લોકભાષા-ભુજ :
ખાવડાના અદાણી કંપનીના આર.ઇ પાર્ક પાસે શુક્રવારે સવારે ટેન્કર અને ટ્રેઇલર સામ-સામે ધડકાભેર અથડાતાં રાજસ્થાની ડ્રાઇવરનું ગંભીર ઇજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. ખાવડા પોલીસ મથકે બદરકારીથી અકસ્માત કરનારા ટેન્કર ચલાક સામે સામે ફરિયાદ નોંધાવાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતનો બનાવ શુક્રવારે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. અદાણી કંપની ચેકપોસ્ટથી ખાવડા તરફ જતા રોડ પર મુંદરાના અંજલી ટ્રાન્સપોર્ટનું ટ્રેઇલર સળીયા ભરીને અદાણી આર.ઇ. પાર્કમાં ખાલી કરીને પરત ફરી રહ્યું હતું. ત્યારે સામેથી આવી રહેલા ટેન્કરના ચાલકે અકસ્માત કરતાં મુળ રાજસ્થાનના બારમેડના લીલાસર ગામના યુવાન ટ્રેઇલર ચાલક લક્ષ્મીનારાયણ કલારામ જાટ (ઉ.વ.23)ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેને સારવાર માટે ખાવડા સરાકરી હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃતકના કાકા સતારામ પ્રહલાદરામ જાટે ખાવડા પોલીસ મથકમાં ટેન્કરના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ખાવડા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

