લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ હાઇવે પર સમશાન પુલિયા નજીક આજે સવારે આશરે 8 વાગ્યાના અરસામાં ટ્રેલર અને પિકઅપ બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બોલેરોમાં સવાર 8 લેબરમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય 7 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
અકસ્મતાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગાંધીધામ હાઇવે પર ભારે વાહનોની બેફામ અવરજવર વચ્ચે અકસ્માતની આ ઘટના ફરી એકવાર માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ સામે સવાલો ઉભા કરે છે. બેફામ દોડતા ભારે વાહનો પર કડક નિયંત્રણ ક્યારે આવશે અને અકસ્માતોમાં વધુ કેટલા જીવ જશે તેવો સવાલ ઉઠી રહ્યો છે.



