Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : કચ્છમાં બપોર બાદ અમુક વિસ્તારમાં વાતાવરણ બદલાયું હતું અને માવઠું વરસતા અનેક વિસ્તારોમાં માર્ગ ઉપર પાણી વહી નીકળ્યા હતા તો અમુક વિસ્તારોમાં તો ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો હતો. કચ્છના માંડવી અને અબડાસા પંથકમાં બપોર બાદ બદલાયેલા વાતાવરણ વચ્ચે માવઠું વરસ્યુ હતું એક તરફ અસહ્ય ગરમીથી શેકાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે માંડવી અને અબડાસા પંથકમાં વરસાદ વરસ્યો હતો અમુક વિસ્તારોમાં તો પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા જાણે ચોમાસું હોય તેવું માહોલ સર્જાયો હતો. જોકે આ વરસાદના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે ખાસ કરીને બાગાયતી પાકમાં નુકસાન થાય એમ મનાય છે બદલાયેલા વાતાવરણ બાદ…
લોકભાષા-ગાંધીધામ : કચ્છના આડેસરમા નવરાત્રીના ગરબામાથી પરત આવતી 18 વર્ષીય યુવતી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ દફ્તરે નોંધાતા પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આડેસર પોલીસ મથકે ભોગ બનનારે દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવતાં આ મામલે પોલીસે યુવતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે થોડા દિવસ અગાઉ નવરાત્રીના ગરબામાંથી પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં તેને ચક્કર આવતા તે માર્ગની બાજુમાં બેસી ગઈ હતી. ત્યારે બે લોકો યુવતીને પાણી પીવડાવા માટે કારખાનામાં સાથે લઈ ગયા હતા, જો કે થોડીવાર બાદ કારખાનાનો માલિક ત્યા આવ્યો હતો અને બે લોકોને…
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એલ.સી.બીએ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ પાસાની દરખાસ્ત મંજૂર થતા ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો. પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા દ્વારા પ્રોહીબીશન બુટલેગ૨ શિવરાજસિંહ મદનસિંહ શેખાવત વિરુધ્ધ જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબીશનનાં મોટા જથ્થાના ગુનાઓ દાખલ થયેલ હોય જે અન્વયે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને કલેકટર કચ્છ ભુજ તરફથી પાસા દરખાસ્ત મંજુર રાખી પાસા વોરંટ ઈશ્યુ કરતા એલ.સી.બી.ની ટીમ દ્વારા બુટલેગર શિવરાજસિંહ મદનસિંહ શેખાવતને પાસા તળે અટકાયતમા લઇ મધ્યસ્થ જેલ સાબરમતી, અમદાવાદ જેલ ખાતે જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે. આરોપી શિવરાજસિંહ મદનસિંહ શેખાવત ઉ.વ.૪૩ ૨હે.બાગ્રેશ્રી પામ્સ સોસાયટી, ગળપાદર તા.…
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એલ.સી.બીએ કંડલામાથી સી.પી.યુ તેલ ચોરી ક૨તા બે આરોપીઓને ૭૦૦ લીટર સી.પી.યુ તેલ સાથે ઝડપી લીધા હતા. એલ.સી.બીની ટીમ કંડલા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન અમુક આરોપીઓ ટેન્કરના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી સી.પી.યુ તેલની ચોરી કરી આ ચોરીનુ તેલ એક નંબર વગરની ટાવેરા કારમાં ભરેલ છે અને આ ટાવેરા કાર કેશર કંપની પાસે આવેલ પાર્કીંગમાં ઉભેલ છે તેવી બાતમી હકીકત આધારે એલ.સી.બીની ટીમ દ્વારા આ જગ્યાએ રેઈડ કરી હતી અને ટાવેરા કારમાં તપાસ કરતા સીપીયુ તેલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી જગદીશ રાજાભાઈ વીરડા, તુફેલ ઇલીયાસ કોરડીયાને સી.પી.ઓ તેલ લીટર-૭૦૦ કિંમત રૂપિયા ૬૬,૫૦૦, નંબર…
લોકભાષા-ગાંધીધામ : પધ્ધર પોલીસે કનૈયાબે સીમમા આવેલા મોબાઇલ ફોન ટાવરની બેટરી ચોરીના આરોપીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક આરોપીનુ નામ ખુલતા તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પધ્ધર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. રામસંગજી સોઢા તથા પો.હેડ કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજાને સયુક્ત બાતમી મળી હતી કે, કનૈયાબે સીમ વિસ્તારમાં આવેલ મોબાઇલ ફોન ટાવરની બેટરી ચોરીને અંજામ આપનાર અને ચોરી સમયે સ્થાનિકેથી કબ્જે કરવામાં આવેલ મોટર સાઇકલ રજી.નંબર-GJ-12-HC- 2061નો માલિક અલ્તાફ અલ્લારખા શેખ રહે. કનૈયાબે તા.ભુજ વાળો અંજાર ખાતેથી પોતાના ગામે આવવા સફેદ કલરની રિક્ષામાં બેસી નિકળી ગયેલ છે જેથી તેને પકડી પાડવા કનૈયાબે ગામથી ખોખરા જતા રોડ…
લોકભાષા-આણંદપર : ભુજ તાલુકાના દેશલપર (વાંઢાય) ગામે છેલ્લા ૧૦૫ વર્ષથી ગામના મુખ્ય ચોકમાં ચાચર ચોકમાં માતાજીની આરતી સ્તુતિ સાથે નવરાત્રીની શરૂઆત કરવામાં આવે છે.આ ચોકમાં પ્રાચીન અર્વાચીન ગરબા ગાઈ ને રમઝટ બોલાવવામાં આવે છે.આ નવરાત્રીમાં લક્ષ્મીનારાયણ સમાજ,સતપંથ સમાજ અને મહાજન સમાજ દ્વારા સંયુક્ત આયોજન કરી અને ગામ લોકો હર્ષભેર આ નવરાત્રીમાં મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવે છે. બહેનો અને ભાઈઓ અલગ અલગ રમીને રાસ અને ડાંડિયારાસ રમવામાં આવે છે. દુહા છંદ ગાઈને જીતુભાઈ ઠક્કર, રાજુભાઈ રામાણી, સરલાબેન રામાણી, નીતિન ઠક્કર, સૌરભ રામાણી, રાજુ માવાણિ, સચિન લીંબાણી, કિરણ દરજી લોકોને ડોલાવી રહ્યા છે. વર્ષોની પરંપરા આજે પણ દેશલપરના ગ્રામ વાસીઓએ…
લોકભાષા-ભુજ : ભુજ ખાતે કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા ભુજ ખાતે નવનિર્મિત રૂ.૧૯ કરોડના ૧૪૪ મકાનોનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત, ગૃહરાજ્યમંત્રીએ કચ્છ જિલ્લા એસઆરપી ગ્રુપ-૧૬ ભચાઉ ખાતેના કક્ષા-બીના ૭૨ આવાસો તથા ગાગોદર પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સંચાલિત શિણાય ગૌશાળા તથા અંજાર એસટી ડેપો વર્કશોપનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. આજના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, સરહદી કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે જેથી તેની સુરક્ષા મહત્વપૂર્ણ છે. દેશની સુરક્ષાનું મહત્વપૂર્ણ કાર્ય કરતા પોલીસ જવાન, બીએસએફ તથા આર્મીના જવાનોને તેમણે…
લોકભાષા-ભુજ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અત્યાર સુધીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે. વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધલક્ષી કાર્યક્રમો રાજયભરમાં યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોનું સુશોભન અને લાઈટીંગ કરવામાં આવ્યું છે. ભુજમાં પણ સ્મૃતિવન સ્મારક અને મ્યૂઝિયમ્સની ઇમારતને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. આ નજારો જોઈ પ્રવાસીઓ તથા શહેરીજનો અભિભૂત થયા હતા.
લોકભાષા-ગાંધીધામ : ભચાઉ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દ૨મ્યાન વાગડ વેલ્ફર હોસ્પિટલની બાજુમાથી લોર્ડીંગ છકડામાં અમુક ઇસમો ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ નીકળવાના હોવાની બાતમી મળી હતી જેના આધારે વોચ હતી ત્યારે લોર્ડીંગ છકડા નંબર જી.જે.૦૮ વાય.૪૯૮૫ પસાર થતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી ભા૨તીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ કામગીરીમાં આરોપીઓ વિશનભાઈ હરજીભાઈ બારસણીયા ઉ.વ.૨૪ રહેવાસી બાદરગઢતા.રાપર કચ્છ હાલ રહેવાસી જય ભવાની ગાજબટન ખોતવાડી શાન્તાકૃઝ વેસ્ટ મુંબઈ (મહારાષ્ટ્ર), જીતેન્દ્રભાઈ જગદીશભાઈ રાવરીયા (પટેલ) ઉ.વ. ૩૨ રહેવાસી લખપત તા.ભચાઉ કચ્છ હાલ રહે.પ્રભાતકોલોની શાન્તાકૃઝ ઇસ્ટ મુંબઈ (મહારાષ્ટ્ર), હીતેશભાઈ અરજણભાઈ બારી (રાજપુત) ઉ.વ. ૧૯ ૨હેવાસી…
લોકભાષા-ગાંધીધામ : રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છ જીલ્લામાં પોલીસ ક્વાટરના લોકાર્પણ પ્રસંગમાં આવેલ અને તેમના ભાષણ દરમ્યાન એવું જણાવેલ કે કચ્છ જીલ્લાના ખાટકી જીલ્લો છોડીને જાય નહિતર રાજ્ય છોડીને જવું પડશે તેવી આકરી પ્રતિક્રિયા આપેલ. અને કચ્છ જીલ્લા પોલીસ વિભાગ દ્વારા કચ્છ જીલ્લામાં તેમના મારફતે ગૌશાળા શરૂ કરવા માટે અભિનંદન પાઠવેલ. જે સારી બાબત છે પરંતુ રાજ્યના ગૃહમંત્રી જે ગૌમાતા માટે આકરી પ્રતિક્રિયા આપી અને અમારી સરકાર ચલાવી નહિ લે તેવું જણાવેલ છે ત્યારે તેમને જણાવવા માંગીએ છીએ કે આપની જ ભારતીય જનતા પાર્ટીની સરકાર મેઘાલયમાં છે ત્યાના મુખ્યમંત્રી દ્વારા એવું નિવેદન કરેલ છે કે બીજા માંસ કરતા ગાયનું…

