લોકભાષા-ગાંધીધામ :
લાકડીયા પોલીસ દ્વારા ચોરાયેલી ત્રણ બાઈકને શોધી કાઢી બાઈક માલીકને અર્પણ કરી હતી.
ગુજરાત પોલીસના તેરા તુજ કો અર્પણ સુત્રને સાર્થક કરી લાકડીયા પોલીસે સરાહનીય કામગીરી કરી હતી. લાકડીયા પોલીસ મથકમા બાઈક ચોરીની ફરિયાદ નોંધાઇ હતી જે અંગે લાકડીયા પોલીસ દ્વારા બાઈક સાથે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર જે. એમ. જાડેજાએ આરોપીઓને ઝડપી લેવા પોલીસ કર્મચારીઓને સુચના આપી હતી ત્યારે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી વાહન ચેકીંગ દરમિયાન ચોરી કે છળકપટથી મેળવેલ ત્રણ મોટરસાયકલ કુલ કિંમત રૂપિયા 75000 ઝડપી પાડી હતી.
લાકડીયા પોલીસ ઈન્સ્પેક્ટર જે. એમ જાડેજા દ્વારા આ ત્રણેય મોટરસાયકલ માલીકોને અર્પણ કરી હતી અને તેરા તુજ કો અર્પણનુ સુત્ર સાર્થક કર્યુ હતુ.


