Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : વાગડ સૌથી આગળના નારાઓ આપવામાં આવે છે ત્યારે આડેસર પીએચસીમાં કોઈ જવાબદાર હાજર ન હોવાથી પ્રસુતાને કસુવાવડ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથે પ્રસુતાના પરિવાર જનો દ્વારા બાજુના રૂમમાં જવાબદારોને બોલાવવા જતા તોછડું વર્તન કરવામાં આવ્યુ હોવાની પણ ફરિયાદ કરી હતી. આ બનાવની મળતી વિગતો મુજબ આડેસર પીએચસીમાં ઇન્ચાર્જ ડોક્ટર ફરજ પર હાજર નહીં હોવાથી રાતે પીએચસીની બહાર જ પ્રસુતાની કસુવાવડ થતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો એકતરફ રાપર તાલુકાનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ કરાયો છે અને આરોગ્ય સુવિધા માટે મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ આડેસરમાં બનેલી ઘટનાએ સ્થાનિકે લોકોને હચમચાવી નાખ્યા છે. આ બનાવની વધુ…
લોકભાષા-ભુજ : ભુજ શહેરના માહિતી ભવન સામે આવેલા સરકારી બહુમાળી ભવનમાં આજે સવારે આગ લાગવાની ઘટના બનતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. એક સાથે વિવિધ સરકારી વિભાગની કચેરી ધરવતા બહુમાળી ભવનના બીજા માળે આવેલી જીસવાન કચેરીના સર્વર રૂમમાં આગ ફાટી નીકળી હતી. સંભવિત શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા રૂમ નંબર 303 અને 304 આગની લપેટમાં આવી ગયા હતા. આગ લાગવાથી કચેરી અંદર પડેલા ટેબલ ખુરશી સહિતના ફર્નિચર અને સરકારી રેકર્ડ બળીને ખાક થઈ ગયા હતા. જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ફાયર વિભાગની ટીમે અંદાજીત બેથી ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં…
લોકભાષા-ભચાઉ : ભચાઉ નજીક વાડીના પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમા શોક સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે નજીકના મકાનમાં પણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી જો કે ભચાઉ ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ બુધવારે રાત્રિના લગભગ. 8 વગ્યાની આસપાસ આગ લાગતા ભચાઉ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ભચાઉ નગરપાલિકાના ફાયર બ્રિગેડને આગની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ભચાઉ ભુજ હાઇવે પર આવેલ એક કરમસીભાઈ પટેલની વાડીમાં એક પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં એક મકાન પર રાખેલ દ્રીપિંગ પાઇપમાં મોટી આગ લાગી છે અને આજુ બાજુમાં પણ મોટી…
લોકભાષા-ભુજ : ભુજના ધમધમતા છઠ્ઠીબારી વિસ્તારમાં ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કુલ પાસેથી નંબર પ્લેટમાં ચેકચાક સાથેની કારમાં દારૂના નશામાં કનૈયાબેના ત્રણ યુવકને મહિલા સી ટીમે દબોચી લઇ દારૂના ગુનામાં સલાખો પાછળ ધકેલી દીધા હતા. ભુજ એ ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલા મહિલા સી ટીમના એએસઆઇ શીતલબેન પીરાભાઇ નાઇ, રમીલાબેન શાહુ, ગાયત્રીબેન બારોટે મંગળવારે અઢી વાગે ઓલ્ફ્રેડ હાઇસ્કુલ તરફથી આવતી નંબર પ્લેટ પર ચેકચાક સાથેની સ્વીફ્ટ કારને ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાસ્કુલ પાસે પકડી પાડી હતી. જેમાં કનૈયાબે ગામે જવાહર નગરમાં રહેતા કાર ચાલક રામ સામજી ગાગલ, સુમાર હાસમ નોડે, સાહિલ ગની બાદા નામના ત્રણ યુવકને નશાની હાલતમાં પકડી પાડ્યા હતા. કારમાં તપાસ કરતાં…
લોકભાષા-ભુજ : ખૂનના કેસમાં ગળપાદર જેલમાં સજા ભોગવતો આરોપી સાહિલ દાઉદ અજડીયા જેલમાંથી વચગાળાના જામીનમાં છુટીને છેલ્લા ચાર વર્ષથી નાસતો ભાગતો હોઇ પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને તેના ભુજમાં ઘરમાંથી દબોચી લઇ ગડપાદર જેલમાં મોકલી આપ્યો હતો. ગત 27 જુલાઇના આરોપી સાહિલ અજડીયાના ભાઇનું ખૂન કરનાર મુસ્તાક રહેમ્તુલ્લા કકલ અને તેમના ભાઇ સહિત ચાર લોકો ભુજ કોર્ટમાં ખૂન કેસમાં વોરંટ રદ કરવા આવ્યા હતા. પરત બાઇક પર જઇ રહ્યા હતા. ત્યારે સાહિલ અજડીયા સહિતના લોકો તુફાન જીપથી પાછળ જઇને સેડાતા પાસે બાઇક જીપ ભટકાળીને મુસ્તાક કકલને તલવારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ખૂન કેસમાં સાહિલ…
લોકભાષા-ભુજ : નખત્રાણાના વથાણ ચોકમાં ગત 23મીના સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વયસ્કનું સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલમાં 25મીના મોત નીપજ્યું હતું. નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ કાર્યવાહી કરી છે. નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ નખત્રાણા ખાતે રહેતા કાનજીભાઇ થાવરભાઇ સીજુ (ઉ.વ.66) પોતાના કબજાના ટુવ્હીલરથી જઇ રહ્યા હતા. ત્યારે 23 નવેમ્બરના વથાણ ચોકમાં પાછળથી ટ્રકના ચાલકે ટકકર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘાયલ વયસ્કને પ્રથમ ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સોમવારે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અમદાવાદ સીવીલ હોસ્પિટલમાંથી જાણ થતાં નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ આગળની…
લોકભાષા-ભુજ : માધાપર નવાવાસ ખાતે પટેલ ઈંગ્લિશ સ્કૂલની બાજુમાં આરતી ક્લીનીક નામે બોગસ દવાખાનું અને યંશ નામે બોગસ મેડીકલ સ્ટોર ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તબીબ સહિત ત્રણ શખ્સને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા. તપાસમાં કોરોના કાળ પૂર્વેથી હાર્ટ, ટીબી, ડગ્યુ, ડાયાબીટી સહિતના દર્દોની સારવાર કરતો હતો. પોલીસે સ્થળ પરથી દવાઓનો જથ્થો કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સોમવારની રાત્રે માધાપર નવાવાસ ખાતે પટેલ ઈંગ્લિશ સ્કૂલની બાજુમાં ડો. જગદીશ રાજારામ પટેલ આરતી ક્લિનીક નામના દવાખાનામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન માધાપરના હર્ષલપાર્ક ગ્રીન સીટીમાં રહેતા ડો. જગદીશ રાજારામ…
લોકભાષા-ગાંધીધામ : પ્રોપર્ટી ઓનર્સ એસો અને કંડલા કોમ્પ્લેક્સના મિલ્કત ધારકોની દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સાથે મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાતમાં એસોસિએશનના પ્રમુખ સેવક લખવાની અને મંત્રી ધર્મેશ દોશી દ્વારા શહેરના ડેવલોપર અને બિલ્ડર એવા એસઆરસીના ઓપન પ્લોટ ટ્રાન્સફર અને અન્ય સબંધિત મુદ્દાઓથી ચેરમેનને અવગત કરાયા અને મોર્ટગેજ પ્રક્રિયા પણ પ્રશાશન દ્વારા અટકાવાયેલ હોઈ 500 થી 1000 કરોડનું ધિરાણ બૅકો રિલીઝ કરી શકતી ન હોઈ આ મુદ્દાઓનો વેળાસર નિકાલ થાય એ ઇચ્છનીય છે એ બાબતે ભારપૂર્વક રજૂઆત કરી હતી. Ex-post-facto approval અથવા finance department માં પ્રક્રિયા અર્થે જતી ફાઇલોમાં ખુબજ લાંબો સમય લાગે છે જેના થકી મિલ્કતધારકો ખુબ જ મુશ્કેલીઓનો સામનો…
લોકભાષા-ભુજ : માતૃભૂમિના રક્ષણ કાજે શહીદ થતા પોતાના ધૈર્ય અને સાહસથી ભારત દેશને અખંડીત રાખતા શૂરવીર જવાનો અને તેઓના પરિવારજનો પ્રતિ સન્માનની લાગણી પ્રદર્શિત કરવા અને કલ્યાણકારી પ્રવૃત્તિઓને વેગ મળે તે માટે દીનદયાલ પોર્ટ ઓથોરીટી, ગાંધીધામ તરફથી રૂ. ૧૪ લાખનો ચેક સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળામાં તાજેતરમાં અર્પણ કરવામાં આવ્યો હતો. ગત વર્ષે પણ રૂ. ૧૨ લાખની માતબર સહાય આ ફંડમાં પોર્ટ દ્વારા આપવામાં આવી હતી. તેઓના આ નિરંતર સહયોગને બિરદાવવા આ પ્રસંગે કચ્છ કલેક્ટર અમિત અરોરા તથા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ અધિકારી એચ.એન.લીમ્બાચીયાએ ટ્રોફી આપી સન્માન સાથે આભાર વ્યકત કર્યો હતો. ઉપરાંત જિલ્લા કલેક્ટરએ જિલ્લાના તમામ નાગરિકોને સશસ્ત્ર…
લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના મોઢામાંથી ધાણીપાસાનો જુગાર રમતા ત્રણ શખ્સોને પધ્ધર પોલીસે ઝડપી લીધા હતા. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પધ્ધર પોલીસને મળેલી બાતમીના આધારે ભુજ તાલુકાના મોખાણામા જુગાર અંગે રેડ કરી ધાણીપાસાનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. ભુજ તાલુકાના મોખાણા ગામે ધાણી પાસાનો જુગાર રમી રહેલા ઉમર ફકીરમામદ હોડા, હશન ફકીરમામદ હોડા અને અલ્તાફ કાસમ હોડા નામના ત્રણ ઇસમોને મંગળવારે બપોરે પધ્ધર પોલીસે પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂપિયા 17,800 અને ત્રણ મોબાઇલ કિંમત રૂપિયા 6 હજાર મળીને કુલે 23,800નો મુદમાલ કબ્જે કરી ત્રણેય વિરૂધ્ધ જુગાર ધારાની કલમ તળે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

