લોકભાષા-ભુજ :
પશ્ચિમ કચ્છ એસ.ઓ.જીએ દેશી બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડી હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ભુજ તાલુકાના કમાગુના ગામની ઉતરાદી સીમ વિસ્તારમાં એસઓજીની ટીમે રમજૂ ઉર્ફે ધલુ હુસેન ત્રાયા (ઉ.વ.૪૦)ના કબજામાંથી દેશી બનાવટની મજર લોડ બંદૂક કિ. રૂા. ૨,૦૦૦ની પકડી પાડી છે. માનકૂવા પોલીસ મથકે હથિયાર ધારાની ક્લમો તળે પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ શખ્સ પાસેથી બંદૂક ક્યાંથી આવી હતી અને તેનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે

