લોકભાષા-ભુજ :
નખત્રાણા તાલુકાના વેસલપર ગામની વાડીમાં મંગળવારે સવારે ખેત મજુર યુવાનને કોઇ અગમ્ય કારણોસર વાડીમાં આવેલા રૂમમાં પંખા પર દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો.
નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ વસલપર ગામની વાડી વિસ્તારમાં કામ કરતા મહેશભાઇ કંનચનભાઇ તડવી (ઉ.વ.40) નામના યુવાને મંગળવારે સવારે સાડા બાર વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર વાડીમાં આવેલા રૂમમાં પંખાપર દુપટ્ટો બાંધીને આપઘાત કરી લેતાં હતભાગીને તાત્કાલિક સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ લઇ આવતાં હાજર પરના તબીબે સાંજે પોણા છ વાગ્યે મૃત જાહેર કર્યો હતો. નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ યુવાનના આપઘાત પાછળના કારણો જાણવા તપાસ કરી છે.

