Author: Nidhiresh A Raval

લોકભાષા-ગાંધીધામ : ઇફ્કો ઉદયનગર ગેસ્ટ હાઉસ ખાતે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના માનનીય મંત્રી કુંવરજીભાઈ હળપતિની ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિમંડળે મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિમંડળમાં મંત્રી અને કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ સાથે ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજ, પૂર્વ પ્રમુખ તેજા કાનગડ, માનદ મંત્રી મહેશ તિર્થાણી, સહમંત્રી જતીન અગ્રવાલ તેમજ કારોબારી સભ્યો સર્વ કમલેશ પરીયાની, કૈલાશ ગોર અને અનિમેષ મોદી પ્રતિનિધિઓ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્યત્વે કચ્છના વિકાસને લગતા મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દાઓમાં આર્થિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, ઔદ્યોગિક સમસ્યાઓ અને રોજગારની તકોનો સમાવેશ થાય છે.…

Read More

લોકભાષા-ભુજ : ખાવડાના અદાણી કંપનીના આર.ઇ પાર્ક પાસે શુક્રવારે સવારે ટેન્કર અને ટ્રેઇલર સામ-સામે ધડકાભેર અથડાતાં રાજસ્થાની ડ્રાઇવરનું ગંભીર ઇજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. ખાવડા પોલીસ મથકે બદરકારીથી અકસ્માત કરનારા ટેન્કર ચલાક સામે સામે ફરિયાદ નોંધાવાઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતનો બનાવ શુક્રવારે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. અદાણી કંપની ચેકપોસ્ટથી ખાવડા તરફ જતા રોડ પર મુંદરાના અંજલી ટ્રાન્સપોર્ટનું ટ્રેઇલર સળીયા ભરીને અદાણી આર.ઇ. પાર્કમાં ખાલી કરીને પરત ફરી રહ્યું હતું. ત્યારે સામેથી આવી રહેલા ટેન્કરના ચાલકે અકસ્માત કરતાં મુળ રાજસ્થાનના બારમેડના લીલાસર ગામના યુવાન ટ્રેઇલર ચાલક લક્ષ્મીનારાયણ કલારામ જાટ (ઉ.વ.23)ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.…

Read More

લોકભાષા-ભુજ : કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતી નવી ટ્રેન સેવાનો આજે પ્રારંભથયો છે. ટ્રેન નંબર 09446/09447 તરીકે ઓળખાતી આ સેવા 21 માર્ચથી 30 જૂન સુધી ચાલશે. ભુજથી સવારે 6:50 કલાકે ઉપડતી આ ટ્રેન બપોરે 1:35 કલાકે રાજકોટ પહોંચશે. રાજકોટથી બપોરે 2:35 કલાકે પ્રસ્થાન કરી રાત્રે 9:40 કલાકે ભુજ પહોંચશે. ટ્રેન ગાંધીધામ, ભચાઉ, સામખીયાળી, માળિયા, દહીંસરા અને મોરબી સ્ટેશને રોકાણ કરશે. આ ટ્રેનમાં કુલ 10 કોચ છે. એક એસી ચેર કાર, એક સ્લીપર અને 6 જનરલ કોચનો સમાવેશ થાય છે. મુસાફરો માટે ઓનલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે. ભાડાની વાત કરીએ તો જનરલ ક્લાસમાં 115 રૂપિયા, સેકન્ડ ક્લાસ સિટિંગમાં 125 રૂપિયા અને એસી…

Read More

લોકભાષા-ભુજ : ભુજના અલગ અલગ બે વિસ્તારમાં હુમલાના બનાવો બન્યા હતા. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલ પાસે નાળિયરનો ધંધો કરતા યુવક પાસે ગ્રાહક બનીને છકડામાં આવેલા માધાપરના બે શખ્સોએ છરીથી હુમલો કરીને રૂપિયા 30 હજારની લૂંટ કરીને પલાયન થઇ ગયા હતા. જ્યારે ભુજના જ્યુબીલી સર્કલ નજીક થાર ગાડીમાં આવેલા ચાર શખ્સોએ બે યુવક પર ધારિયા, છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. એ-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી. ભુજના રામકૃષ્ણ કોલોનીમાં રહેતા અને જિલ્લા ઉદ્યોગ સર્કલ પાસે નાળિયર વેચવાનો ધંધો કરતા કિશનપુરી અરવિંદપુરી ગોસ્વામીએ બી ડિવિઝન પોલીસ મથકે માધાપરના દિનેશ મહેશ્વરી અને ધીરજ નામના બે શખ્સ સામે ફરિયાદ નોંધાવી…

Read More

લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી) ગામમાં એન્ટી કરપ્શન બ્યુરોએ મોટી કાર્યવાહી કરી છે. મહિલા તલાટી ચંદ્રીકાબેન મગનભાઇ ગરોડાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. એક જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમને દેશલપર ગામમાં સર્વે નંબર-607 પૈકી (શ્રી સરકાર)ની જમીન પર નવું રેસ્ટોરન્ટ બનાવવા માટે મંજૂરી જોઈતી હતી. આ માટે 525 ચોરસ મીટર સરકારી પડતર જમીનની માંગણી કરી હતી. જમીન ગૌચરની ન હોવાનો ગ્રામ પંચાયતનો દાખલો અને ઠરાવ આપવા માટે તલાટીએ મોબાઇલ મેસેજથી રૂપિયા 2,000ની લાંચની માંગણી કરી હતી. જેને પગલે 21 માર્ચના રોજ એસીબીએ છટકું ગોઠવ્યું હતું. તલાટી ચંદ્રીકાબેન ગરોડાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત…

Read More

લોકભાષા-ભુજ : સસ્તા સોનાના નામે દેશભરમાં ઠગાઇ કરવાના અલગ અલગ દસ ગુનાઓને અંજામ આપીને કરોડોની મિલ્કત વસાવનારા ભુજના કુખ્યાત ચીટર બે સગા ભાઇઓ સામે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એલસીબીએ ધરપકડ કરીને તેમના વિરૂધ્ધ સંગઠીત ગેંગનો ગુનો નોંધાવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ કુખ્યાત ચીટર સિકંદર ઉર્ફે સિકલો ઉર્ફે મૌલાના જુસબ ઇસ્માઈલ સોઢાએ પોતાના સાગરીતો સાથે મળી સતત ગેરકાયદે પ્રવૃતિઓ કરીને પોતાની ટોળકી બનાવી ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી વેપારીઓને વિશ્વાસમાં લઇ સસ્તા સોનાના નામે ઠગાઇ કરી અલગ અલગ દસ ગુનાઓમાં રૂપિયા 1,07,08,500ની છેતરપીંડી કરી હતી. આમ સંગઠીત ગુના કરીને મેળવેલા રૂપિયાથી પોતાના સગા ભાઇ રહીમનગરમાં રહેતા રફીક જુસબ સોઢાના…

Read More

લોકભાષા-ગાંધીધામ : દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેનએ દુરંદેશી દ્રષ્ટિકોણ અને મજબૂત નેતૃત્વનું પ્રદર્શન કરતાં નાણાંકીય વર્ષ 2025-26 માટે નીતિ સ્થિરતા, પોર્ટ સંચાલન સુગમ બનાવવું અને ટકાઉ વિકાસને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ વ્યૂહાત્મક પગલાંઓની જાહેરાત કરી છે. વેપાર સમુદાય અને વેપાર સંગઠનોના વરિષ્ઠ સભ્યો સાથે યોજાયેલી બેઠકમાં, અધ્યક્ષે હરિત સાગર વિઝન હેઠળ ભારતના મહત્વાકાંક્ષી પર્યાવરણીય લક્ષ્યોને સક્રિયપણે સમર્થન આપતા, સ્થિર, અનુમાનિત અને વ્યવસાય-મૈત્રીપૂર્ણ વાતાવરણ પૂરું પાડવા માટે ડીપીએની અતૂટ પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. ડીપીએના ચેરમેનના નેતૃત્વ હેઠળ, ઓપરેશનલ ફ્રેમવર્કમાં લાંબા ગાળાની સ્થિરતાની જરૂરિયાતને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ દિશામાં એક મોટું પગલું એટલે કે નવી સંકલિત બર્થિંગ અમલમાં મૂકવામાં આવી છે,…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે રાજ્યમાં રોકાણનું વાતાવરણ અને બિઝનેસ કરવાની સરળતા પર એક મહત્વપૂર્ણ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ મહેશ પૂજ સાથે ગુજરાત ચેમ્બર, ફિક્કી, એસોચેમ અને સીઆઈઆઈ તેમજ ગુજરાતની અન્ય ચેમ્બરના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ચેમ્બર પ્રમુખ મહેશ પૂજના જણાવ્યા અનુસાર આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યત્વે કચ્છના સર્વાંગી વિકાસ માટે ગાંધીધામ ચેમ્બરની ભૂમિકાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. બેઠકમાં રજૂ થયેલા મુખ્ય મુદ્દાઓમાં લોજિસ્ટીક અને ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન, અને ઔદ્યોગિક વિકાસ માટે કંડલા, મુન્દ્રા અને તુણા પોર્ટના ડેવલોપમેન્ટને કારણે ટ્રાફિક વધારો થવાની સંભાવના ને જોતાં સિક્સ લેનમાં…

Read More

લોકભાષા-ભુજ : પશ્ચિમ કચ્છના ભુજ અને નખત્રાણા વિસ્તારમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. આ કમોસમી વરસાદથી કેસર કેરીના પાકની સલામતી અંગે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.વરસાદના કારણે માર્ગો ભીંજાઈ ગયા નખત્રાણાના પાવરપટ્ટી અને ઉલટ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ ઉપરાંત તાલુકાના કોડકી-મખણા વચ્ચેના વાડી વિસ્તારમાં પણ વરસાદનું ઝાપટું નોંધાયું હતું. વરસાદના કારણે માર્ગો ભીંજાઈ ગયા હતા.વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભુજ શહેરમાં સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય છાંટા પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામમાં ઉનાળાની શરૂઆતમાં જ પીજીવીસીએલને લાપરવાહી ગણો કે બેદરકારી છતી થઈ છે રાત્રિના સમયે ફીડરમાં ફોલ્ટ સર્જાતા મુખ્ય બજાર સહિત રહેણાંક વિસ્તારોમાં પણ વીજ પુરવઠો ઠપ થઈ જતા અંધારપટ છવાયો હતો. ગાંધીધામ શહેરના લોકો અનેક યાતનાઓ અને મુશ્કેલીઓ વેંઢારી રહ્યા છે માત્ર વહીવટી તંત્રની બેદરકારી અને લાપરવાહીના કારણે સમસ્યાઓ લોકોના માથે પડે છે ગાંધીધામ શહેરની મુખ્ય બજાર અને નજીકના વિસ્તારમાં ગુરુવારે રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. લોકો દ્વારા પીજીવીસીએલ કચેરીમાં સંપર્ક કરતા ફીડરમાં ફોલ્ટ સર્જાયો હોય એકાદ કલાક વીજ પુરવઠો બંધ રહેશે તેવા પ્રત્યુત્તર મળી રહ્યા હતા. એક તરફ સરકાર દ્વારા 24 કલાક વીજળી આપવાની મોટી…

Read More