લોકભાષા-ભુજ :
પશ્ચિમ કચ્છની પેરોલ ફર્લો સ્કવોડની ટીમે માંડવીના મારામારીના ગુનામાં બે વર્ષથી નાસ્તા ફરતા શખ્સની ધરપકડ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ મુળ આગ્રાના હિરાપુરા રામગઢનો મુજબ મૂળ આગ્રાના હિરાપુરા રામગઢનો વતની અને હાલેખાવડા રહેતોસુરેન્દ્રસિંહ દેવીચરણ નિષાદ ભુજના જયનગર ત્રણ રસ્તા પાસે હાજર છે. જેબાતમીના આધારે પોલીસ ટીમે પકડી પાડીને માડવી પોલીસના હવાલે કર્યો છે.
આ શખ્સ માંડવી પોલીસ મથકની હદમાં નોંધાયેલા મારામારીના ગુનામાં સંડોવાયેલો હતો તેમજ છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો હતો, અટકની કાર્યવાહીમાં પીએસઆઈ જે.કે. બારીયા, હરીલાલ બારોટ, ધર્મેન્દ્ર રાવલ જોડાયા હતા.

