Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : અમદાવાદના નવજીવન ટ્રસ્ટ ખાતે 2થી 5 જાન્યુઆરી, 2025 સુધી નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ એડિશન-2 નું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક અને સાંસ્કૃતિક સંદેશાઓમાં ગાઢ અસર ધરાવતા દેશના વિવિધ ભાગોના ફોટોગ્રાફર્સે આ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. આ ફેસ્ટિવલ અંતર્ગત ધૈર્યકાંત ચૌહાણ ઓલ ઈન્ડિયા ફોટો સ્પર્ધાનું આયોજન થયું હતું. જેની થીમ વેડિગ મોમેન્ટ્સ એટલે કે લગ્નની ક્ષણો એ વિષય ઉપર હતી. આ ફોટો સ્પર્ધામાં દેશમાંથી વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક લગ્નની થીમ આધારિત ફોટોઝની અનેક એન્ટ્રી આવી હતી. જોકે, કચ્છના અંજાર તાલુકાના ફોટોગ્રાફર કરણ આહિરનો રબારી લગ્ન સંસ્કૃતિનો ફોટો આ સ્પર્ધામાં રાષ્ટ્રીયકક્ષાએ બીજા ક્રમાંકે પસંદ થયો હતો. કચ્છની રબારી લગ્ન સંસ્કૃતિનો ફોટો…
લોકભાષા-ગાંધીધામ : સરકારના નિયમોનો ઉલ્લંઘન ક૨ના૨ બે ગનમેનને પૂર્વ કચ્છ એસઓજીએ બંદુક સાથે ઝડપી લીધા હતા આ અંગે પોલીસે આપેલી માહિતી મુજબ એસ.ઓ.જી ટીમને બાતમી મળી હતી કે, કંડલા સ્પેશીયલ ઈકોનોમીક ઝોન ગાંધીધામ ખાતે સિકયુરીટી ગાર્ડમાં ગનમેન ગાર્ડ તરીકે નોકરી ક૨તા પ્રાઈવેટ સિક્યુરીટીના માણસો પાસે લાયસન્સ વાળુ હથિયા૨ હોવાનું પરંતુ અત્રેના જીલ્લામાં સક્ષમ અધિકારી પાસે ટેકન ઓવર કરાવી નથી જે બાતમી આધારે તપાસ કરતા શ્યામસિંહ સુરેશસિંહ પ૨મા૨ અને માનવેન્દ્ર ભારતેન્દ્ર પચોરી પોતાની સ્વરક્ષણની બંદુક સાથે હતા જે બંદુકના લાયસન્સ બાબતે પુછપરછ ક૨તા સ્થાનિક જિલ્લામાં સક્ષમ સત્તા અધિકારી સમક્ષ કોઈ નોંધ નહી કરાવી અને ગન ટેકનઓવર નહી કરાવી ગેરકાયદેસર રીતે પોતાના…
લોકભાષા-ભુજ : આજે જિલ્લા મથક ભુજ શહેર સહિત સરહદી ગામો ઠંડીમાં ધ્રુજી ઉઠ્યા હતા. ભુજના જાહેર માર્ગો ઉપર સવારના સમયે સન્નાટો જોવા મળ્યો હતો. શિતમથક નલિયામાં આજે 3.2 ડીગ્રી લઘુતમ તાપમાન સાથે વર્ષનું સૌથી નીચું તાપમાન નોંધાતા રાજ્યમાં ઠંડા મથકોમાં અગ્ર સ્થાને જળવાઈ રહ્યું હતું. જ્યારે લખપત તાલુકાના દયાપરમાં 4 ડીગ્રી તાપમાન સાથે ઠંડીએ પોતાની તિવ્રતા બતાવતા લોકોને દિવસે પણ તાપણા નો આશરો લેવા મજબૂર બનવું પડ્યું હતું. ભુજ શહેરમાં આજે સવારના સમયે ધમધમતો કોલેજ લોકોની ચહલપહલ વિના સુનકાર જોવા મળ્યો હતો. પસાર થતી સ્કૂલ બસો અને રિક્ષાઓમાં છાત્રોની હાજરી પણ ઓછી જોવા મળી હતી.
લોકભાષા-ભુજ : તાલુકાની યાત્રાધામ હાજીપીર તરફના માર્ગે બિસ્માર રસ્તા અને પવનચક્કીના મહાકાય વાહનોના કારણે ટ્રાફિકજામની સમસ્યા હવે રોજિંદી બની ગઈ છે. ગઈકાલે પવનચક્કીની પાંખ લઈ જતું ટ્રેલર રસ્તો ઉતરી જતા માર્ગ સિંગલપટ્ટી બની ગયો હતો, બાદમાં આ વાહન પલટી જતા તમામ વાહનનોને ધીમી ગતિ સાથે અહીંથી પસાર થાઉં પડ્યું હતું. આજે પલટી ગયેલા વાહનને સીધુ કરવા માટે બે ક્રેન મશીન કામે લગાડવામાં આવતા રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. રસ્તો બંધ થઈ જવાથી સવારના 11 વાગ્યાથી એસટી બસ સહિત પ્રવસીઓની 10 જેટલી બસો અને માલવાહક વાહનો અટવાઈ પડ્યા છે. ટ્રાફિકજામની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે. હાજીપીર માર્ગે…
લોકભાષા-ભુજ : તાલુકાના માધાપર અને માંડવીમાં જાહેરનામાનો ભંગ કરીને ચાઈનીસ દોરા વેચતા બે ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ માધાપરના બસ સ્ટેશન પાસે રાજ સુધીરભાઈઠક્કર દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નંગ ૮ કિ. રૂા. ૪,૦૦૦ વેચાણ માટે રાખી હતી. જે જપ્ત કરીને જાહેરનામાના ભંગ બદલ માધાપર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બીજી તરફ માંડવીના સાંજીપડી વિસ્તારમાં ધ્રુવ વાલજીભાઈ હિરાણીએ ચાઈનીસ પ્લાસ્ટીક દોરાઓ વેચાણ માટે રાખ્યા હતા તેઓ પાસેથી ફિરકી નંગ ૭કિ.રૂા. ૨૮૦૦ની કબજે કરીને જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
ભુજ : શહેરના દાદા-દાદી પાર્ક નજીક મારામારીની ઘટના બનવા પામી હતી. તાલુકાના સુખપર ખાતે જાતિ અપમાનીત કરતા બે ઈસમો સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ તેમજ ભુજનાચિંતન મહેન્દ્રભાઈસોનીના જણાવ્યા પ્રમાણે તેઓ સાથે દુકાનની આગળબાઈક પાર્ક કરવા બાબતે સામવાળા કલ્પેશ કાંતિલાલ સોની અને જયેશ કાંતિલાલસોનીએ ગાળાગાળી કરીને માર માર્યો હતો. તેમજજાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવાઈ છે. જ્યારે માનકુવાના અરવિંદ પરબતભાઈ વાઘેલાએ બબીતાબેન કિશોરભાઈ જોશી અને વિષ્ણુ કિશોર જોશી (રહે. સુખપર) સામેફરીયાદ નોંધાવીછે. ફરીયાદીના જણાવ્યા પ્રમાણે ગટરલાઈન ખોદવા બાબતે આરોપીઓએ ફરીયાદી સાથે ગાળાગાળી કરીને જાતિ અપમાનીત કરીને શબ્દો…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામમા હત્યા કરી ત્રણ માસથી નાસતા-ફરતા આરોપીને ગાંધીધામ એ-ડિવીઝન પોલીસે ઉતરપ્રદેશના બદાયુ જીલ્લા ખાતેથી ઝડપી પાડ્યો હતો બાતમીના આધારે ગાંધીધામ એ-ડિવીઝન સર્વેલન્સ ટીમે બીસૌલી જી.બદાયુ ઉતરપ્રદેશ ખાતેથી ગાંધીધામએ ડિવીઝન પોલીસ મથકે નોંધાયેલ મર્ડરના ગુન્હા આરોપીને ઝડપી લીધો હતો આ બનાવની મળતી વિગતો મુજબ મરણ જનાર અને આરોપી પતી-પત્ની હોય અને તેઓ બન્ને અલગ અલગ જગ્યાએ નોકરી કરતા હોય રાત્રીના સમયે નોકરી ઉપરથી મોડા આવવા બાબતે તથા ઘરના કામકાજ તથા જમવા બાબતે બોલાચાલી થતા આરોપી કાલુ દેલુ શેખે મરણજનારને માથુ પકડી દિવાલમા ભટકાવતા મરણ ગયેલ જે બાદ આરોપી કાલુ દેલુ શેખ વહેલી સવારે રૂમને બંધ ક૨ી ગાંધીધામથી ટ્રેનમા બેસી…
લોકભાષા-ભુજ : હાલમાં કડકડતી ઠંડી વચ્ચે શહેરીજનો શરીરને તંદુરસ્ત રાખવા માટે યોગા,કસરત,વોકિંગ કરતા હોય છે. ભુજમાં છતરડી ફરતે આવેલા વોક વે માં દરરોજ મોટી સંખ્યામાં શહેરીજનો વોકિંગ માટે આવે છે. શહેરમાં એકમાત્ર હરવા ફરવાના સ્થળ સમાન આ વોક વેમાં પાલિકા લોકોને પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવી શકી નથી.જેથી વોકર્સમાં પણ નારાજગી ફેલાઈ રહી છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ,ભુજ નગરપાલિકા દ્વારા વોક વે રિનોવેશનનું કામ હાથ પર લેવાયું પણ કેવા મુહૂર્તમાં કામ ચાલુ કર્યું કે પૂરું થતું જ નથી. વાદવિવાદો વચ્ચે હાલમાં કામમાં ગતિ આવી છે જેમાં ઉમેદનગર તરફના ગેટથી લઈ ખેંગાર પાર્ક સુધી જુના પેવર બ્લોક ઉખાડી નવા લગાવવાની…
લોકભાષા-ભુજ : દેવભૂમિ દ્વારકાના સલાયાના ખલાસીઓ સાથે ફાયબર બોટ શુક્રવારે મુંદારા દરિયાઇ વિસ્તારમાં માચ્છમારી કરવા નીકળી હતી. ત્યારે વેસ્ટ પોર્ટ એસપીએમની બાજુમાં બોટમાં પાણી ભરાતાં બોટ ગરકાવ થઇ રહી હતી. પેટ્રોલીંગ કરી રહેલા મુંદરા મરિન પોલીસ સ્ટાફને જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી કરીને પાંચ ખલાસીઓ રેક્યુઝ કરીને બચાવી લેવાયા હતા. જ્યારે બોટ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. મુંદરા મરિન પોલીસ મથકના ઇન્સ્પેકટર પી.કે.રાડાએ જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે બોટ નંબર -IND-GJ-37-MM-4050 નૂર શકુર બોટના મલિક સુલતાનભાઇ અગરીયાએ ફોન પર જાણ કરી હતી. કે, તેમની બોટ નૂર શકુરમાં કોઇ ખામી થઇ છે. અને તેમાં પાંચ ખલાસીઓ છે. બોટ ડૂબવાની તૈયારીમાં છે. જેથી…
લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના દરશડી ગામે રહેતા બુટલેગરના બંધ મકાનમાં એલસીબીએ બાતમી પરથી દરોડો પાડીને રૂપિયા 70,368ની કિંમતની શરાબની વિવિધ બ્રાન્ડની 223 નંગ બોટલ પકડી પાડી હતી. જ્યારે રાબેતા મુજબ બુટલેગર પોલીસને હાથ લાગ્યો ન હતો. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ ગઢશીશા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે, દરશડી ગામે રહેતા બુટલેગર ભાવસંગજી ભગુભા જાડેજા પોતાના ભોગવટાના બંધ મકાનમાં બહારથી શરાબનો જથ્થો લાવીને વેચાણ કરી રહ્યો છે. જેથી એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. મકાનમાંથી દારૂની 223 નંગ બોટલ મળી આવી હતી. પરંતુ બુટલેગર પોલીસને હાથ લાગ્યો ન હતો.

