લોકભાષા-ગાંધીધામ :
ગાગોદર પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પોલીસ ઈન્સપેક્ટર વી.એ.શેંગલને ખાનગી રાહે બાતમી મળી હતી કે કાનમેર ગામે જીવણીસતી માતાજીના મંદીર ની સામે આવેલ ખુલ્લી જગ્યામા અમુક ઇસમો ગંજીપાનાનો પૈસાની હારજીતનો જુગાર રમે છે.
પોલીસે બાતમીના આધારે રેઈડ ક૨તા જીવણીસતી માતાજીના મંદીરની સામે આવેલ ખુલ્લી જગ્યામા ગોળ કુંડાળુ વાળી ગંજીપાના વડે જુગાર રમતા આરોપીઓ ભરતભાઈ છગનભાઈ ગોહીલ ઉ.વ.૩૮ રહે.કાનમેર તા.રાપર કચ્છ, હરેશભાઈ જેસાભાઈ કોલી ઉ.વ.30 રહે.રહાડીપાટીયા (કાનમેર) તા.રાપર કચ્છ, રોહિત ડાયાભાઈ ખવાસ ઉ.વ.૩૮ રહે.કાનમેર તા.રાપર કચ્છ, ૨મજાન આમદ સમેજા ઉ.વ.૨૫ રહે.કાનમેર તા.રાપર કચ્છને રોકડા રૂપિયા ૧૧,૧૫૦,
મોબાઈલ ફોન નંગ-૦૨ કિંમત રૂપિયા ૧૦,૦૦૦, મોટર સાયકલ નંગ-૦૧ કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળી કુલ્લ રૂપિયા ૪૧,૧૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા
જ્યારે આરોપીઓ મહેશ કરમશી કોલી રહે.ગાગોદર તા.રાપર કચ્છ, અલ્તાફ કાદર ઘાંચી રહે.કાનમેર તા.રાપર કચ્છ, સોમા સુજા વાઘેલા રહે.કાનમેર તા.રાપર કચ્છ, ચંદન જોગા ગોહીલ રહે.કાનમેર તા.રાપર કચ્છ, ધર્મેદ્ર રામજી ગોહીલ રહે.કાનમેર તા.રાપર કચ્છ નાસી ગયા હતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ.શેંગલ તથા ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.


