લોકભાષા-ભુજ :
માંડવી પોલીસ મથકમાં ઘાતક હુમલો કરવાના કેસમાં ગુજસીટોક હેઠળ ચાર આરોપીઓને જેલમાં ધકેલી દેવાયા હતા. જેમાં કુખ્યાત ગુનેગાર પુનશી આલા ગઢવીના ભાઇ હરી આલા ગઢવીએ ભુજની સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરતાં કોર્ટે જામીન અરજી ના મંજુર કરી હતી.
ગત 16 નવેમ્બરની રાત્રીના માંડવી તાલુકાના પાંચોટીયા ગામના પુનશી આલા ગઢવી, હરી આલા ગઢવી, મોટી ભુજપુરના શામળા થારૂ ગઢવી, ઝરપરાના ગોપાલ રામ મીંઢાણી (ગઢવી) નામના ચાર શખ્સો ધાતક હથિયારો સાથે માંડવી પોલીસ સ્ટેશનમાં ધસી જઇને પીએસઓ, હેડ કોન્સ્ટેબલ સહિતના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ ગુનામાં આરોપીઓની ધરપકડ થયા બાદ પશ્ચિમ કચ્છ પોલીસે પ્રથમ વખત ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજસીટોક)નોં ગુનો નોંધ્યો હતો. પકડાયેલા ચાર ગુનેગારો પૈકી હરી આલા ગઢવીએ શુક્રવારે ભુજની સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકતાં અદાલતે આરોપીની જામીન અરજી ના મંજુર કરી હતી. આ કેસમાં સરકારી તરફે જિલ્લા સરકારી વકીલ એચ.બી.જાડેજાએ હાજર રહીને દલીલો કરી હતી.

