લોકભાષા-ગાંધીધામ :
ભચાઉ નજીકની પ્લાયવુડ કંપની તરફ જતા માર્ગને ખોદી અવરોધ ઉભો કરતા હોવાની નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા
આ અંગે મળતી વિગતો મુજબ ભચાઉ નજીક આવેલી પ્લાયવુડ કંપની તરફ જતા માર્ગને ખોદી પ્લાયવુડ કંપનીઓના ઉદ્યોગપતિઓને પરેશાન કરવામાં આવતા હોવાની ભચાઉ પોલીસ મથકે પ્લાયવુડ કંપનીના સંચાલક દ્વારા તાજેતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ અંગે ઘણા સમયથી વિવિધ ચાલી રહ્યો છે ત્યારે પ્લાયવુડ કંપનીના માલિક દ્વારા વિધિવત ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન આરોપીઓ રફીક રમજુ રાયમા, શબ્બીર કેશર નારેજા, અબ્દુલ મામદ લંધા, અક્રમ કરીમ ધોના અને સમીર નુરમામદ સિંધીને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

