લોકભાષા-નલિયા :
અબડાસા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે તથા ઝાપટાં સ્વરૂપે વરસાદનું આગમન થયું છે. તાલુકાના મુખ્ય મથક નલિયા ઉપરાંત દરિયાકાંઠાના જખૌ, વાયોર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.
નલિયા અને અન્ય આસપાસના વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડતાં સમગ્ર પંથકમાં વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને બફારામાંથી રાહત મળી છે.

આ વરસાદી ઝાપટાંના કારણે વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાક માટે આ વરસાદ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તેવી આશા સાથે ધરતીપુત્રોમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે. વરસાદને પગલે આગામી દિવસોમાં કૃષિ પ્રવૃત્તિઓને પણ નવજીવન મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.
તસ્વીર : જગદીશભાઈ ભાનુશાલી


