લોકભાષા-ભુજ :
રાજ્ય સરકારના આદેશ અનુસાર હાલ સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ તેમજ સફાઈ ઝુંબેશ જેવા કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે તા. ૦૨/૧૦/૨૦૨૪ ના રોજ ભુજ નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે બસ સ્ટેશન, ટાઉનહોલ, જ્યુબીલી સર્કલ, જી.કે. જનરલ હોસ્પિટલ સુધી જાહેરમાં ગંદકી કરતા ઇસમો ને દંડ કરવામાં આવેલ હતું. અંદાજીત ૨૭ જેટલા ઇસમોને દંડ કરવામાં આવ્યું હતું ને આશરે કુલ ૫૪૦૦-૫૫૦૦ જેટલો દંડ વસુલવામાં આવ્યું હતું. આ કામગીરી હજુ આગળ પણ ચાલુ રહેશે. જેથી કરીને શહેરીજનોને તેમજ લારી ગલ્લા વાળા તેમજ દુકાનદારોને જાહેરમાં ગંદકી ના કરવા અપીલ કરવામાં આવે છે અન્યથા હજુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે
આ સમગ્ર કામગીરી ચીફ ઓફીસર જીગરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, સેનિટેશન શાખાના ઇન્સ્પેક્ટર મીલન ગંધા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

