લોકભાષા-ભુજ :
ભુજ, માધાપર પોલીસ મથકમાં અગાઉ ચીટીંગના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા બે ચીટરો નવા કોઇ ગુનાને અંજામ આપે તે પહેલાં એલસીબીએ બાતમીના આધારે ભુજથી ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે ભુજના આશાપુરા રીંગ રોડ પર સાસ્વત સમાજવાડી પાસે પહોંચ્યા ત્યારે અવાર નવાર અલગ અલગ પ્રકારની ચીટીંગ સહિતના ગુનાઓને અંજામ આપનારા અને પોલીસ ચોપડે ચડી ચુકેલા ચીટર રમજુશા કાસમશા શેખ (ઉ.વ.30) રહે સરપટનાકા બહાર શેખ ફળિયા તેમજ ભુજ તાલુકાના લુડીયા ગામનો અને હાલ તાલુકાના નારાણપર ગામે રહેતો લીયાકત રસીદઉલ્લા નોડે (ઉ.વ.41) શંકાસ્પદ હાલતમાં ઉભેલા હતા. પોલીસે અહી રહેવા મુદે પુછપરછ કરતાં ચીટરોએ કોઇ જવાબ આપ્યો ન હતો. પોલીસે બન્ને આરોપીઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરી હતી.

