લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ એલ.સી.બીએ ભચાઉ શહેરમાં થયેલી ઘરફોડ ચોરીના આરોપીને ચાર મોબાઇલ સહિતના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ઘરફોડ ચોરીના આરોપી અંગે બાતમી મળી હતી. આશરે પંદરેક દિવસ અગાઉ રાત્રિના ભચાઉ શહેરના રહેણાંક મકાનની અંદરથી એક મોટરસાયકલ તેમજ મોબાઈલ ફોનની ચોરી થઈ હતી. જે ચોરી મનિષ ધમાભાઈ દેવીપુજક રહે. હારીજ બસ સ્ટેશનની પાછળ પાટણ વાળાએ કરેલ અને આરોપી હાલે વરસાણા બ્રીજ બાજુ પગે ચાલીને આવી રહ્યો છે તેવી બાતમીના આધારે વોચ ગોઠવી આરોપી મનિષ ધમાભાઈ દેવીપુજક રહે. હાલે હારીજ બસ સ્ટેશનની પાછળ તા.હારીજ જી.પાટણને પકડી પાડી પુછપરછ કરતા ભચાઉ ખાતે થયેલ ઘરફોડ ચોરીની કબુલાત કરી હતી.
પૂર્વ કચ્છ એલ.સી.બીએ આ કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી મોબાઈલ નંગ-૪ કિંમત રૂપિયા ૧૮૦૦૦ કબજે કર્યા હતા આ કામગીરીમાં એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઈન્સપેકટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફ જોડાયો હતો.


