લોકભાષા-ભુજ :
ભુજ તાલુકાના કોટડા ખાવડા ખાતે ખાણ ખનીજ વિભાગને બાતમી આપવાના વહેમમાં યુવાન પર બે ઇસમે ધોકાથી હુમલો કરીને કારમાં તોડફોડ કરવામાં આવી હતી. જ્યારે નખત્રાણા તાલુકાના કોટડા જડોદરમાં ગાળો ન દેવાનું કહેતા ઇસમે બે યુવકને છરીના ઘા મારી ઇજા પહોંચાડી હતી. પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ કરી છે.
ભુજ તાલુકાના રતડીયા ગામે રહેતા અભન જુમા સમા (ઉ.વ.29)એ ફરિયાદમાં જણાવ્યું હતું. કે, સોમવારે સવારે કોટડા ખવાડા ફાટક પાસે પોતાની કીયા કારથી ગયા હતા. ત્યારે ખનીજ વિભાગના તેમના ઓળખીતા મળતાં તેમની પાસે ઉભા હતા. ત્યારે ધ્રોબાણા અને કોટડા ગામના આરોપી કાસમ સીધીક સમા અને જુણસ હસન સમા ત્યા આવ્યા હતા. અને ખાણ ખનીજ વિભાગને બાતમી આપતા હોવાનો વહેમ રાખીને ફરિયાદીને માથાના ભાગે ધોકાનો ઘા માર્યો હતો. ત્યાર બાદ ફરિયાદીની કારના આગળના અને સાઇડના કાચ પર પથ્થર મારીને નૂકશાન કર્યું હતું. ખાવડા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ કરી છે. તો, બીજી તરફ નખત્રાણાના કોટડા જડોદરમાં સમીર ઇશાક જાગોરાને ફરિયાદી મહેન્દ્ર ભોજભાઇ મેરીયાએ કહ્યું કે, તુ મારા ભાઇ જગદીશને ગાળો કેમ આપે છે. તેમ કહેતા આરોપીએ ઉસ્કેરાઇ જઇને જાતિ અપમાનિત કરી ગોળો આપીને ફરિયાદીને કપાડના ભાગે છરીનો ઘા માર્યો હતો. ત્યારે ફરિયાદીને છોડાવવા અલ્તાફ ઇશાક સમેજા વચ્ચે પડતાં તેને હાથમાં છરીનો ઘા વાગ્યો હતો. નખત્રાણા પોલીસે આરોપી સામે એટ્રોસીટીની કલમ તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

