લોકભાષા-ગાંધીધામ :
કચ્છ જિલ્લામાં સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સવારથી બપોર સુધીમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે, જેમાં ખાસ કરીને માંડવી તાલુકામાં આભ ફાટ્યું હોય તેમ ધોધમાર ૭ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આપેલા સત્તાવાર આંકડાઓ મુજબ, આજે બપોરે ૪ વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ ૩૮૮ મીમી (આશરે ૧૫.૫ ઇંચ) વરસાદ નોંધાયો છે, જેના કારણે ચાલુ સીઝનનો જિલ્લાનો કુલ વરસાદ ૨૮૧૮ મીમી પર પહોંચી ગયો છે.
સૌથી વધુ ૧૭૭ મીમી વરસાદ માંડવી તાલુકામાં નોંધાયો છે. માંડવીમાં આજે કુલ ૧૭૭ મીમી (આશરે ૭ ઇંચ) વરસાદ પડ્યો છે. અહીં સવારે ૮ થી ૧૦ વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં જ ૧૨૭ મીમી (૫ ઇંચ) જેટલો ભારે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હતા. માંડવીનો મોસમનો કુલ વરસાદ હવે ૩૩૫ મીમી થયો છે. અબડાસા અને મુંદ્રામાં પણ સારો વરસાદ વરસ્યો હતો અબડાસા તાલુકામાં આજે કુલ ૫૩ મીમી (આશરે ૨ ઇંચ) વરસાદ નોંધાયો છે. અહીં બપોરે ૧૨ થી ૨ વાગ્યા દરમિયાન ૨૬ મીમી વરસાદ પડ્યો હતો. અબડાસાનો કુલ વરસાદ ૧૭૨ મીમી થયો છે.
જ્યારે મુંદ્રા તાલુકામાં પણ આજે મેઘમહેર રહી હતી અને કુલ ૪૦ મીમી વરસાદ નોંધાયો હતો, જેમાં સવારે ૮ થી ૧૦ દરમિયાન ૨૦ મીમી વરસાદ પડ્યો હતો. મુંદ્રાનો કુલ વરસાદ ૨૮૯ મીમી થયો છે.
નખત્રાણા અને ભુજમાં નોંધપાત્ર ઝાપટાં પડ્યા હતા. નખત્રાણામાં સવારથી બપોર સુધી સતત ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો. આજે અહીં કુલ ૩૩ મીમી વરસાદ પડ્યો છે, જેનાથી અહીંનો કુલ વરસાદ ૨૩૦ મીમી થયો છે. જ્યારે જિલ્લા મથક ભુજમાં સવારે ૬ થી ૧૦ વાગ્યા દરમિયાન સારો વરસાદ પડ્યો હતો. ભુજમાં આજે કુલ ૩૨ મીમી વરસાદ નોંધાતા મોસમનો કુલ વરસાદ ૨૭૨ મીમીએ પહોંચ્યો છે.
લખપત, અંજાર અને ગાંધીધામમા મેઘમહેર રહી હતી. લખપત તાલુકામાં આજે કુલ ૨૩ મીમી વરસાદ પડ્યો છે, જેના કારણે ત્યાં મોસમનો કુલ વરસાદ ૧૭૯ મીમી થયો છે. ગાંધીધામમાં સવારના સમયે વરસાદી ઝાપટાં પડ્યા હતા. આજે અહીં કુલ ૧૬ મીમી વરસાદ નોંધાયો છે અને કુલ વરસાદ ૨૯૯ મીમી થયો છે. અંજાર તાલુકામાં સવારે ૬ થી ૧૦ દરમિયાન વરસાદ પડ્યો હતો. આજે અંજારમાં કુલ ૧૪ મીમી વરસાદ સાથે સીઝનનો કુલ વરસાદ ૨૯૯ મીમી થયો છે.
રાપર અને ભચાઉ કોરા રહ્યા હતા. આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ વાગડ પંથકના રાપર અને ભચાઉ તાલુકામાં બપોરે ૪ વાગ્યા સુધી વરસાદનું એક પણ ટીપું નોંધાયું નથી. જોકે, અગાઉના સારા વરસાદને કારણે રાપરનો કુલ વરસાદ ૪૨૭ મીમી (જિલ્લામાં સૌથી વધુ) અને ભચાઉનો કુલ વરસાદ ૩૧૬ મીમી પર યથાવત છે.
કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
માંડવીમાં સૌથી વધુ ૭ ઇંચ ખાબક્યો, જિલ્લામાં મોસમનો કુલ વરસાદ ૨૮૧૮ મીમી નોંધાયો
Previous Articleકચ્છ પર મેઘરાજા ઓળઘોળ
Next Article કચ્છમાં આગામી ૨૪ કલાક ભારે
Related Posts
Add A Comment


