લોકભાષા-ગાંધીધામ :
ચોરી કે છળકપટથી મેળવેલ બાયોડીઝલના જથ્થા સાથે એક શખ્સને પૂર્વ કચ્છ એસઓજીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી
પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલીંગ હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે, માઉન્ટ વે હોટલ સામે રોડની સાઈડમા ઉભેલી એક ટેન્કરમા બાયોડીઝલ છે.
એસઓજીએ સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા ટેન્કર નં. GJ 12 AT 6740 ઉભી હતી જેના ડ્રાઈવર ધનુભા ભીખુભા જાડેજા રહે. રવેચીનગર અંતરજાળની પુછપરછ બાદ ટેન્કરની તપાસ કરતા ટેન્કરના તમામ પાંચ ખાનાઓમા બાયો ડીઝલનો જથ્થો આશરે ૨૫૦૦૦ લીટર મળી આવ્યો હતો.
પોલીસે બાયોડીઝલ એક લીટ૨ની કીમત રૂપિયા ૮૫ ગણી ૨૫૦૦૦ લીટર બાયો ડીઝલની કિંમત રૂપિયા ૨૧,૨૫,૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
ટેન્કર ચાલક પાસે આ મુદ્દામાલ અંગે આધાર પુરાવા કે હાલના નિયમોનુસાર ઈ.વે બીલ કે માલીકી અંગેના કોઈ આધાર પુરાવા માંગતા પોતાની પાસે કોઈ બીલ કે આધાર પુરાવા ન હોવાનું જણાવતા જેથી આ કામે ઉપયોગમાં લીધેલ ટેન્કર નંબર GJ 12 AT 6740 વાળાની કીમત રૂપિયા ૧૫,૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૩૬,૨૫,૦૦૦નો મુદ્દામાલ ચોરી કે છળકપટથી મેળવેલ હોય જેથી તમામ મુદામાલ બી.એન.એસ.એસ એકટ ૧૦૬ મુજબ તપાસ અર્થે કબજે કરી મજકુર ઇસમોને કલમ ૩૫(૨) (ઈ) મુજબ અટક કરી ગાંધીધામ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ કામગીરીમાં એસ.ઓ.જી.પોલીસ ઈન્સપેકટર ડી.ડી.ઝાલા તથા પો.સબ ઇન્સ. વી.પી.આહીર તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો.


