લોકભાષા-ભુજ :
મુંદરાના પ્રાગપર ચોકડી પર સ્થાનિક પોલીસે નંબર પ્લેટ વીનાની શંકાસ્પદ મોટર સાયકલ સાથે આદીપુરના યુવકને પકડી પાડી પુછપરછ હાથ ધરી છે.
પ્રાગપર પોલીસની ટીમે પેટ્રોલીંગ દરમિયાન રવિવારે પ્રાગપર ચોકડી પાસેથી આગળ પાછળ નંબર પ્લેટ લગાડ્યા વીનાની મોટર સાયકલ સાથે આદીપર રહેતા ગોવિંદ ખેરાજ ગઢવી નામના 22 વર્ષના યુવાનને અટકાવીને મોટર સાયકલના કાગળો અને આધાર પુરાવાઓ માંગણાં તેની પાસે ન હોવાથી મોટર સાયકલ ડીટેઇન કરી યુવકની અટકાયત કરીને આગળની તપાસ કરી છે.

