લોકભાષા-ગાંધીધામ :
વાગડમા ટુંકા સમયમાં ફરી એક સાથે આઠ મંદિરોને નિશાન બનાવ્યા હતા. કાનમેરમા આઠ મંદિરોમા ચોરીથી ભકતોમા આક્રોશની લાગણી વ્યાપી છે જાણે વાગડના મંદિરોને નિશાન બનાવી પોલીસને તસ્કર ટોળકીએ પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે
વાગડમા તસ્કરોએ વધુ આઠ મંદિરોને નિશાન બનાવ્યા હતા. કાનમેરમા જુદા જુદા વિસ્તારોમાં આઠ મંદિરોના તાળા તુટયા હતા. મંદિરમા ચોરીના બનાવથી ભક્તોમા રોષની લાગણી વ્યાપી છે. પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
થોડા સમય પહેલાં જ વાગડમા તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો એક જ રાત્રીમા ત્રણ ગામના નવ મંદિરોને નિશાન બનાવી ચોરી કરી હતી. ચિત્રોડ, જેઠાશ્રી અને મેવાસા ગામના મંદિરોને તસ્કરોએ મોડી રાત્રે નિશાન બનાવી ચોરી કરતા ભકતોમા નારાજગી ફેલાઈ હતી ત્યારે વાગડના વધુ એક ગામમાં આઠ મંદિરોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા તાજેતરમાં જ ત્રણ ગામમા તસ્કરો દ્વારા સામુહિક નવ જેટલા મંદિરોને નિશાન બનાવી ચોરી કરી પોલીસને પણ જાણે પડકાર ફેંક્યો હતો. જેનો ભેદ હજુ ઉકેલાયો નથી. સવારમા મંદિર જતા શ્રદ્ધાળુઓને જાણ થતાં ગામના આગેવાનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પણ ફરિયાદ નોંધી તસ્કરોના સગડ મેળવવા કવાયત હાથ ધરી છે.
અગાઉ થયેલી મંદિર ચોરીના તસ્કરો ઝડપાયા નથી ત્યા એક જ ગામના આઠ મંદિરોમા ચોરીના બનાવે સનાતન પ્રેમીઓમા નારાજગી સાથે આક્રોશની લાગણી ફેલાઈ છે


