લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ એલ.સી.બીએ પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વાહન ચોરીના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે એકાદ મહિના અગાઉ કુકમાં ગામમાંથી ચોરી થયેલ હોન્ડા એચ.એફ.ડીલક્ષની સદામ હારૂન ખલીફા ૨હે. રોટરીનગર અંજાર વાળાએ ચોરી કરેલ છે અને આ બાઈક લઇને વીડીથી અંજાર તરફ વેચવા માટે આવવાનો છે. જેથી એલ.સી.બી. ટીમે વોચમાં રહી આરોપી સદામ હારૂન ખલીફા ઉ.વ. ૩૨ ૨હે. હાલે રોટરીનગર, અંજાર મુળ રહે. કાળી તલાવડી તા.ભુજને અટકાવી પૂછપરછ કરતાં આરોપીએ ચોરીની કબુલાત કરી હતી પોલીસે હોન્ડા કંપનીનુ બાઈક નં. જીજે-૧૨-એચએ-૯૨૨૨ કિંમત રૂપિયા 50હજારને કબ્જે લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

