લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામમા સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને વીશ વર્ષની સજા ફટકારતો ગાંધીધામની એડીશનલ કોર્ટે ચુકાદો આપ્યો હતો
આ અંગેની મળતી વિગતો મુજબ આ બનાવ અંગે ફરિયાદીએ તા. 23 /12/ 2021ના રોજ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તા. 22/12/2021 ના રોજ તેમની તબિયત બરાબર ન હોવાથી તેઓ આખો દિવસ ઘરે હતા અને તેમની પત્ની સવારે મજૂરી કામ કરવા ગઈ હતી અને દીકરી પણ તેની સાથે ગઈ હતી અને સાંજે પરત આવી હતી
રાત્રે સુવાની તૈયારી કરતા હતા તે સમયે રાત્રિના અરસામાં ભોગ બનનાર સગીરા બાથરૂમ કરવા ગઈ હતી. જે પરત ન આવતા તેની શોધખોળ કરી હતી પરંતુ મળી આવી ન હતી
બાદમાં ભોગબનનાર સગીરા મળી આવતા તેને આરોપી કમલેશ નારણભાઈ સોલંકી, રહે, ખેડબ્રહ્મા લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી અને પોતાના વાલીપણામાથી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતુ.
આ અંગેની ગાંધીધામ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ કોર્ટમાં આરોપી વિરુદ્ધ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ દાખલ થયો હતો જેમાં મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ પ્રોશ્યુકિશન તરફથી રજૂ કરવામાં આવેલ જેમાં દલીલોના અંતે કોર્ટે ગ્રાહય રાખી કોર્ટે આઇપીસીની કલમ 376 (3) હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા તથા પોક્સો એકટની કલમ ચારમાં દસ વર્ષની સજા તથા 45 હજારનો દંડ તથા ભોગ બનનારને વિક્ટિંગ એક્ટની સ્કીમ તળે રૂપિયા એક લાખ વળતર પેટે અપાવવાનો ધાક બેસાડતો હુકમ ડિસ્ટ્રિક્ટ જજ બી. જી. ગોલાણી દ્વારા કરવામાં આવ્યો છે. આ કેસમા સરકારી વકીલ કુમારી હિતેશી પી. ગઢવી હાજર રહેલા હતા.

