લોકભાષા-ગાંધીધામ :
પધ્ધર પોલીસે કનૈયાબે સીમમા આવેલા મોબાઇલ ફોન ટાવરની બેટરી ચોરીના આરોપીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક આરોપીનુ નામ ખુલતા તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
પધ્ધર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. રામસંગજી સોઢા તથા પો.હેડ કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજાને સયુક્ત બાતમી મળી હતી કે, કનૈયાબે સીમ વિસ્તારમાં આવેલ મોબાઇલ ફોન ટાવરની બેટરી ચોરીને અંજામ આપનાર અને ચોરી સમયે સ્થાનિકેથી કબ્જે કરવામાં આવેલ મોટર સાઇકલ રજી.નંબર-GJ-12-HC- 2061નો માલિક અલ્તાફ અલ્લારખા શેખ રહે. કનૈયાબે તા.ભુજ વાળો અંજાર ખાતેથી પોતાના ગામે આવવા સફેદ કલરની રિક્ષામાં બેસી નિકળી ગયેલ છે જેથી તેને પકડી પાડવા કનૈયાબે ગામથી ખોખરા જતા રોડ પર પોલીસ વોચમાં રહેતા બાતમી મુજબની રીક્ષા આવતા રિક્ષા રોકાવી તપાસ કરતા આરોપી અલ્તાફ અલ્લારખા શેખ રહે. કનૈયાબે તા.ભુજ વાળો મળી આવેલ જેને પુછપરછ કરતા ચોરીની કબુલાત કરતા આરોપીની ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.
જયારે આ ગુનામાં આરોપી અકબર અલ્લારખા શેખ રહે.જુના કનૈયાબે, વથાણચોક પાસે તા.ભુજનુ નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.


