લોકભાષા-ગાંધીધામ :કચ્છના નાના રણમાં ગંભીર કાર અકસ્માત સર્જાયો છે જેમા આદિપુરના 51 વર્ષીય કમલેશભાઈ આહિર અને તેમના 13 વર્ષીય પુત્ર ધર્મેશનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હોવાનુ જાણવા મળી રહ્યું છે. પરિવારના અન્ય 6 સભ્યો ઇજાગ્રસ્ત, જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનુ જાણવા મળે છે. આ પરિવાર આદિપુરથી વચ્છરાજ દાદાના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યો હતો વરણુંથી મેડક બેટ વચ્ચે ઇનોવા કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. કાર બે થી ત્રણ ગુલાટ મારતા ભયાનક દ્રશ્યો સર્જાયા હતિઆડેસર પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરાઈઆ બનાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે
વરણુંથી મેડક બેટ વચ્ચે ઇનોવા કાર પલટી જતા અકસ્માત
આદિપુરના પિતા પુત્રના મૃત્યુ : સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ
Related Posts
Add A Comment


