લોકભાષા-ભુજ :
માંડવી તાલુકાના ગઢશીશાથી દરશડી જતી ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરતી યુવતી પર નજર બગાડીને કંડકટરે પ્રેમ સબંધ બાંધવાનું કહીને બદનામ કરી દેવાની ધમકી આપતાં ભોગબનનારે ગઢશીશા પોલીસ મથકમાં દરશડી ગામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.
ગઢશીશા પોલીસ મથકે ભોગબનાર યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બનાવ એક મહિનાથી આજ દિવસ દરમિયાન બન્યો હતો. દરશડી ગામનો મજીદ રાયમા નામનો શખ્સ રાયમા ટ્રાવેલ્સમાં કંડકટર તરીકે નોકરી કરતો હોઇ ફરિયાદી યુવતી ગઢશીશાથી દરશડી અપડાઉન કરતી હોય ત્યારે આરોપી ફરિયાદી યુવતીને ખરાબ નજરે જોતો હતો. અને ફરિયાદી યુવતીને પ્રેમ સબંધ રાખવાનું કહી જો નહીં રાખે તો, બદનામ કરી નાખવાની ધમકી આપતો હતો. જેથી ફરિયાદી મહિલાએ આરોપી વિરૂધ ગઢશીશા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરૂધ્ધ છેડતી સહિતની કલમ તળે ગુનો નોંધીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

