લોકભાષા-ભુજ :
ભુજના સુમરા ડેલી પાસે મોબાઇલ પર બાલાચાલી મુદે યુવાનો વચ્ચે મારા મારીનો બનાવ બન્યો હતો. જેમાં બે યુવાનોને ઇજા પહોંચી હતી. એ ડિવિઝન પોલીસ મથકમાં સામ-સામી ફરિયાદ નોંધાવાઇ હતી.
ભીડ ગેટ છત્રા ફળિયામાં રહેતા લતીફ અબ્દ્રેમાન કુંભારે સોનીવાડમાં રહેતા જેનિશ રાજેશભાઇ જેઠી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું. ફરિયાદીના દિકરા સોહિલ પાસે તેના મિત્ર ગૌતમનો ફોન હોઇ આરોપીનો એ નંબર પર ફોન આવ્યો હતો. ત્યારે ફરિયાદીના દિકરાએ ફોન ઉપાડીને ગૌતમ નથી તેવો જવાબ આપ્યો હતો. જે બાબતે આરોપી ફરિયાદીને સુમરા ડેલી પાસે બોલાવીને માર માર્યો હતો. તો, સોનીવાડમાં રહેતા રાજેશ બળવંતરાય જેઠીએ સોહિલ લતીફ કુંભાર સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપી પાસે ફરિયાદીના દિકરા જેનિશના મિત્ર ગૌતમનો ફોન હોઇ ફરિયાદીના દિકરાના મોબાઇલ પર ગૌતમના વારંવાર ફોન આવતા હોવાથી ફરિયાદીના દિકરાએ ગૌતમના મોબાઇલ ફોન પ કોલ કરતાં આરોપી સોહિલે જેમતેમ વાત કરી હતી. બાદમાં ગૌતમએ સોહિલ સાથે સમાધન કરવા ફરિયાદીના મિત્રને બોલાવ્યો હતો. સામાધાનની વાત થતી હતી. ત્યારે સોહિલ અને બે અજાણ્યા વ્યક્તિઓએ ફરિયાદીના દિકરાને માર માર્યો હતો. એ ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ લઇ આગળની તપાસ કરી છે.

