Author: Nidhiresh A Raval

લોકભાષા-મુન્દ્રા : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.કાર્યકુશળતામાં સતત સફળતાના શિખરો સર કરી રહ્યું છે. અદાણી પોર્ટ મુન્દ્રાની ટીમે ચાલુ નાણાકીય વર્ષમાં 100 એમએમટી કાર્ગો હેન્ડલ કરીને એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ગત વર્ષની તુલનાએ એક મહિના પેહલા આ સફળતા મેળવી છે. આ માઈલસ્ટોન પાર કર્યા બાદ હવે ચાલુ વર્ષનો 200 એમએમટીનો ટાર્ગેટ હાથવેંતમાં હાંસલ કરવા પોર્ટ ટીમ ભારે ઉત્સાહિત છે. નોંધનીય છે કે ગત વર્ષે 28 ઓક્ટોબર, 2023ના રોજ આ સિદ્ધિ હાંસલ કરી હતી. પાછલા ક્વાટરમાં અદાણી પોર્ટના માસિક કાર્ગો વોલ્યુમ હેન્ડલિંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. તદઉપરાંત અદાણી પોર્ટ્સ મુંદ્રા ખાતે સપ્ટેમ્બર માસમાં 1637 ટ્રેન થકી 1,84,000…

Read More

લોકભાષા-ગાંધીધામ : દેશના મહાબંદરગાહો ઉપર કામ કરતા કર્મચારીઓ અને કામદારો માટે બોનસની નવીનિતિને કેન્દ્રીય કેબિનેટએ મંજુરી આપી દીધી છે. જેથી દિવાળી પર્વ પહેલા બોનસની ચુકવણી થાય તે માટેના સંજોગો ઉજળા બન્યા છે ભારત સરકારનાં શિપિંગ મંત્રાલય દ્વારા કેન્દ્રીય કેબિનેટને મોકલવામાં આવેલી કામદારોને મળવા પાત્ર બોનસની સિલીંગ 2020-21 થી 2025-26 સુધી મુખ્ય બંદરો અને ગોદી મજૂર બોર્ડના કર્મચારીઓ/કામદારો માટે સંશોધિત ઉત્પાદકતા લિંક્ડ રિવોર્ડ યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો પોર્ટના લગભગ 20,704 કર્મચારીઓ અને ડોક લેબર બોર્ડના કર્મચારીઓ/કામદારોને થશે. તેમજ સમગ્ર સમયગાળા દરમિયાન દેશના મહાબંદરગાહો લગભગ રૂપિયા 200 કરોડનુ આર્થિક ભારણ વધશે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે 2020-21 થી 2025-26 ના…

Read More

લોકભાષા-ભુજ : રાજ્ય સરકારના આદેશ અનુસાર હાલ સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ તેમજ સફાઈ ઝુંબેશ જેવા કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે તા. ૦૨/૧૦/૨૦૨૪ ના રોજ ભુજ નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે બસ સ્ટેશન, ટાઉનહોલ, જ્યુબીલી સર્કલ, જી.કે. જનરલ હોસ્પિટલ સુધી જાહેરમાં ગંદકી કરતા ઇસમો ને દંડ કરવામાં આવેલ હતું. અંદાજીત ૨૭ જેટલા ઇસમોને દંડ કરવામાં આવ્યું હતું ને આશરે કુલ ૫૪૦૦-૫૫૦૦ જેટલો દંડ વસુલવામાં આવ્યું હતું. આ કામગીરી હજુ આગળ પણ ચાલુ રહેશે. જેથી કરીને શહેરીજનોને તેમજ લારી ગલ્લા વાળા તેમજ દુકાનદારોને જાહેરમાં ગંદકી ના કરવા અપીલ કરવામાં આવે છે અન્યથા હજુ કડક કાર્યવાહી પણ થઈ…

Read More

લોકભાષા-ગાંધીધામ : ભચાઉ પ્રાંત અધિકારી અને ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા લાકડીયા આડેસર હાઈવે ઉપર ખનીજ ચોરી કરતા ૧૮ ટ્રકોને ઝડપી પાડ્યા : ૫.૪૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પોલીસને કાર્યવાહી માટે સોંપવામાં આવી છે. ભાચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી તથા ફ્લાઇંગ સ્કવોર્ડના મદદનીશ નિયામક મેહુલ શાહ તથા તપાસ ટીમ દ્વારા પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા આડેસર હાઇવે પર ગેરકાયદે ખનિજ પ્રવૃતિ અંગે વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જે દરમ્યાન લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અધિકૃત રોયલ્ટી પાસ વિના ચાઈનાકલે ખનિજ વહન કરતી એક સાથે કુલ 16 ટ્રકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તે જ રીતે ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અન્ય બે…

Read More

લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લાના સામત્રા ગામ નજીકના ચાડવા રખાલ વિસ્તારમાં કેરેકલ(હેણોતરો) બ્રીડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા રાજ્ય સરકાર ૧૦ કરોડ રૂપિયા ફાળવશે તેવી મુખ્યમંત્રી માંડવી ખાતે આયોજીત સમારોહમા જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં અતિ દુર્લભ તથા ગુજરાતમાં માત્ર કચ્છ જિલ્લામાં જ જોવા મળતા કેરેકલ (હેણોતરો)ના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે આ વિસ્તારને કેરેકલ પ્રજનન અને સંરક્ષણ વિસ્તાર તરીકે વ્યવસ્થાપિત કરવામાં આવશે. કચ્છની મહત્વની પ્રાકૃતિક ધરોહર સમા આ ચાડવા રખાલ ખાતે કેરેકલ-હેણોતરો ઉપરાંત દિપડા, મગર, ચિંકારા, ઘોર ખોદીયું, શિયાળ જેવા ૨૮ જેટલા સસ્તન, ૨૮ સરિસૃપ અને ૨૪૨ વિહંગ પ્રજાતિ મળી કુલ ૨૯૬ જેટલી પ્રજાતિની પ્રાણીજ વૈવિધ્યતા જોવા મળે છે. એટલું…

Read More

લોકભાષા-ભુજ : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૭મી જન્મજયંતિ નિમિત્તે કચ્છ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માંડવી તાલુકાના મસ્કા ખાતે રૂ. ૨૦ કરોડના ખર્ચે અત્યાધુનિક ટેકનોલોજી અને રસપ્રદ આકર્ષણો સાથે આધુનીકરણ પામેલ શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક – ક્રાંતિતીર્થનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિતીર્થ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના વારસાને સદાય માટે નવી પેઢીઓ સુધી પહોંચાડશે તેવી ભાવના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ નવીનીકરણ પામેલા ક્રાંતિતીર્થની તકતીનું અનાવરણ કરીને બ્રિટિશ સામ્રાજ્યના ગઢમાં સ્વતંત્રતાની મશાલ જગાવનાર દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્માના જીવનની ઝાંખી કરાવતી મ્યુઝીયમ ગેલેરી તથા ઇન્ડીયા હાઉસની મુલાકાત લઇને ભારતના સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણવર્માની જીવનગાથા તથા તેના ભવ્ય વારસાને નિહાળીને…

Read More

લોકભાષા-આણંદપર : નવરાત્રી પર્વ આવતા ગામડું હોય કે શહેર ઠેરઠેર દાંડિયા રસ કે ગરબાની રમઝટ જામતી જોવા મળતી હોય છે. વર્ષો પહેલા ગરબીચોકનો શણગારથી લઈને તમામ આયોજનો જે તે વિસ્તારના અબાલ વૃધ્ધ ઉમંગથી કરતા હતા. તેનું સ્થાન વ્યવસાયિક આયોજકોએ લઈ લીઘું છે. આધુનિક મંડપ, ડેકોરેશનનો ઝગમગાટ વચ્ચે પણ આજે ડીઝીટલ યુગ છતા પણ નવરાત્રી પર્વ નિમિત્તે આજે પણ અમુકો ગામોમાં ગરબી ચોકમાં પેઇન્ટિંગ કરેલા ભીત ચિત્રો જોવા મળી રહ્યા છે. આજના ઝડપી યુગમાં દરેકમાં પરિવર્તન આવતું જાય છે.જૂના જમાનામાં ગરબીના બેનરો પીંછી દ્વારા ચિતરવામાં આવતા.ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રી નાટકનું અનેરૂ મહત્વ હતું.દરેક નાટકના વિષયને અનુરૂપ પડદા પણ ચિત્રકારો દ્વારા ચિતરવામાં આવતા.…

Read More

લોકભાષા-ગાંધીધામ : કચ્છના દીનદયાળ પોર્ટ ખાતે આતંકવાદી હુમલો થતાં અફરાતફરી મચી જવા પામી હતી. ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ સુરક્ષા એજન્સીઓ જેવી કે પોલીસ, સીઆઈએસએફ, એસઓજી, મરીન ટાસ્ક ફોર્સ, ઇન્ટેલિજન્સ યુનિટ્સ અને ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા સંયુક્ત રીતે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલના પૂર્વ આયોજિત પ્લાન મુજબ દરિયાઈ માર્ગે ખાડીમાંથી આતંકવાદીઓએ આવીને કંડલા પોર્ટમાં ઘૂસવા માટે એક બોટને બંધક બનાવી હતી. ક્રિકમાં શંકાસ્પદ એક્ટિવિટી જોતા જ સીઆરપીએફનું પેટ્રોલિંગ યુનિટ સક્રિય થયું હતું. આથી આતંકવાદીઓ ફાયરિંગ કરતાં કરતાં કંડલા પોર્ટની ફ્લોટીંગ જેટી થઈને આસિસ્ટન્ટ ટ્રાફિક મેનેજર ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન અથડામણ થતાં સીઆરપીએફની ક્વિક રિસ્પોન્સ…

Read More

લોકભાષા-ભુજ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૪ ઓકટોબરના રોજ કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બપોરે માંડવી ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ.૨૮.૪૬ના કુલ ૬ કામોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ રૂ. ૮૯.૨૧ કરોડના ૯ કામોનું ઇ-લોકાર્પણ કરી કુલ રૂ.૧૧૭ કરોડથી વધુના વિવિધ વિકાસકામોની કચ્છવાસીઓને ભેટ આપશે. મુખ્યમંત્રીની આ મુલાકાતમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો સર્વ કેશુભાઇ પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરૂધ્ધભાઇ દવે તથા ત્રિકમભાઇ છાંગા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ લોકાર્પણના કાર્યક્રમમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂ. ૨૯.૯૪ કરોડના ખર્ચે બનેલ માંડવી ભાગ-૩ જુથ સુધારણા યોજનાનું લોકાર્પણ, ગુજરાત પાણી પુરવઠા અને…

Read More

લોકભાષા-ગાંધીધામ : નખત્રાણામાં દંપતી સાથે છેતરપીંડી કરી સોના ચાંદીના આભૂષણો અને રોકડ રૂપિયા લઈ જનાર ઠગ ટોળકીને નખત્રાણા પોલીસે બનાસકાંઠાના થરાદમાંથી ઝડપી પાડી હતી તેમના કબજામાંથી આશરે 11 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો. આ બનાવની મળતી વિગતો મુજબ થોડા દિવસ પહેલા નખત્રાણા પોલીસ મથકે મહિલા દ્વારા પોતાની સાથે ખેતરપિંડી કરી આભૂષણો અને રોકડા રૂપિયા બે લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ કરી હતી આ અંગે પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન નખત્રાણા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન આ ગુનાના આરોપીઓ બનાસકાંઠાના થરાદમાં હોવાનું જાણવા મળતા પશ્ચિમ કચ્છ એલસીબીના ટેકનિકલ સ્ટાફની મદદ લઈ આરોપીઓના લોકેશન મેળવ્યા…

Read More