Author: Nidhiresh A Raval

લોકભાષા-નખત્રાણા : સરકાર આપને દ્વાર અંતર્ગત નખત્રાણા ખાતે નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.શહેરી વિસ્તારમાં આ દસમો તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ નખત્રણા વેપારી મંડળના હોલ ખાતે યોજાયેલ.આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ સેવાઓ એક જ જગ્યાએ શહેરીજનોને વિવિધ યોજનાના લાભો મળી રહે અને સરકારી અલગ અલગ કચેરીઓમાં કામ માટે ના જવું પડે તે વિલબ વગર કામો થાય છેવાડાનો માણસ પરેશાન ન થાય તેવા ઉદ્દેશ્યથી સરકાર આપની દ્વારા અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, રાશન કાર્ડ, કુપોષિત બાળકોના આહાર માટે આઈસીડીએસ કચેરી દ્વારા પોષણ અંગેની સમજ આપવામાં આવેલ…

Read More

લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે એસ્પિરેશનલ બ્લોક રાપર અને લખપત તાલુકાના સર્વાંગી વિકાસ માટે આયોજિત ‘સંપૂર્ણતા અભિયાન’નો સમાપન સમારોહ યોજાયો હતો. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપરના ધારાસભ્યએ સંપૂર્ણતા અભિયાન અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોના સર્વાંગી વિકાસ માટે લેવામાં આવેલા પગલાઓની સરાહના કરી હતી. આ પ્રસંગે કચ્છ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, રાપર અને લખપત તાલુકાનો સર્વાંગી વિકાસ થાય તે‌ માટે સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા નિયત ઈન્ડીકેટર્સથી ઓછો વિકાસ ધરાવતા તાલુકાનો આ અભિયાન અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો હતો. રાપર અને લખપત તાલુકામાં સંપૂર્ણતા અભિયાન…

Read More

લોકભાષા-ગાંધીધામ : નવરાત્રિના નવમા નોરતા નિમિતે નખત્રાણા તાલુકાના નિરોણા ગામ ખાતે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટર બલ્ક મિલ્ક કુલરનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અમૂલના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે અબડાસાના લોક લાડીલા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ દ્વારા જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક ધારા ધોરણ તેમજ અત્યાધુનિક ટેક્નોલૉજી સાથે સુસંગત થઈને પશુપાલન કરીયે જેથી દૂધ માં વધારો થાય તેથી પશુપાલકો ને ફાયદો થાય. તેમજ દેશી ગાયનું મહત્વ તેમજ પશુ સંવર્ધન વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી. આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે નિરોણા…

Read More

લોકભાષા-ભુજ : આત્મા પ્રોજેક્ટ, કચ્છ તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા પાંચ ગ્રામ પંચાયત દીઠ એક ક્લસ્ટર એમ કુલ ૧૨૨ ક્લસ્ટરમાં ટેક્નિકલ માસ્ટર ટ્રેનર તરીકે વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવક, બ્લોક ટેક્નોલોજી મેનેજર, આસિસ્ટન્ટ ટેક્નોલોજી મેનેજર, ખેતી મદદનીશની નિમણૂક કરી ખેડૂતોને તાલીમ આપવાની કામગીરી ચાલુમાં છે. હાલમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહ-૨૦૨૪ની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં ૨૪ તાલીમનું આયોજન કરીને અંદાજે ૬૮૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપવામાં આવેલી છે. આ તાલીમમાં ખેડૂતો સ્થાનિક ભાષામાં સરળતાથી પ્રાકૃતિક કૃષિ સમજી શકે અને કોઇ પ્રશ્ન હોય તો તેના સચોટ માર્ગદર્શન માટે ફાર્મર માસ્ટર ટ્રેનરની નિમણૂક કરવામાં…

Read More

લોકભાષા-ગાંધીધામ : દેશી દેવી મા આશાપુરા માતાના મઢ ખાતે હનુમંતસિંહએ પતરીનો પ્રસાદ ઝીલ્યો હતો જ્યારે ભુજના આશાપુરા મંદિરે મહારાણી પ્રીતિ દેવીએ પતરીનો પ્રસાદ ઝીલી પરંપરા નિભાવી હતી. કચ્છની આસ્થા સાથે જોડાયેલા માતાના મઢ ખાતે હનુમંતસિંહ દ્વારા માતાજીનો પ્રસાદ મેળવ્યો હતો દર વર્ષે નવરાત્રીમાં માતાના મઢ આશાપુરા મંદિર ખાતે પરંપરાગત રીતે ચાલી આવતી આ વિધિમાં વિવાદ બાદ રાજ્યની વડી અદાલતે આપેલા હુકમ બાદ હનુમંતસિંહએ આજે સવારે માતાના મઢ ખાતે ચામરીયાત્રાનો ચાચરકુંડથી પ્રારંભ કરી માતાનામઢ તરફ પ્રસ્થાન કર્યું હતું અને માં આશાપુરા પાસેથી પરંપરાગત રીતે પતરીનો પ્રસાદ ઝીલ્યો હતો આ સમયે ઉપસ્થિત હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીનો જય જય કાર કર્યો હતો. …

Read More

લોકભાષા-ગાંધીધામ : શહેરના અગ્રવાલ સમાજના ઉપક્રમે આજે આગામી તા.૧૨-૧૦ના દશેરાની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીધામના શક્તિનગર ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ પર્વ દરમ્યાન રામલીલાના આયોજન બાદ વિજયા દશમીના પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે. શનિવારે બપોરે ૩.૩૦ કલાકે શહેરના ઝંડાચોકથી રાવણ દહન માટે ભગવાન રામની વાનરસેનાની યાત્રાનો પ્રારંભ થશે. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ આ યાત્રા ડીપીટીના ગ્રાઉન્ડ પર પહોંચશે. ડીપીટી ગ્રાઉન્ડ ખાતે સાંજે ૬.૩૦ કલાકે રાવણના પુતળાનું દહન અને ભવ્ય આતશબાજી કરવામાં આવશે. આ વાનરસેના યાત્રામાં ઓનલાઈન નોંધણી કરાવનાર તમામ સભ્યો માટે લક્કી ડ્રો કરવામાં આવશે. પ્રથમ વિજેતાને ૧૦૦ ગ્રામ ચાંદીનો સિક્કો, દ્વિતીય વિજેતાને ૫૦ ગ્રામ, તૃતિય ક્રમે ૨૦…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામમાથી ચોરાયેલી આઠ બાઈક સાથે લાકડીયા પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી મોટરસાયકલ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી કરી કુલ-૦૮ મોટરસાયકલ સાથે એક આરોપીને લાકડીયા પોલીસે ઝડપી ઝડપી પાડ્યો હતો આ અંગે મળતી વિગતો મુજબ લાકડીયા પોલીસ સ્ટેશનના ટેકનીકલ સર્વેલન્શની ટીમ વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન એક ઇસમ નંબર પ્લેટ વગરના મો.સા. સાથે મળી આવતા તેની પુછપરછ કરતા તેના કબજામાંથી કુલ-૦૮ મોટરસાયકલ કિંમત રૂપિયા 1.95 લાખ મળી આવતા આરોપી જયેશ રમેશ કોલીની અટકાયત કરી મુદ્દામાલને BNSS કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ-કંડલા બંદર વિસ્તાર એક મહત્વપૂર્ણ આર્થિક ઝોન છે, જ્યાં છેલ્લા દાયકામાં વસ્તી અને વ્યાપારિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે, પૂર્વ કચ્છના આર્થિક કેન્દ્ર તરીકે ઓળખાતા ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી પોસ્ટલ સેવાઓની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા, અમદાવાદ સ્થિત મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ સમક્ષ પત્ર પાઠવી પોસ્ટલ સેવાઓની ગંભીર પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી તેનું તાત્કાલિક નિરાકરણ લાવવા અપીલ કરાઇ છે. આ અંગે ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજે જણાવેલ કે, સંકુલની પોસ્ટલ કચેરીની વર્તમાન પરિસ્થિતિનું વિશ્લેષણ કરીએ તો, અંદાજે ૧૫ જેટલા પોસ્ટમેનની જગ્યાએ માત્ર ૪ પોસ્ટમેન કાર્યરત છે તેમજ, વહીવટી કચેરીમાં…

Read More

લોકભાષા-ગાંધીધામ : સમગ્ર કચ્છમાં રસ્તા પર ભટકતા ગોવંશ કે ઢોરોની મોટી સમસ્યા છે તમામે ગામ અને શહેર આ વિશે સ્થાનિક તંત્રને અનેક રજૂઆત અને આવેદનો અવારનવાર આપતા રહે છે. રસ્તે ભટકતા આખલાઓના કારણે અનેક મહામૂલ જિંદગી હોમાઈ હોવાના બનાવ બની ચૂક્યા છે. હાલ રાપરમાં બે આંખલાની લડાઈમા વેપારી અગ્રણીનો ભોગ લેવાયો છે. ગાંધીધામ સ્વચ્છ અભિયાન સમિતિના સંયોજક કુમાર રામચંદાણી દ્વારા રસ્તે રખડતા ઢોરોની સમસ્યા વિશે એક આવેદનપત્ર કલેક્ટર કચ્છને પાઠવ્યું હતું જેમાં ગાંધીધામ શહેરમાં રખડતા ઢોરોને નિયંત્રિત કરવા નગરપાલિકા અને કલેક્ટરને રજુઆત કરી હતી. સમગ્ર કચ્છમા નેશનલ હાઈવે, સ્ટેટ હાઇવે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા દિન પ્રતિદિન વધતી…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સરળીકરણ પ્રક્રિયા અંગેના આ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે કંડલા કસ્ટમ્સના આસિસ્ટન્ટ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સાથે, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સભાગૃહમાં યોજાયેલા આ સેમિનારમાં, કસ્ટમ્સ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, પોર્ટ અધિકારીઓ, શિપિંગ લાઈન્સના પ્રતિનિધિઓ તેમજ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પદાધિકારીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ કાર્યક્રમનું સંચાલન કરતાં જણાવ્યું હતું કે. કસ્ટમ્સના નવા સી કાર્ગો મેનિફેસ્ટ એન્ડ ટ્રાન્સ શિપમેન્ટ રેગ્યુલેશનના મુખ્ય મુદ્દાઓ પૈકી, નવા નિયમોનું મહત્વ, આંતરરાષ્ટ્રીય વેપારને સરળ બનાવવો, કાર્ગો ટ્રેકીંગમાં સુધારો, પારદર્શિતા વધારવા અંગે મુખ્ય આવી…

Read More