Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ :અંજારમાં વ્યાજખોરી અંગે વધુ બે ફરિયાદ નોંધાઇ છે પોલીસ દ્વારા કરવામાં આવેલી અપીલ બાદ ભય મુક્ત બનેલા ભોગ બનનાર લોકોએ વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાવી છેઅંજારની અનેક વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલી રિયા ગોસ્વામી, આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી ત્રણેય વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ પૂર્વ કચ્છ પોલીસે ગુનો નોંધાયા બાદ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે દશ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. દરમિયાન પૂર્વ કચ્છ એસપી દ્વારા આ વ્યાજખોર ટોળકી દ્વારા કોઈને પરેશાન કરવામાં આવ્યા હોય તો ભય વગર ફરિયાદ નોંધાવવા અપીલ કરી હતી. દરમિયાન ભોગ બનનારએ ફરિયાદ કરતા રિયા વિરૂદ્ધ વધુ બે ગુના નોંધાયા છે જેમાં એક…
લોકભાષા-ગાંધીધામ :કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી ખાનગી કંપનીના ગોડાઉનમાંથી આશરે ત્રણ લાખથી વધુની કિંમતની સોપારીની ચોરી થઈ હોવાની ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી ફ્લેમિંગો લોજિસ્ટિક નામની કંપનીના ગોડાઉન નંબર 285મા સોપારીની 386 બોરી રીએક્સપોર્ટ માટે રાખવામાં આવેલી હતી ત્યારે ગોડાઉનની સાઈડને બારીના સળિયા તોડી ગોડાઉનમાંથી આશરે 50 બોરી સોપારી કિંમત રૂપિયા 3,16,650 ની કોઈ ચોરી કરી ગયા હોવાની દેવેન્દ્ર ખેમચંદ બાલાએ ફરિયાદ નોંધાવી છે. એક તરફ સોપારી કૌભાંડને વિવિધ એજન્સીઓ દ્વારા ખુલ્લા પાડવામાં આવી રહ્યા છે તો બીજી તરફ કાસેઝની કંપની…
લોકભાષા-ભુજ :ભુજ નગર પાલિકામાં લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.ભુજમાં ઘણા સમયથી ગટર સમસ્યાથી ત્રસ્ત લોકોએ નગર પાલિકામાં હોબાળો કર્યો હતો.અને દરવાજા બંધ કરી મુક્યાં હતાગટર સમસ્યાથી ત્રસ્ત લોકોએ પાલિકાની અંદર કરી તોડફોડ કરી હતી.નગર પાલિકાને પણ લોકો દ્વારા બંધ કરવામાં આવી હતીહોબાળો વધી જતાં કર્મચારીઓ પણ ઓફિસ છોડીને ભાગ્યા હતા.લોકોના કહેવા મુજબ ભુજના વોર્ડ નમ્બર એક સહિત અનેક વિસ્તારોમાં આજે પણ લોકોને ગટર સમસ્યા સતાવી રહી છે લોકોનું રહેવું દુષ્કર બની ગયું છેઅવારનવાર રજુઆત કરવામાં આવે છે પણ કોઈ જ નિરાકરણ આવ્યું નથી લોકો ગટરની દુર્ગંધથી ત્રસ્ત થઈ ગયા છે એટલું જ નહીં કેટલાક લોકોના ઘરમાં ગટરનું ગંદુ પાણી…
લોકભાષા-ગાંધીધામ :ગાંધીધામ ચેમ્બર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન (ટ્રક, ટેન્કર, ટ્રેલર, કન્ટેનર તથા અન્ય મોટા વાહન ધારકો) દ્વારા કચ્છ ને જોડતા તમામ રોડની સુધારણા માટે પ્રશાસનને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ, હજુ સુધી આ મુદ્દે પ્રશાસન તરફ થી કોઈ સંતોષકારક ઉકેલ કે જવાબ મળ્યો નથી.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તા. 11 સપ્ટેમ્બર, 2024ના રોજ સવારે 11 કલાકે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના માલિકો અને વાહન ધારકોએ મોખા ટોલનાકા પર નો રોડ નો ટોલ ટેક્ષ મુદે એકત્રિત થવાનું નક્કી કર્યું છે.આ બેઠકનો ઉદ્દેશ્ય, ગાંધીધામ-મુન્દ્રા સાથે કચ્છ ને જોડતા તમામ રોડની સુધારણા માટે પ્રશાસન સાથે વિનંતી પૂર્વક ચર્ચા કરવાનો છે. જ્યાં સુધી રોડ નું કામ પૂર્ણ ના…
લોકભાષા-ભુજ :કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસો ધ્યોને આવતા આરોગ્ય વિભાગની ટીમ યુદ્ધનાં ધોરણે કામ કરી રહી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે ત્યારે મચ્છરજન્ય રોગોનો પ્રમાણ વધ્યું છે, જેમાં કેટલીક જગ્યાઓએ ડેન્ગ્યું, મલેરિયા, ચિકનગુનિયા જેવા રોગોના કેસ નોંધાયા છે. રાજ્યમાં કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસો ધ્યાને આવ્યા છે. જેના પગલે જિલ્લાના ૧૩ નાગરિકોનું અવસાન થયું હતું. આ શંકાસ્પદ પ્રથમ કેસ કચ્છ જિલ્લામાં તા.૦૪ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ નોંધાયો હતો. ત્યારબાદ જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરાઇ હતી.કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકાની આરોગ્ય વિભાગની કામગીરીની માહિતી આપતા જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગની ૨૭ ટીમો…
ગાંધીધામ નગરપાલિકા ખાતે જિલ્લા કલેકટર દ્વારા મહાનગરપાલિકા અંગે ચાલતી કાર્યવાહી અંગે ચર્ચા કરી લોકભાષા-ગાંધીધામ :ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવ્યા બાદ આ દિશામાં નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા આજે ગાંધીધામ નગરપાલિકાની મુલાકાત લઇ અધિકારી પદાધિકારીઓ સાથે મહાનગરપાલિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી અને સીમાંકન સહિત વિવિધ મુદ્દે ચર્ચા કરી હતીસુધરાઇ કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં કચ્છ કલેકટર અમિત અરોરા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અંજાર પ્રાંત અધિકારી સુનીલ સોલંકી, ગાંધીધામના મામલતદાર દિનેશ પરમાર, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, નગરપાલિકા પ્રમુખ તેજસભાઇ શેઠ વગેરેની ઉપસ્થિતિ રહ્યા હતા અને મહાનગરપાલિકા અંગે…
પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું : સમસ્યા ઉકેલવાની ખાત્રી આપવામાં આવી લોકભાષા-ગાંધીધામ :ગાંધીધામના સેક્ટર પાંચ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર સમસ્યાથી ત્રસ્ત લોકો આજે નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા જોગાનુજોગ જિલ્લા કલેકટર પણ મહાનગરપાલિકા સંદર્ભે ચર્ચા કરવા નગરપાલિકા પહોંચતા આ વિસ્તારના લોકો દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી આ સમયે ઉપસ્થિત મુખ્ય અધિકારીને સમસ્યાનો ઉકેલ લાવવા જિલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હતી. ગાંધીધામના સેકટર પાંચ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ સમસ્યાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ અંગે નગરપાલિકાના પ્રમુખ અને સંબોધી આવેદનપત્ર પાઠવ્યું હતું અને નગરપાલિકાના પ્રમુખ તેજસભાઈ શેઠ સમક્ષ આ અંગે રજૂઆત પણ…
લોકભાષા-ભુજ :વિશ્વ સંસ્થા યુનેસ્કો દ્વારા ૨૬મી જુલાઈના દિવસને ‘’વિશ્વ મેન્ગ્રુવ સંરક્ષણ દિવસ’’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ૨૬ જુલાઈ ૨૦૨૪ના રોજ કચ્છ પશ્ચિમ વન વિભાગ, ભુજ દ્વારા વિશ્વ મેન્ગ્રુવ સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છ પશ્ચિમ વન વિભાગ, ભુજ દ્વારા નારાયણ સરોવર ખાતેની ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વિશ્વ મેન્ગ્રુવ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકો તથા શિક્ષકો તેમજ વન વિભાગના સ્થાનિક અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ તથા ગામલોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય બાળકોમાં મેન્ગ્રુવ (ચેર) અંગેની સમજ આપીને ચેરના પર્યાવરણ તથા માનવજીવન અને દરિયાઈ જીવસૃષ્ટિ સહસબંધને સમજાવવાનો હતો. ચેરના વૃક્ષની માનવજીવન માટે …
એમ્બેસી ઓફ ધી રીપબ્લીક ઓફ ઈન્ડોનેશીયા સાથે ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ લોની અમદાવાદ ખાતે મીટીંગ યોજાઈ લોકભાષા-ભુજ : મીનીસ્ટ્રી ઓફ ટ્રેડ ઈન્ડોનેશીયા ટ્રેડ શો માટે ખાસ ગુજરાત આવેલા એમ્બેસી ઓફ ઘી રીપબ્લીક ઓફ ઈન્ડોનેશીયા સાથે ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ લોની અમદાવાદ ખાતે મીટીંગ યોજાઈ હતી. ખાસ મુલાકાતે આવેલા ઈન્ડોનેશીયા એમ્બેસીના ટ્રેડના ખાસ ગર્વમેન્ટ ઓફીસર સહાર્તાનો તથા મોહમ્મદ ઈકબાલ હાજીમિલ અને ઈન્ડોનેશીયા ટેડ પ્રમોશન સેન્ટરના ડાયરેકટર જુગ્રોહો પ્રિયો પ્રતોમો ઉડીસાથી સ્કીલ ટ્રેનિંગ પ્રા. લી.ના ડાયરેકટર બીભુ પ્રસાદ સ્વૈન સાથે જકાસા ઈન્ડોનેશીયામાં ૯ થી ૧૨ ઓકટોબર ૨૦૨૪ ના રોજ યોજાનારો ટ્રેડ એસ્પો થવા માટે ખાસ ગુજરાતનાં ઈન્વેસ્ટરોની મુલાકાત…
તસ્વીર : રાજેશભાઈ ગોસ્વામી લોકભાષા-ભચાઉ :ભચાઉ સામખીયારી હાઇવે પર કારમાં આગ ભભૂકી ઉઠી હતી. પરંતુ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી ડ્રાઈવરને બચાવી લેવામાં આવ્યો હતો સામખિયાળી ભચાઉ હાઈવે ઉપર ગુરુવારે રાત્રે બલેનો કારમાં આગ લાગી હતી ભચાઉ ફાયર અને પોલીસે તાત્કાલિક પહોંચી કાર ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો જો કે કારને મોટુ નુકશાન થયું છે. ભચાઉ નગર પાલીકા ફાયર ટીમને ભચાઉથી સામખિયાળી તરફ જતા કેસરિગઢ રિસોર્ટ પાસે એક કારમાં આગ લાગી હોવાની જાણ થતાં ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી હતી દરમિયાન ગાડીમા એ.સી. ચાલુ રાખીને સુઈ…

