લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ એસઓજીએ આશરે એક લાખથી વધુની કિંમતના માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડયા હતા.
પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ટીમને આરોપી મુકેશ નરેશભાઈ રાય અને મિથુનકુમાર છોટન યાદવ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખી ગેરકાયદે વેચાણ ક૨તા હોવાની બાતમી મળી હતી. જેથી પૂર્વ કચ્છ એસઓજીની ટીમ દ્વારા આરોપી મુકેશ નરેશભાઈ રાય ઉવ ૧૯ હાલે રહે અંબિકા સ્કીમ – ૨ પ્લોટ નંબર ૭૩૦ સર્વે નંબર ૫૨૮ વર્ષામેડી સીમ તા.અંજાર મુળ રહેગામ નયા ટોલા સબનીમા થાના અથમલગોલા જી.પટના બિહાર અને મિથુનકુમાર છોટન યાદવ ઉવ ૨૩ હાલે રહે અંબિકા સ્કીમ – ૨ પ્લોટ નંબર ૭૩૦ સર્વે નંબર પર૮ વર્ષામેડી સીમ તા.અંજાર મુળ ગામ પ્રણાવા વિગહા પોસ્ટ ગોપલબાદ સ૨મેરા જી.નાલંદા બિહારના વર્ષામેડી સીમમા આવેલા રહેણાંકના મકાનમાં રેઈડ કરી તપાસ ક૨તા તેઓના પાસેથી માદક પદાર્થ ગાંજો વજન ૧૨.૭૦૦ કિલોગ્રામ કિંમત રૂપિયા ૧,૨૭,૦૦૦નો મુદ્દામાલ મળી આવતા બને આરોપીઓ વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામા આવી હતી.
આ ગુનામાં વેચાણ કરવા આપનાર અન્ય એક આરોપી બલુ યાદવ રહે ઓરીસ્સાનુ નામ ખુલતા તેના વિરુદ્ધ પણ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે
જ્યારે પકડાયેલ આરોપીઓ પાસેથી ગાંજો વજન ૧૨.૭૦૦ કિલો ગ્રામ કિંમત ૧,૨૭,૦૦૦, મોબાઈલ ફોન નંગ-૦૨ કિંમત રૂપિયા ૨૦,૦૦૦, અપાચી મો.સા.-૦૧ કિંમત રૂપિયા ૧૦૦૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૨,૪૭,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ કામગીરીમાં એસ.ઓ.જી. પો.ઈન્સ. ડી.ડી.ઝાલા તથા પો.સ.ઈ. વી.પી.આહીર તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો.


