Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : પશ્ચિમ ક્ચ્છમા જુદા જુદા બનાવોમાં ત્રણના મૃત્યુ નિપજ્યા હતા ભુજ જેઆઇસીમાં રહેલા બંદીવાનનું બીમારીથી મોત નીપજ્યું હતું જ્યારે ધ્રબમાં ડુંગરમાં સુરંગની અંદર રીલ બનાવતા કિશોરના માથે ભેખડ પડતાં મોત નીપજ્યું અને મુંદરામાં પતંગની ધારદાર દોરીએ બાઇક પર પિતા સાથે જતા એકના એક પુત્રનું મોત નીપજ્યું હતું. મુંદરા તાલુકાના ધ્રબ ખાતે કાસમવાડીમાં ડુંગરમાં બનેલા સુરંગ અંદર મોબાઇલમાં રીલ બનાવતા કિશોર પર માટીનું ભેખડ પડતાં દબાઇ જવાથી મોત નીપજ્યું હતું. તો, ભુજ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં 2011થી રીસ્ટ્રીકશનમાં રાખવામાં આવેલા માનસિક અસ્થિર શ્રીલંકન વૃધ્ધનું બીમારીના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે મુંદરાના બારોઇ રોડ પર મકરસંક્રાંતિના દિવસે પિતા સાથે બાઇક પર જઇ…
લોકભાષા-ભુજ : મહાનાયક અમિતાભ બચ્ચનના પત્ની અને અભિનેત્રી જયા બચ્ચન તેમના પુત્રી શ્વેતા બચ્ચન નંદા અને દૌહિત્રી નવ્યા નંદા સાથે મુલાકાતે આવ્યા હતા. જિલ્લામાં વિશ્વ પ્રસિદ્ધ ‘સફેદ રણ’ પોતાની સફેદ ચમકથી વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. કચ્છના આ સફેદ રણની મુલાકાતે ભારતના દિગ્ગજ અભિનેતા અને મહાનાયક અમિતાભ બચ્ચનના પત્ની અને અભિનેત્રી જયા બચ્ચન તેમના પુત્રી શ્વેતા બચ્ચન નંદા અને દૌહિત્રી નવ્યા નંદા સાથે મુલાકાતે આવ્યા હતા. આમ, બચ્ચન પરિવારની ત્રણ પેઢી એક સાથે સફેદ રણનો નજારો માણ્યો હતો. કચ્છના સફેદ રણના સૌંદર્યને નિહાળીને બચ્ચન પરિવાર અભિભૂત થયો હતો. અમિતાભ બચ્ચનની દૌહિત્રી નવ્યાએ સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી હતી. બચ્ચન પરિવારે રણ,…
લોકભાષા-ગાંધીધામ : અંજારના ગુરુકુળ સોસાયટી વિસ્તારમાં બંધ મકાનમાંથી માતા પુત્રના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે પોલીસે મૃતકના વિશેરા એફએસએલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મળતી વિગતો મુજબ અંજારના ગુરુકુળ વિસ્તારમાં આવેલ મોકલેશ્વર સોસાયટીના બંધ મકાનમાંથી વૃદ્ધ માતા અને પુત્રના મૃતદેહ મળી આવતા પોલીસે બંને મૃતદેહને પોસ્ટપોટમ માટે ખસેડ્યા હતા અને મૃતકોના વિશેરા મેળવી એફએસએલમા તપાસ માટે મોકલી મૃત્યુનું કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની વધુ મળતી વિગતો મુજબ ગુરુકુળ સોસાયટી નજીક આવેલ મકલેશ્વર સોસાયટીમાં રહેતા મુક્તાબેન દિલીપભાઈ જોશી અને પુત્ર ભાવેશ દિલીપભાઈ જોશી ના મૃતદેહ મળી આવ્યા હતા આ બનાવની જાણ થતા…
લોકભાષા-ભુજ : 77માં આર્મી દિવસની ઉજવણી ભાગ રૂપે કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા જમીન નૌકા વિહાર અભિયાન આજથી શરૂ કરવામાં આવ્યું છે. ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનો કચ્છની સરહદ અને ભૌગોલિક પરિસ્થતિથી વાકેફ થાય તે માટે આર્મી દ્વારા સાહસિક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈન્ડિયન આર્મી દ્વારા આજથી લેન્ડ યોટિંગની શરૂઆત કરવામાં આવી છે. જેમાં 7 નૌકામાં વારાફરતી 20 જવાનોએ કેપ્ટન વીરેશ એસજીના નેતૃત્વ હેઠળ કચ્છના રણમાં યોટિંગ એટલે કે પાણી સિવાય પણ ચાલી શકતી એક વજનમાં હલકી સઢવાળી નૌકા ચલાવવાનું સાહસ કર્યું હતું.આ પ્રકારનું સાહસ એશિયામાં માત્ર કચ્છમાં જ થાય છે. જવાનો કચ્છના રણની ભૌગોલીક પરિસ્થતિથી વાકેફ થશે…
લોકભાષા-ભુજ : ભુજના ભાવેશ્વરનગરમાં રહેતા મહિલાને અજાણ્યા શખ્સોએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ખોટી ઓળખ આપીને તમારા આધાર કાર્ડ નંરબરથી એક પાર્સલ આવ્યું છે. જે મુંબઇથી તાઇવાન થયું છે. જેમાં પાંચ પાસપોર્ટ, 140 ગ્રામ એમ.ડી. 5 હજાર અમેરીકન ડોલર તથા કપડા હોવાનું કહી દબદાટી આપીને પ્રોપર્ટી વેરીફાઇ કરીને એન.ઓ.સી આપવાનું કહીને ડરાવી ધમકાવી મહિલા પાસેથી અલગ અલગ યુપીઆઇ મારફતે રૂપિયા 4 લાખ 45 હજાર ટ્રાન્સફર કરવી લઇને ઠગાઇ કરી હતી. પોલીસ અધિકારીના નામે કોઇ અજાણ્યા વ્યક્તિનો ફોન આવે તો, સાવધાન રહેવા માટેની તંત્ર દ્વારા વારંવાર ફોનમાં કોલર ટ્યુન મુકવામાં આવી છે. તેમજ છતાં ભુજના મહિલા આવા ધૂતારાઓનો શિકાર બની ગયા હતા. ભુજના…
લોકભાષા-ભુજ : નખત્રાણા તાલુકાના વેસલપર ગામની વાડીમાં મંગળવારે સવારે ખેત મજુર યુવાનને કોઇ અગમ્ય કારણોસર વાડીમાં આવેલા રૂમમાં પંખા પર દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ વસલપર ગામની વાડી વિસ્તારમાં કામ કરતા મહેશભાઇ કંનચનભાઇ તડવી (ઉ.વ.40) નામના યુવાને મંગળવારે સવારે સાડા બાર વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર વાડીમાં આવેલા રૂમમાં પંખાપર દુપટ્ટો બાંધીને આપઘાત કરી લેતાં હતભાગીને તાત્કાલિક સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ લઇ આવતાં હાજર પરના તબીબે સાંજે પોણા છ વાગ્યે મૃત જાહેર કર્યો હતો. નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ યુવાનના આપઘાત પાછળના કારણો જાણવા તપાસ કરી છે.
લોકભાષા-ભુજ : પશ્ચિમ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમી પરથી નખત્રાણા નવાનગરમાં આવેલા રહેણાકના મકાનમાં છાપો મારીને 62 વર્ષના પ્રૌઢને રૂપિયા 4,845ની કિંમતના 1,615 કિલો ગ્રામ પોષડોડા માદક પ્રદાર્થ સાથે ઝડપી પાડ્યો હતો. પુછપરછમાં અજાણ્યા શખ્સ પાસેથી ખરીદી કરીને વેચતા હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું. એસઓજીએ આરોપી વિરૂધ્ધ નખત્રાણા પોલીસ મથકે એનડીપીએસનો ગુનો દાખલ કરાવીને આગળની તપાસ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલી એસઓજીની ટીમના એએસઆઇ માણેકભાઇ ગઢવી અને જોરાવરસિંહ જાડેજાને સયુંક્ત બાતમી મળી હતી કે, નખત્રાણા નવાનગરમાં પ્રાથમિક શાળા પાસે રહેતા મહેન્દ્રભાઇ લક્ષ્મીદાસ સોની નામના વ્યક્તિ પોતાના ઘરમાં માદક પદાર્થ રાખીને વેચ સાટ કરે છે. જેથી…
લોકભાષા-મુન્દ્રા : ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી ઉત્પાદક કંપની અદાણી ગ્રીન એનર્જી લીમીટેડ (AGEL) ની ઉત્પાદન ક્ષમતામાં મહત્વપૂર્ણ વધારો થયો છે. ગુજરાતના ખાવડા ખાતે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના 57.2 મેગાવોટના પવન ઉર્જા કોમ્પોનન્ટનું કમિશનિંગ કરવામાં આવ્યું છે. આ સાથે જ કંપનીની કાર્યરત રિન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતા 11,666.1 મેગાવોટ સુધી વધી ગઈ છે. ગ્રીનફિલ્ડમાં 2693 મેગાવોટ સૌર ઊર્જાનો ઉમેરો થયો છે જ્યારે સમીક્ષા હેઠળના સમયગાળામાં પવન ઊર્જા 438 મેગાવોટ નોંધાઈ હતી. કંપનીએ કરેલી આ મહત્વપૂર્ણ શરૂઆતના પગલે માર્કેટમાં ખાસ કરીને અદાણી ગ્રીન એનર્જીના શેર (અદાણી ગ્રીન શેર) માં 7.02% નો ઉછાળો આવ્યો, જે જૂથની અન્ય કંપનીઓની તુલનામાં સૌથી વધુ છે. રિપોર્ટ ફાઇલિંગ અનુસાર “અદાણી ગ્રીન…
લોકભાષા-ભુજ : આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૫નો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ૯ આંતરરાષ્ટ્રીય કાઈટિસ્ટ સહિત વિવિધ દેશમાંથી આવેલા કાઈટિસ્ટોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધારીને આવકાર અપાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અને કાર્યક્રમના અધ્યક્ષ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિઝનથી આજે કચ્છના સફેદ રણને જોવા દેશ- વિદેશથી લાખો પ્રવાસીઓ આવી રહ્યા છે. જેમાં દર વર્ષે યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ આકર્ષણના કેન્દ્ર સાથે ગુજરાતની સંસ્કૃતિનો પ્રતીક બન્યો છે. રાજ્ય સરકારના પ્રયાસથી આજે…
લોકભાષા-ભુજ : કચ્છના દરિયાઇ લખપત સરહદના પીલર નંબર 1149 પાસે બીએસએફ બટાલીયને ઘુસણખોરી કરતા એક પાકિસ્તાની યુવકને ઝડપી પાડીને પુછપરછ કર્યા બાદ દયાપર પોલીસને હવાલે કર્યો હતો. પાકિસ્તાની યુવક પાસેથી માછીમારીના સાધનો સિવાય કોઇ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી ન આવતાં જેઆઇસીમાં મોકલી દેવા પોલીસે કાર્યવાહી કરી છે. પાકિસ્તાનના કાળા ગુગડા ગામના 22 વર્ષના બાબુઅલી ઉમરગની નામના શખ્સને રવિવારે પેટ્રોલીંગ દરમિયાન બીએસએફની 59 બટાલીયને બોર્ડર પીલર નંબર 1149 પાસેથી ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ત્રણ કિલો કરચલા, એક ચાકુ, તરણ માટેની ટ્યુબ અને ટોર્ચ જેવી ચીજ વસ્તુઓ મળી આવી હતી. કોઇ તે સિવાય કોઇ શંકાસ્પદ વસ્તુ કે, હથિયાર મળી આવ્યા ન…

