લોકભાષા-ભચાઉ :
ભચાઉના રામવાડી વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા હતા અને એક સાથે ત્રણ રહેણાંક મકાનમાંથી રોકડ અને માલમત્તાની ચોરી કરી હતી.
ભચાઉ રામવાડી વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો છે રામવાડી વિસ્તારમાં ત્રણ ઘરના તાળા તોડી ચોરી કરવામાં આવી હતી રોકડ તથા માલમતાની ચોરી થઈ હોવાનું જાણવા મળે છે. જો કે ત્રણ નિશાચરો સીસીટીવી કેમેરામાં દેખાયા હતા.
આ બનાવની મળતી વિગતો મુજબ ભચાઉના રામવાડી વિસ્તારમાં ઠંડીનો લાભ લઈ તસ્કર ટોળકી ત્રાટકી હતી અને એક સાથે ત્રણ રહેણાંક મકાનને નિશાન બનાવી રોકડ રૂપિયા અને માલમત્તાની ચોરી કરી નાસી છુટયા હતા. જો કે સીસીટીવી કેમેરામાં ત્રણ શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું દેખાય છે. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તસ્વીર : રાજેશ ગોસ્વામી


