લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ પોલીસે બાતમીના આધારે ખારીરોહર નજીકથી કોકીનનો જથ્થો ઝડપી પાડ્યો હતો અગાઉ પણ આ જ વિસ્તારમાંથી મોટો કોકીનનો જથ્થો બિનવારસુ મળી આવ્યો હતો ત્યારે બીજી વખત આ જ વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે ખારીરોહર કોસ્ટલ વિસ્તારમાં તપાસ કરતા બિનવારસુ 10 પેકેટ મળી આવ્યા હતા જેની ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી 10 પેકેટમાં આશરે 120 કિલો અંદાજે કિંમત 120 કરોડનો કોકીન-ડ્રગ્સનો જથ્થો પોલીસે કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પૂર્વક કચ્છ એસપી સાગર બાગમારએ જણાવ્યું હતું કે ખારીરોહર કોસ્ટલ વિસ્તારમાંથી બિનવારસુ 10 પેકેટ મળી આવ્યા હતા જે અંગેની તપાસ કરવામાં આવી છે અગાઉ પણ આ વિસ્તારમાંથી 82 પેકેટ અંદાજે 820 કરોડના ડ્રગ્સનો જથ્થો પોલીસે બિનવારસુ ઝડપી પાડ્યો હતો એ જ વિસ્તારમાંથી ફરીથી ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ દ્વારા અલગ અલગ એંગલથી તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે.


