ભુજ :
ભુજના ભીડ ગેટ સામે આશરે 52 વર્ષનો અજાણ્યો આધેડ પુરૂષ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. તેનું હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે બપોરે બે વાગ્યે એક અજાણ્યા પુરૂષ બેભાન અવસ્થામાં પડ્યો હોવાની જાણ માનવ જ્યોત સંસ્થાને થતાં સંસ્થા દ્વારા હતભાગીને જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતાં જ્યાં તબીબે પોણા ચાર વાગ્યે મૃત જાહેર કર્યો હતો. એ ડિવિઝન પોલીસને જાણ થતાં બનાવની નોંધ લઇ અજાણ્યા પુરૂષની ઓળખ માટે અને મોત પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી છે.

