લોકભાષા-ભુજ :
નખત્રાણા તાલુકાના ચરાખડા ગામે આયેલી અયાના કંપનીમાં ખાટલા પર સુતેલા યુવક પર બલ્કર વાહન ચડી જતાં ગંભીર ઇજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. નખત્રાણા પોલીસ મથકે વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવાઇ છે.
ચરાખડા ગામે રહેતા નુરમામદ સુમાર સોરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બનાવ ગત 13 ડીસેમ્બરના સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં રોજ બન્યો હતો. તેમનો નાનો ભાઇ રમજાન સુમાર સોરા (ઉ.વ.41) ચરાખડા ગામે આવેલી અયાના કંપનીમાં ખાટલા પર સુતો હતો. ત્યારે બલ્કર જેવા એજક્ષ વાહનના ચાલકે બેદરકારીથી વાહન ચલાવીને ફરિયાદીના ભાઇને અડફેટે લઇ માથા અને પગમાં ઇજા પહોંચાડીને મૃત્યુ નીપજાવ્યું હતું. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ કરી હતી.

