લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામમા હત્યા કરી ત્રણ માસથી નાસતા-ફરતા આરોપીને ગાંધીધામ એ-ડિવીઝન પોલીસે ઉતરપ્રદેશના બદાયુ જીલ્લા ખાતેથી ઝડપી પાડ્યો હતો બાતમીના આધારે ગાંધીધામ એ-ડિવીઝન સર્વેલન્સ ટીમે બીસૌલી જી.બદાયુ ઉતરપ્રદેશ ખાતેથી ગાંધીધામએ ડિવીઝન પોલીસ મથકે નોંધાયેલ મર્ડરના ગુન્હા આરોપીને ઝડપી લીધો હતો
આ બનાવની મળતી વિગતો મુજબ મરણ જનાર અને આરોપી પતી-પત્ની હોય અને તેઓ બન્ને અલગ અલગ જગ્યાએ નોકરી કરતા હોય રાત્રીના સમયે નોકરી ઉપરથી મોડા આવવા બાબતે તથા ઘરના કામકાજ તથા જમવા બાબતે બોલાચાલી થતા આરોપી કાલુ દેલુ શેખે મરણજનારને માથુ પકડી દિવાલમા ભટકાવતા મરણ ગયેલ જે બાદ આરોપી કાલુ દેલુ શેખ વહેલી સવારે રૂમને બંધ ક૨ી ગાંધીધામથી ટ્રેનમા બેસી દિલ્હી ખાતે ભાગી ગયેલ હતો.
ગાંધીધામ એ ડીવીઝન પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન બાતમીના આધારે ગાંધીધામ એ-ડિવીઝન સર્વેલન્સની ટીમ બીસૌલી જી.બદાયુ ઉતરપ્રદેશ ખાતેથી કાલુ દેલુ શેખને ઝડપી પાડ્યો હતો. અને કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

