લોકભાષા-ભુજ :
નકલી ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બનીને ડિજિટલ અરેસ્ટ કરીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે તેવામાં ભુજની એક મહિલાને ડિજિટલ અરેસ્ટ કરીને 4.45 લાખ રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી હતી આ કેસમાં ભુજ બી, ડિવિજન પોલીસ બે આરોપીની સુરતથી ધરપકડ કરી છે.
ભુજમાં રહેતા રીમાબેન વિકાસ મહેતા નામની ગૃહિણીને ડિજિટલ અરેસ્ટ કરીને સાયબર માફિયાઓએ લાખો રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી હતી 30 ડિસેમ્બરના ફરિયાદી રીમા બેનને અજાણ્યા નંબર પરથી ફોન આવેલો અને પોતે કુરિયર માંથી બોલતો હોવાની ઓળખ આપી હતી તેમના આધાર કાર્ડ નંબર પરથી તાઇવાનમાં એક કુરિયર મોકલાયું હોવાનું જણાવ્યું હતું અને કુરિયર માંથી પાંચ પાસપોર્ટ , 140 ગ્રામ એમડી ડ્રગ્સ પાંચ હજાર રોકડ , ડોલર જેવી વાંધાજનક વસ્તુઓ મળી હોવાનું જણાવી મહિલાને સાઇબર ક્રાઇમ બ્રાન્ચ રુબરુ જઈ અથવા ઓન લાઇન ફરિયાદ નોંધાવી દેવા જણાવ્યું હતું
ફરિયાદીએ ઓલલાઇન વિકલ્પ પસંદ કરતાં ફોન ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી દીધી હતો ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી સખ્સએ મહિલાના મોબાઈલમાં સ્કાઈપી એપ ડાઉનલોડ કરવી ફરિયાદી વિશ્વાસમાં લીધા બાદમાં તેમના આધાર કાર્ડથી અલગ અલગ રાજ્યની બેંકમાં 21 લાખ જમા હોવાનું જણાવ્યું હતું મહિલા તેમની બધી પ્રોપટી વેરીફાય અને એનઑસી આપવાના નામે 4.45 લાખ રૂપિયા પડાવી લીધા ભુજ બી,ડિવિજન પોલીસએ બેન્ક એકાઉન્ડ નંબરના આધારે પિતા પુત્રની સુરતથી ધરપકડ કરી છે હાલ પોલીસ બંને આરોપીને ભુજ લાવી પૂછપરછ શરૂ કરી છે આરોપી જાફર અબ્બાસ સૈયદ અને અલ્તાફ જાફર સૈયદના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે આરોપીની તપાસમાં ટાઈગર નામના સખ્સની સંડોવણી ખૂલી છે જેની જડપી પાડવા માટે પોલીસ ચક્રોગતિમાન કર્યા છે.

