રાજકોટ,
સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા દોઢ વર્ષમાં પીજીવીસીએલ દ્વારા અધધ ૨.૫૪ અબજ (૨૫૪ કરોડ)થી વધુની વીજચોરી પકડી પાડવામાં આવી છે, જેમાં અંજારમાં સૌથી વધુ વીજચોરી થતી હોવાનું સામે આવ્યું છે. હવે દરેક જગ્યાએ ડ્રોનથી વીજચોરી પકડવાનું ફુલપ્રૂફ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વીજમીટરના જીપીએસ મેપિંગથી વીજળીની ચોરી પકડી પાડવાનું પણ આયોજન છે. પાવર ચોરી અટકાવવા પીજીવીસીએલ દ્વારા પણ નવું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. આ માટે હવે સમગ્ર પ્રદેશના ૫૯ લાખ વીજ ગ્રાહકોના મીટરનું જીપીએસ મેપિંગ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેની ૯૦ ટકા કામગીરી પૂરી થઈ જતાં હવે કોઈપણ ગ્રાહક પાવર ચોરી કરશે તો તેની સીધી માહિતી વડી કચેરીને મળી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટ પીજીવીસીએલ દ્વારા રાજકોટ શહેર અને ગ્રામ્ય મળી ૧૨ સર્કલમાં વીજચોરીના આંકડા જાહેર થયા છે, જેમાં છેલ્લા દોઢ વર્ષના ૨૫૪ કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે, જેમાં એપ્રિલ ૨૦૨૩થી માર્ચ ૨૦૨૪ સુધીમાં ૫,૦૭,૬૩૨ વીજમીટરની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૮૧,૯૯૯ વીજમીટરમાં ચોરી થતી હોવાનું સામે આવતા રૂ. ૨૫૩૮૨.૧૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે એપ્રિલ ૨૦૨૪થી ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં ૧,૧૩,૩૯૬ વીજમીટર ચેક કરવામાં આવ્યાં હતાં, જેમાંથી ૧૩,૬૩૬ વીજમીટરમાં ચોરી થતી હોવાનું સામે આવતાં રૂ. ૬૭૨૭.૪૬ લાખનો દંડ ફટકારી આકરી કાર્યવાહી કરવામાં આવી હતી.સૌરાષ્ટ્ર-કચ્છમાં પાવરલોસ ઘટાડવા માટે તાજેતરમાં કોર્પોરેટ કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી, જેમાં પીજીવીસીએલ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરી આગામી દિવસોમાં ચેકિંગ ટીમોને દરોડા અને વીજચોરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ખાસ કરી હાઈલોસવાળા વિસ્તારો, ગામો, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારોની અલગ યાદી તૈયાર કરવામાં આવી છે. વીજ કંપની દ્વારા કયા ફીડરમાં કેટલો લોસ અને લોડ છે તેવા ફીડરોની માહિતી એકત્ર કરવામાં આવી છે, જેથી આ પ્રકારના ફીડરમાં લોસ ઘટાડવા માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી શું કરી શકાય એના પર ચર્ચા કરવામાં આવી હતી. વીજ કંપની દ્વારા વીજચોરી પકડવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલ દ્વારા અગાઉ કચ્છમાં પ્રોજેક્ટ સ્વરૂપે વીજચોરી પકડી પાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરમિયાન હવે વધતી જતી વીજચોરી પકડી પાડવા માટે રાજકોટ શહેર, ગ્રામ્ય સહિત સૌરાષ્ટ્રમા ડ્રોનની મદદથી વીજચોરી ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામા આવશે. આ ઉપરાંત જ્યાં સૌથી વધુ વીજ વપરાશ થતો હશે ત્યાં ખાસ વીજ ચેકિંગ કરવામા આવશે.
સર્કલનું નામ વીજ જાેડાણ ચકાસણીની સંખ્યા વીજચોરીની સંખ્યા દંડની રકમ (લાખમાં)
રાજકોટ શહેર ૬૮૪૫૮ ૭૭૪૫ ૧૬૯૦.૪૬,રાજકોટ ગ્રામ્ય ૫૯૫૭૦ ૮૩૭૫ ૨૩૬૧.૮૭,મોરબી ૪૧૩૭૬ ૫૮૧૪ ૧૫૮૮.૫૯,પોરબંદર ૪૪૪૭૭ ૬૨૭૦ ૮૧૬.૦૭,જામનગર ૩૫૭૯૪ ૮૭૭૨ ૩૨૧૩.૫૫,ભુજ ૩૯૮૨૨ ૩૦૯૮ ૧૩૫૫.૭૪,અંજાર ૨૧૨૮૬ ૩૭૦૭ ૩૫૪૮.૯૧,જૂનાગઢ ૪૭૩૫૦ ૬૯૯૭ ૧૪૭૨.૫,અમરેલી ૩૪૯૮૪ ૬૬૮૬ ૧૫૦૦.૫૯,બોટાદ ૩૦૦૫૪ ૬૧૩૪ ૧૪૭૮.૫૧,ભાવનગર ૩૭૦૯૬ ૯૪૮૯ ૨૯૯૧.૬૧,સુરેન્દ્રનગર ૪૭૩૬૫ ૮૯૧૨ ૩૩૬૩.૭૨,કુલ ૫૦૭૬૩૨ ૮૧૯૯૯ ૨૫૩૮૨.૧૧,
પીજીવીસીએલ“કાશી” મોડેલ અપનાવીને હવે અપગ્રેડ થઇ રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રાઇવેટ પ્રોજેક્ટના ભાગરૂપે હવે રાજકોટ અને ગાંધીનગરમાં અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક ઊભું કરવામાં આવશે. જાે આ પ્રોજેક્ટ સફળ થશે તો આવનારા સમયમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અંડરગ્રાઉન્ડ નેટવર્ક ઊભું કરવાનું આયોજન છે. જાે આમ થશે તો વીજચોરી અને લાઇટ જવાની સમસ્યા ભૂતકાળ બનશે અને વીજધારકોની વીજ સંબંધિત સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.પીજીવીસીએલ હવે પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે કાશી મોડેલની માફક અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક ઊભું કરવા જઈ રહ્યુ છે. અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક ઊભું કરવાના આ પ્રોજેક્ટમાં પ્રાથમિક તબક્કે રાજકોટ શહેર અને ગાંધીધામની પસંદગી કરવામાં આવી છે, જેમાં રાજકોટના ૨ રાજમાર્ગ સહિત ૮ વિસ્તારમાં રૂ.૧,૨૨૩ કરોડના ખર્ચે ૧,૦૦૦ કિલોમીટરનું તો ગાંધીધામમાં રૂ.૩૦૦ કરોડનાં ખર્ચે ૪૦૦ કિલોમીટરમાં અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક ઊભું કરવાનુ કામ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. જેનાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સામે આવતી સૌથી વધુ વીજચોરીની ઘટનાઓ પર રોક લાગી જશે તેમજ ભારે પવન સાથે વરસાદ કે વાવાઝોડા સમયે વીજળી ડૂલ થઈ થવાની સમસ્યા નહિવત્ બની જશે.વીજપોલ ધરાશાયી થવાની તેમજ ટીસી બંધ થવાની ઘટનાઓ જ નહીં બનતાં ઁપીજીવીસીએલની કામગીરી પણ ઘટી જશે અને મેઇન્ટેનન્સ પાછળ થતા ખર્ચનો પણ બચાવ થશે. વીજપોલ પરના જીવતા વિજ વાયરોને ભૂલથી અડી જતા લોકો અને વીજપોલ રિપેરિંગ કરવા વીજકર્મીઓના જીવ જવાની ઘટનાઓ પણ બંધ થઈ જશે.
કચ્છ-સૌરાષ્ટ્રમાં છેલ્લા દોઢ વર્ષમાં ૨૫૪ કરોડથી વધુની વીજચોરી પકડાઈ
Previous Articleસોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા બુલડોઝરવાળી
Next Article ગુજરાતમાં ભાદરવો ભરપૂર! આજે ૭૩ તાલુકામાં મેઘમહેર થઇ
Related Posts
Add A Comment


