Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના ગોડપર ગામ નજીક હોટલ પાસે મંગળવારે બપોરે બલેનો કાર અને બાઇક સામ સામે ધડાકાભેર અથડાતાં કાર રોડની સાઇડમાં પલ્ટી મારી ગઇ હતી. અકસ્માતમાં માંડવી તાલુકાના બાયઠ ગામના યુવાનનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યુ હતું. જ્યારે કારમાં સવાર નાના વરનોરાના ચાર યુવકોને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઇ મૃતક અને ઘાયલના પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો. માંડવી તાલુકાના બાયઠ ગામે રહેતા સિધિક સતાર માંજોઠી (ઉ.વ.24) નામનો યુવક પોતાની મોટર સાયકલથી ભુજ આવી રહ્યો હતો. ત્યારે ગોડપર નજીક પ્રાઇડરોક નામની હોટલની સામેના…
લોકભાષા-ભુજ : ભુજના યુવાનને હનીટ્રેપમાં ફસાવી 22 લાખ પડાવી લેવાના ચકચારી કેસમાં ગાંધીધામના કિડાણાના દંપતિને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાથી ઝડપી પાડ્યા છે. આ કેસમાં અગાઉ મુખ્ય સુત્રધાર એવા કોંગ્રેસના નગરસેવક સહિત પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં ત્રણની ધરપકડ કરી લેવાઇ હતી. જ્યારે પોલીસ પકડથી દુર નાસતા ફરતા આરોપી પતિ પત્નીની પકડાઇ જતાં પોલીસે વધુ તપા શરૂ કરી છે. કેસની હકીકત મુજબ બનાવ ગત 17 નવેમ્બર 2024થી 2 ફેબ્રુઆરી 2025 દરમ્યાન બન્યો હતો. ભુજના ખાટકી ફળીયામાં રહેતા મહેબુબ શબ્બીર ખાટકી નામના યુવક સાથે ઇન્સ્ટ્રાગ્રામ પર ગાંધીધામના કિડાણા ગામની શહેનાઝ ઉર્ફે મુસ્કાન મહમદ નોડે નામની યુવતીએ સાથે પરિચય…
લોકભાષા-ગાંધીધામ : પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં રાત્રે મહા આરતી સાથે રાસ ગરબાની રમઝટ જામશે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં અશ્વિન નવરાત્રી પર્વની જેમ જ ઉજવાતા ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના મંદિર પરિસરમાં ગરબીની સ્થાપના કરી દરરોજ રાત્રે માતાજીની આરતી ઉતારવાની સાથે રાસ ગરબા સાથે દુહા છંદનો કાર્યક્રમ યોજાય છે જેમાં ગ્રામજનો સાથે ભાવિકો પણ જોડાય છે તો બીજી તરફ ચૈત્રી નવરાત્રી પર્વને લઈને અહીં મોટી સંખ્યામાં યાત્રિકોમાં આશાપુરા માતાજીના દર્શનાર્થે આવી રહ્યા હોવાથી અહીં મીની મેળાનો માહોલ જોવા મળી રહ્યો છે અશ્વિન નવરાત્રી પર્વની જેમ જ અહીં ઉજવાતા ચૈત્રી નવરાત્રી પર્વને લઈને માં આશાપુરા માતાજીના મંદિરને વિવિધ પ્રકારની રંગબેરંગી લાઈટો વડે શણગાર…
લોકભાષા-ભુજ : સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વ પ્રિયજનોના સ્મૃત્યર્થે તથા ગૌમાતાના લાભાર્થે ચાલી રહેલા સમૂહ શ્રીમદ ભાગવત પારાયણ દરમિયાન રવિવાર ના રોજ શ્રી.હનુમાનજી, ભગવાન શ્રી. રામચંદ્રજી જ્યારે સોમવાર ના દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી સાથે પુપ્ષવર્ષા કરી અન્નકુટ વિગેરે પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા. સોમવાર ના રોજ સવાર થી કૃષ્ણ જન્મોત્સવ ની તાડમાર તૈયારી હજારો હરિભકતો ના આવનજાવન વચ્ચે ચાલી રહી હતી. કથા ના બીજા સત્ર માં વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્રી.વેદાંતસ્વરૂપદાસજી એ લાડભાવ સાથે બાળગોપાલ કૃષ્ણ લીલા ની અવરણ કથા વર્ણવતા ની સાથે આખો સભા મંડપ જાણે ગોકુળ મય બની જતાં, નંદબાબા બાળ ગોપાલ ને લઈ પ્રવેશતા બાલસખા અને એ સમયે…
લોકભાષા-ભુજ : ભુજ એરપોર્ટ પર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભુજ એસટી બસ પર પણ લોકોને હેરાનગતિ નહીં હોય એટલી એરપોર્ટ પર છે. એક જ સિક્યોરિટી ચેક ઇન મશીન હોવાને કારણે ખાસ કરીને સવારના સમયે મુસાફરો માટે પરિસ્થિતિ વધુ કઠિન બની છે. મુંબઈ માટેની બે ફ્લાઇટ્સ એક જ સમયગાળા દરમિયાન હોવાને કારણે એરપોર્ટ પર વ્યાપક ભીડ જોવા મળી છે, જે મુસાફરો માટે મુશ્કેલીનું કારણ બની છે. ત્યારે મુસાફરો ફ્લાઈટ્સમાં બેસે એ પહેલાં હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં, કચ્છ આવેલા વિદેશી મુસાફર પણ અગવડતાથી ત્રાહિમામ્ પોકારી ગયા છે સિક્યોરિટી ચેક ઇન પ્રક્રિયા બોર્ડિંગ પાસ મેળવતા…
લોકભાષા-ભુજ : તાજેતરમાં લોકસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદે મહાન યોદ્ધા મહારાણા સંગ્રામસિંહ (શ્રી રાણા સાંગા) અંગે અપમાનજનક ટિપ્પણી કરી, જેના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. ઐતિહાસિક મહાનાયકને અપમાનિત કરવા પ્રયાસ કરનાર આ નિવેદન સામે દેશભરમાં આક્રોશ ફેલાયો છે. આ ઘટનાને લઈને રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અને કચ્છ જિલ્લા શાખા દ્વારા ભુજ ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં આ નિવેદનનો કડક વિરોધ દર્શાવાયો અને તાત્કાલિક માફી માગવાની માગણી કરવામાં આવી. આ વિરોધમાં બજરંગ દળ પણ જોડાયું અને સંગઠનના અનેક કાર્યકરો રાષ્ટ્રીય ગૌરવ અને ઐતિહાસિક વીર પુરુષોના સન્માન માટે એકઠા થયા હતા સાંસદના નિવેદનનો કડક વિરોધ અને…
લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના બીદડા ગામે પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતાએ વેવાણ સહિત ત્રણ સ્ત્રીઓએ ધોકાથી માર મારીને ગંભીર ઇજા પહોંચાડતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોડાય પોલીસ મથકમાં આરોપણો સામે ફરિયાદ નોંધાવાઇ હતી. બીદડા ગામે રહેતા દિનેશભાઇ લધાભાઇ સંઘાર (ઉ.વ.46)એ કોડાય પોલીસ મથકમાં બીદડા ગામે રહેતા રાજબાઇ વિરમભાઇ સાકરીયા, જાનબાઇ બુધીયા, સોનબાઇ નામની ત્રણ મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવ ગુરૂવારે સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં ગામના જુના બસ સ્ટેશન પાસે બન્યો હતો. ફરિયાદીના પિતા પાનની દુકાનની આગળ બાંકડા પર બેઠા હતા. ત્યારે રાજબાઇ વિરમભાઇ સાકરીયા સહિત ત્રણ સ્ત્રીઓ કારથી આવી હતી. અને ફરિયાદીના ભાઇ રાજેશ ઉર્ફે…
લોકભાષા-ગાંધીધામ : ઐતિહાસિક અને ધર્મપ્રેમી ભક્તજનો માટે આસ્થાનું પ્રતિક ગણાતા ગોવર્ધન પર્વત પર આજે એક વિશેષ અને ભાવિ ક્ષણ બની, જ્યારે દેશના પ્રજાવત્સલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભાઈ સોમાભાઈ મોદી પરિવાર સાથે આ પવિત્ર ધરતી પર પધાર્યા. તેમના આગમન પર સચ્ચિદાનંદ સંપ્રદાયના વર્તમાન મહંત ત્રિકમદાસજી મહારાજે પારંપરિક રીતે તેમનું હર્ષભેર સ્વાગત કર્યું હતુ ગોવર્ધન પર્વત માત્ર એક પર્યટન સ્થળ જ નહીં, પરંતુ હિન્દુ ધર્મની આસ્થા અને કૃષ્ણ ભક્તિનું પવિત્ર પ્રતિક છે. આ પર્વતનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ પ્રાચીન કાળથી જ રહી આવ્યું છે. ભક્તજનો આ પર્વતની પરિક્રમા કરીને પવિત્રતાનો અનુભવ કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભાઈ સોમાભાઈ મોદી તેમના પરિવાર સાથે…
લોકભાષા-ભુજ : માંડવીના મોઢવા ગામે રહેણાકના મકાનમાંથી આધાર વીનાના ડીઝલ અને પેટ્રોલના જથ્થા સાથે એલસીબીની ટીમે આરોપીને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મોઢવા ગામે રહેતા ફારૂક ફતેમામદ ભટ્ટીના ઘરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઘરમાંથી 510 લીટર ડીઝલ કિંમત 54,900 અને 7,520ની કિંમતનું 80 લીટર પેટ્રોલ મળી આવ્યું હતું. ફારૂક પાસે જેના આધર પુરાવા ન હોવાથી મુદમાલ સાથે આરોપીની અટકાયત કરીને માંડવી મરિન પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
લોકભાષા-ભુજ : ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વે પ્રિયજનોનાં સ્મૃત્યર્થે તથા ગૌ માતના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ એવમ્ નારાયણયજ્ઞ યોજાશે. આ વખતે ભાગવત કથામાં ૪૦૧ જેટલી પોથીઓ મુકવામાં આવશે. તા. ૨૯ માર્ચથી પ્રારંભ થનારી કથાની પૂર્ણાહૂતિ આગામી તા. ૪ એપ્રિલનાં રોજ કરવામાં આવશે. આ કથા દરમ્યાન આવતાં વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. સતત ૧૩ વર્ષથી ગૌ સેવા ના લાભાર્થે આ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવમાં આવે છે. પારાયણ માં ભારતભર ના જુદા જુદા રાજ્યો અને દુનિયા ના અન્ય દેશો જેવા કે, યુકે, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેન્યા ,આફ્રિકા, ટાન્ઝાનિયા અને સિસ્લષ ના ભકતો કે જેઓ ના સજ્જનો…

