Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ મહાનગરપાલિકાનુ ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફર્યુ હતુ આદિપુરના ઘોડાચોકથી દબાણ હટાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે પ્રથમ દિવસે ૨૫ જેટલા દબાણો દૂર કર્યા હતા આ કામગીરી સમયે મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર, ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ તથા પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આદીપુરમા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે સોમવારે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દબાણો દૂર કરવામાં આવ્યા હતા આદીપુરના ઘોડા ચોકથી ઓમ મંદિર સુધીના દબાણો હટાવવા કાર્યવાહી હાથ ધરી હતી. તાજેતરમાં જ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામનુ માર્કિંગ કરી દબાણકારોને ગેરકાયદેસર બાંધકામ દુર…
લોકભાષા-ગાંધીધામ : ચોરી કે છળકપટથી મેળવેલ નીમ કોટેડ યુરીયા ખાતરની ૧૬૦ બોરીઓ સાથે બે શખ્સોને પૂર્વ કચ્છ એસઓજીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની મળતી વિગતો મુજબ એસ.ઓ.જી.ટીમ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, ભચાઉ વિસ્તારમાં ચોપડવા લુણવા રોડ ૫૨ રંગોલી પ્લાય કંપનીમાં આવેલ ગગન ટીમ્બરના રેગજીન પ્લાન્ટની બાજુમાં ખેતીમાં વાપરવાનુ નીમ કોટેડ યુરીયા ખાતર ગેરકાયદેસર રીતે ઔધોગીક એકમમાં ઉપયોગમા લેવા સારૂ બે બોલેરો પિક અપ ગાડીમાં ભર્યુ છે અને તે અનલોડ થવાનું છે. આવી બાતમીના આધારે એસઓજી દ્વારા સ્થળ ઉપર તપાસ કરતા બે પીકઅપ બોલેરો પડેલ જે ડ્રાઈવર ઈમરાન રમજુભાઈ તથા ચન્દ્રેશ પ્રભુલાલના કબજાની પીકઅપ બોલેરો…
લોકભાષા-આણંદપર : દેસલપર નલીયા હાઈવે અને નખત્રાણા તાલુકાના મંગવાણા ચોકડી પાસે નર્મદા પાણીની લાઈનમાં બે દિવસ થયા ભંગાણ પડતા વગર વરસાદે રોડપર પાણી વહી નીકળ્યા હતા અને જયાં રોડપર ખાડાઓ હતા ત્યાં પાણી ભરાતા રીતસર નાના તળાવો જોવા મળ્યા હતા.એક બાજુ સીસી રોડનું કામ ચાલી રહ્યું છે.જેના કારણે રોડ સિંગલ બની જવાથી તેમજ બીજી બાજુ આ નર્મદાની લાઈનમાં ભંગાણ પડતા રોડ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ દેસલપર-નલીયા હાઈવે સતત ચોવીસ કલાક વાહનોની અવરજવરના કારણે ધમ ધમી રહ્યો છે.આ મંગવાણા ચોકડી પરથી ગઢશીશા, માંડવી, નલીયા, કોઠારા, નખત્રાણા, માતાનામઢ, નારાયણ સરોવર, કોટેશ્વર જેવા ધાર્મિક…
લોકભાષા-ભુજ : કચ્છમાં ડગલન પગલ વધતા જતા દબાણો દૂર કરવા તંત્રએ કવાયત હાથ ધરી છે ત્યારે મુન્દ્રા તાલુકાના પ્રાગપર ખાતે સરકારી જમીન પર થયેલ હોટલનુ દબાણ તંત્ર દ્વારા દૂર કરીને જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જાણવા મળતી વિગતો મુજબપ્રગપર-૧ ખાતસરકારી જમીન પર હોટલબનાવવામાં આવી હતી જેની ફરીયાદના અંત આજપાલીસ બંદોબસ્ત વચ્ચે મામલતદારમુન્દ્રાદ્વારા મહસુલ કાયદાની કલમ ૬૧ તળે કેસ ચલાવી દબાણ દૂર કરવામાં આવ્યુંહતું. ૧૧૧૩ચો.મી. જમીન જેની કિંમત ૧૨,૫૩,૨૩૮ થાયછે. ઉલ્લેખનીય અછે કે, મુન્દ્રા તાલુકા વિસ્તારમાં મોટાભાગના સ્થળોએ દબાણા જાવા મળે છે. એટલુંજ નહિંશહેરી વિસ્તારમાં પણ જ્યાં જુઓ ત્યાં દબાણ જોવા મળે છે ત્યારેઆ દબાણાને દુર કરવા માટે તંત્ર યુદ્ધના ધારણ…
લોકભાષા-ગાંધીધામ : અંજારના વરસામેડી નજીક એન્ડ્રોઈડ ફોન પડાવી લેવાની લહાયમાં યુવાનની હત્યા કરનાર બે પૈકી એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. અંજારના વરસામેડી ગામે આવેલ ગુરુકૃપા સોસાયટીમાં રહેતા અને વેલસ્પન કંપનીમાં કામ કરતા રાહુલ કુમાર ગૌડ નામના યુવાન પાસે રહેલ કીમતી એન્ડ્રોઇડ ફોન પડાવી લેવાના ઇરાદે હત્યા કરીને લાશને કેનાલમાં ફેંકી દેનાર બે આરોપીઓ પૈકી વેલસ્પન કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા ઇન્દ્રજીતસિંહ પહેલવાનસિંહ ગુર્જર નામના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો જ્યારે આ આરોપીની સાથે રહેલ અને હત્યામાં મદદગારી કરનાર ધીરજ કુમાર નામના આરોપીને શોધી કાઢવા કવાયત હાથ ધરાઇ છે. બે દિવસ અગાઉ વર્ષામેડી ખાતે આવેલ અરિહંત નગર…
લોકભાષા-ગાંધીધામ : મોટી ચીરઇ નજીકથી લોખંડના સ્ક્રેપના જથ્થા સાથે બે આરોપીઓને પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. પૂર્વ કચ્છ એલસીબી એન એન ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મુકેશ કજોડમલ જાટ રહે-જુની મોટી ચિરઈ નામનો ઇસમ જુની ચીરઈ પાસે આવેલ જીયોના પેટ્રોલપંપ પાસે પોતાના અંગત ફાયદા સારૂ હાઇવે પર જતા અલગ અલગ ટ્રેલરના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી લોખંડના ભંગાર(સ્કેપ)ની ચોરી કરે છે. બાતમીના આધારે પૂર્વ કચ્છ એલસીબીએ તપાસ કરતા મુકેશ કજોડમલ જાટ રહે- જુની મોટી ચિરઈ તથા શ્યામલાલ મહેરબાનસિંગ ખારોલ રહે-વોંધ પીક અપ ડાલામાં લોખંડના સ્કેપ ભરી…
લોકભાષા-ભુજ : પશ્ચિમ કચ્છ એસ.ઓ.જીએ દેશી બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડી હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ભુજ તાલુકાના કમાગુના ગામની ઉતરાદી સીમ વિસ્તારમાં એસઓજીની ટીમે રમજૂ ઉર્ફે ધલુ હુસેન ત્રાયા (ઉ.વ.૪૦)ના કબજામાંથી દેશી બનાવટની મજર લોડ બંદૂક કિ. રૂા. ૨,૦૦૦ની પકડી પાડી છે. માનકૂવા પોલીસ મથકે હથિયાર ધારાની ક્લમો તળે પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ શખ્સ પાસેથી બંદૂક ક્યાંથી આવી હતી અને તેનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે
લોકભાષા-ભુજ : પશ્ચિમ કચ્છમાં છેલ્લા દસ વર્ષથી કેબલ વાયરની ચોરી કરતી ગેંગના ત્રણ તસ્કરોને એલસીબીએ ઝડપી પાડીને માધાપર પોલીસ મથકમાં ટોળકીના પાંચ તસ્કરો સામે ગેંગનો ગુનો દાખલ કરાવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાયરની ચોરી કરતી નાના વરનોરા ગામની તસ્કર ટોળકીના રીઢા આરોપી ઇકબાલ ઉર્ફે એક્કો સીધીક મોખા, સુલતાન જુસબ મોખા, અસલીમ ઉર્ફે સલીમ રાણા મોખા નામના ત્રણ ચોરની ધરપક કરી અન્ય હનીફ જખરા મોખા, સાહિલ ઇશા મોખા નામના અન્ય બે તસ્કરોને ઝડપી લેવા તપાસ તેજ કરી છે. નાના વરનોરાના આ રીઢા તસ્કરો ટોળકી સભ્યો સાથે મળીને છેલ્લા દસ વર્ષ દરમિયાન પશ્ચિમ કચ્છના અલગ અલગ…
લોકભાષા-ભુજ : જખૌ પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાંથી કેબલ ચોરીના બે જુદાં જુદાં ગુના સબબ પોલીસે ૪૫ હજાર રૂપિયાની કિંમતનો ૭૫ કિલોથી વધુ ત્રાંબાના વાયરની ચોરી કરનારો જખૌ પોલીસ સ્ટેશનના પૂર્વ કર્મચારી સહીત બે ઈસમોની ધરપકડ કરી છે પોલીસ કર્મચારીના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે જખૌ પોલીસે વાયર ચોરીના ગુનામાં અને હાલ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ રાઈટર હેડ તરીકે ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ પ્રવિણ બાબુભાઈ પંડ્યાની ધરપકડ કરી હતી. પ્રવિણે અંગત મોજશોખ માટે વાયર ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પ્રવિણે ભુજના સ્ટેશન રોડ પર પ્રિન્સ હોટેલ પાસે આવેલા એક જીમમાં ટ્રેઈનર તરીકે કામ કરતાં…
લોકભાષા-ભુજ : કોંગ્રેસના રાજકીય અગ્રણીને 41 વર્ષ અગાઉ ભુજમાં જિલ્લા પોલીસ વડાની કચેરીમાં માર મારવામાં આવ્યો હતો.જેમાં આજે ચુકાદો આવશે. આ કેસની હકિકતો એવી છે કે, રાજકીય અગ્રણી અને અબડાસાના મુસ્લીમ મોવડી ઈભલા શેઠ જે તે વખતના ધારાસભ્ય ખરાશંકર જોષી, માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી,ગાભુભા જાડેજા અને શંકર ગોવિંદજી જોષી સહિતના અન્ય અગ્રણીઓ સાથે નલીયામાં નોધાયેલા ગુના કામે પોલીસ દ્વારા પુછપરછના બહાના હેઠળ હેરાનગતી ન કરે તે માટે રાજકીય તેમજ સામાજીક આગેવાનો સાથે તત્કાલીન એસપી કુલદિપ શર્માને તા.૦૬/૦૫/૧૯૮૪ ના મળવા આવ્યા હતા ત્યારે કુલદિપ શર્મા ઉશ્કેરાઈ ગયા અને ઈબ્રાહિમ મંધરા ઉર્ફે ઈભલા શેઠનું અપમાન કરી અપ શબ્દ બોલી સાથી અધિકારીઓને બોલાવી…

