતે શરીરના અલગ અલગ ભાગે ઉઝરડા જોવા…

Read More

લોકભાષા-ભુજ : મુંદરાના ટિજી કન્ટેનર ફ્રેટ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. બેઝ ઓઇલના કન્ટેનરમાં લીકેજ થતા આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તાત્કાલિક અદાણી પોર્ટના બે ફાયર ફાયટરની ટિમ સ્થળ પર પહોંચી હતી દોઢ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી જો કે કોઈ જાનહાની થવા પામી નથી.આ બનાવના પગલે દોડધામ ફેલાઈ હતી ઉલ્લેખનીય એ છે કે મુન્દ્રામાં મોટા ગજાની કંપનીઓ કાર્યરત છે તેમજ અનેક કન્ટેનર યાર્ડ પણ આવેલા છે પણ તેની સામે જોવા જઈએ તો ફાયર સેફટીનો અભાવ જોવા મળે છે હજુ એક દિવસ પૂર્વે પણ આગની ઘટના બનવા પામી હતી ત્યારે અનેક સવાલ ઉભા થવા…

Read More

લોકભાષા-ગાંધીધામ : સૂર્યશક્તિ કિસાન યોજનામાં કચ્છના કિસાનોને મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ સાથે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા ભુજ ખાતે પશ્ચિમ કચ્છ પીજીવીસીએલના ચીફ ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે આ અંગે આવેદનપત્રમાં જણાવ્યું છે કે કચ્છમાં સૂર્ય શક્તિ કિસાન યોજનામાં આવતા તમામ ફીડરોના ખેડૂતોને મુશ્કેલી થઈ રહી છે અગાઉ કંપની પીજીવીસીએલ અને ખેડૂતો વચ્ચે થયેલા ત્રિ-પક્ષીય કરાર મુજબ કંપની દ્વારા નક્કી કરાયેલી સર્વિસ ખેડૂતોને આપવામાં કંપની નિષ્ફળ છે તેનાથી ખેડૂતોને મોટા બીલ પીજીવીસીએલ દ્વારા ફટકારવામાં આવ્યા છે તેના અનુસંધાને ખેડૂતો દ્વારા અગાઉ સંબંધીત વિભાગમાં અનેક વખત રજૂઆત કરી છે. આ પત્રમાં સવાલો કરી જણાવ્યું છે કે સોલાર સિસ્ટમની ખામીના…

Read More

લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એલ.સી.બીએ ભચાઉ શહેરમાં થયેલી ઘરફોડ ચોરીના આરોપીને ચાર મોબાઇલ સહિતના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો. આ અંગે મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ઘરફોડ ચોરીના આરોપી અંગે બાતમી મળી હતી. આશરે પંદરેક દિવસ અગાઉ રાત્રિના ભચાઉ શહેરના રહેણાંક મકાનની અંદરથી એક મોટરસાયકલ તેમજ મોબાઈલ ફોનની ચોરી થઈ હતી. જે ચોરી મનિષ ધમાભાઈ દેવીપુજક રહે. હારીજ બસ સ્ટેશનની પાછળ પાટણ વાળાએ કરેલ અને આરોપી હાલે વરસાણા બ્રીજ બાજુ પગે ચાલીને આવી રહ્યો છે તેવી બાતમીના આધારે વોચ ગોઠવી આરોપી મનિષ ધમાભાઈ દેવીપુજક રહે. હાલે હારીજ બસ સ્ટેશનની પાછળ તા.હારીજ જી.પાટણને પકડી પાડી પુછપરછ…

Read More

લોકભાષા-ભુજ : દેશલપર વાંઢાય ગામની સીમમાં નાગીયારીના શખ્સની વાડીમાં ચાલતી જુગાર ક્લબ પર પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને 10 ખેલીઓને રોકડ રૂપિયા 1,66,200 તેમજ 65 હજારના 10 નંગ મોબાઇલ, 3 લાખની બોલેરો, 30 હજારનું બાઇક અને 5 લાખની બ્રેઝા કાર સહિત રૂપિયા 10,61,200ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે નાલ ઉઘરાવીને જુગાર રમાડતો નાગીયારીનો સંચાલક નાસી ગયો હતો. એલસીબીની ટીમેએ બાતમી પરથી મંગળવારે રાત્રીના સાડા બાર વાગ્યે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઘાણી પાસાનો જુગાર રમતા ઇસ્માઇલ ઉર્ફે કાનુડો કાસમ બાફણ, દિનેશ ડાયા મહેશ્વરી, નરેન્દ્રસિંહ ઉર્ફે યોગેન્દ્રસિંહ બહાદુરસિંહ ઉર્ફે બળભદ્રસિંહ જાડેજા, હરેશ ભીમજી કોલી, અબ્દુલ સતાર ઓઢેજા,…

Read More

લોકભાષા-ભૂજ : કચ્છના ધોરડો ખાતે દરવર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ટેન્ટસિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતાં રણોત્સવ આયોજન લઈને ચિતાના વાદળો ઘેરાયા છે ભુજ ખાતે આજે કચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનની બેઠક મળી હતી જેમાં રણોત્સવના આયોજન અને ટૂરિઝમ ઉધોગને વિકાસ લગતા જરૂરી સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. કચ્છના ધોરડોના સફેદ રણમાં યોજાતા રણોત્સવએ ભારે આકર્ષણ ઊભું કર્યું છે. દરવર્ષે લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે. આ વર્ષે રણોત્સવ આયોજન લઈને અસમંજસ ઊભી થઇ છે ટેન્ટસિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે રણોત્સવના આયોજન અંગે મુંજવણ ઊભી થઈ છે. કચ્છ હોસ્પિટાલિટી ઉધોગ સાથે સંકળાયેલા લોકોની આજે મહત્વની બેઠક મળી…

Read More