લોકભાષા-ગાંધીધામ :
પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મનોજસિંહ ઉર્ફે પપુ ભાસકરસિંહ રાજપુત મુંબઈથી ટ્રેન મારફતે મોટી ટ્રોલી બેગમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો લાવેલ છે અને તેના મળતીયા આરીફ ચોહાણ સાથે મળી આ જથ્થાને સગેવગે કરવાની ફીરાકમાં છે અને તે બન્ને હાલે ક્લીક હોટલની પાસે રોડ પર છે.
આ બાતમીના આધારે તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની તથા ૧ લીટરની કુલ્લે બોટલો નંગ-૯૦ કિંમત રૂપિયા ૫૭,૯૮૩, મોબાઇલ ફોન નંગ ૦૧ કિંમત રૂપિયા ૫૦૦૦ સાથે આરોપી આરીફ ઓસમાણ ચોહાણ ઉ.વ. ૨૪ ધંધો મજુરી રહે બાપા દયાળુનગર દાદુપીર રોડ ભુજને ઝડપી પાડ્યો હતો જ્યારે આરોપી મનોજસિંહ ઉર્ફે પપ્પુ ભાસકરસિંહ રાજપુત અને નાજીરખાન પઠાણ રહે ભીડનાકા પાસે ભુજ સ્થળ ઉપરથી મળી આવ્યા ન હતા ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


