લોકભાષા-ગાંધીધામ :
નવરાત્રી દરમિયાન કેફીપીણુ પીધેલા સામે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીધામ એ-ડિવીઝન પોલીસે નોરતા દરમ્યાન ડ્રીંક એન્ડ ડ્રાઈવની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં કેફિપીણુ પીધેલા આરોપીઓ કરશન હરથાનભાઈ રબારી, રાહુલ કિર્તીભાઈ ઠક્કર અને પ્રવીણ શેખરભાઈ રેડીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નવરાત્રી તહેવાર નિમીતે દરેક પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓને સુરક્ષા મળી ૨હે તે માટે શી ટીમની રચના કરવામાં આવી છે નવરાત્રી દરમ્યાન નિમણુંક કરેલ શી ટીમના કર્મચારીઓ દ્વારા ગાંધીધામ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં થતી ગરબીઓની આજુબાજુ પેટ્રોલીંગ દરમિયાન આરોપી શિવમ હરેશભાઈ પંડયા અને મયંક નિતીનભાઈ ગોરને કેફિપીણુ પીધેલી હાલતમાં ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અંજાર શી ટીમ દ્વારા પણ કેફીપીણુ પીધેલા શખ્સને ઝડપી લીધો હતો નવરાત્રી દરમિયાન પૂર્વ કચ્છ પોલીસ દ્વારા મહિલાઓની સલામતી માટે તૈયાર કરવામાં આવેલી શી ટીમ દ્વારા જુદી જુદી ગરબી મંડળ પર પેટ્રોલિંગ કરવામાં આવે છે અને સામાજિક તત્વો મહિલાઓની પરેશાન ન કરે તે માટેની કામગીરી કરવામાં આવે છે અંજાર શહેરમાં નિયુક્ત શી ટીમ દ્વારા આરોપી શામજી રૂપાભાઈ રબારી ને કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી


