લોકભાષા-ભુજ :
ભુજ તાલુકાના સરલી ગામે આવેલી પથ્થરની ખાણમાંથી ચોરી કરી જવાના કેસમાં માનકુવા પોલીસે ગણતરીના કલાકોમાં દહિસરાના આરોપીને પકડીને ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. આરોપીના કબ્જામાંથી રૂપિયા 35,800નો ચોરાઉ મુદામલ સાથે બે લાખની ટ્રક કબ્જે કરી હતી. પુછપરછમાં અન્ય સરલી ગામના બે ચોરના નામ ખુલ્યા હતા.
સરલી અને ઝીંઝો ટીંબો વિસ્તારમાં આવેલી પથ્થરની ખાણમાં ગત 21 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો. જે અંગે બુધવારે માનકુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. દરમિયાન માનકુવા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના પગલે માનકુવા પોલીસની ટીમે દહિંસરા ગામે રહેતા અસલમ ઉર્ફે ભાલો અબ્દુલ કુંભાર (ઉ.વ.27)ને ઝડપી પાડ્યો હતો. પોલીસની પુછપરછમાં તેણે સરલી ગામના સહેજાદ સફીમામદ ઓઢેચા અને મામદ ઓઢેજા સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હોવાનું કબુલ્યું હતું માનકુવા પોલીસે આરોપીના કબ્જામાંથી લોખંડની 4 પ્લેટો, લોખંડની સાત ઘોડી, લોખંડના 4 એંગલ અને ગેસનો બાટલો, ગેસ કટર તેમજ બે લાખની ટ્રક કબ્જે કરીને અન્ય બે આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. આ કામગીરીમાં માનકુવા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.રાણા, સબ ઇન્સ્પેકટર એચ.એચ.બ્રહ્મભટ્ટ, તથા એ.એસ.આઈ. ઉપેન્દ્રસિંહ રાણા, જયપાલસિંહ જાડેજા, અશોકભાઇ ડાભી સહિતનો સ્ટાફ જોડાયો હતો.

