લોકભાષા-ગાંધીધામ :
કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા દાહોદમાં માત્ર 6 વર્ષની નાની દીકરી ઉપર તેની જ શાળાના આચાર્યએ બળાત્કારની કોશિષ કરી હતી તેનો વિરોધ વ્યક્ત કરી ગાંધીધામની ગાંધી માર્કેટ ખાતે એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું
ગાંધીધામ ગાંધી માર્કેટ ખાતે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા દાહોદમાં બનેલી માત્ર 6 વર્ષની નાની દીકરી ઉપર તેની જ શાળાના આચાર્યએ બળાત્કાર કરવાની કોશિશ દરમિયાન બાળકી રડવા લાગી તથા ચીશો પાડવા લાગી ત્યારે તે નરાધમ તે બાળકીનું ગળું દબાવીને રાક્ષસી આચાર્યએ હત્યા કરી હોવાન આક્ષેપ કર્યો હતો. અને આ નરાધમને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગ કરાઈ હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ફોટા દહન કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય વાલજીભાઈ દનિચા, ભરતભાઈ સોલંકી, નીતેશભાઈ લાલણ, હકુભા જાડેજા, ભરતભાઈ ગુપ્તા સંજયભાઈ ગાંધી, ચેતનભાઇ જોશી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ કલ્પનાબેન જોશી, મહામંત્રી શેરબાનુ ખલીફા, મંત્રી કિરણબેન પોકાર, કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ રાધા સિંહ ચૌધરી, ખમાબા ઝાલા, ઉમાબેન સૈની, કોકીલાબેન ઘેડા, નિશાબેન ભાટીયા, નમનબેન ખાલસા, નજમાબેન અન્સારી, સીમાબેન રોય, સલમાબેન અન્સારી, ગુડિયાબેન, મનીષભાઈ ભાટીયા, સબીરભાઈ કુરેશી, જમાલ સયચા પ્રેમભાઈ પરયાણી, નવીનભાઈ અબચુગ, યશભાઈ ધનજીભાઈ મહેશ્વરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા