Author: Nidhiresh A Raval
મહેસાણામહેસાણા જિલ્લાને હચમચાવી મુકનાર ડબ્બા ટ્રેડિંગ મામલે ગૃહ વિભાગના નિર્દેશ બાદ ગાંધીનગર રેન્જ આઈ જી દ્વારા એસ આઈ ટી ની રચના કરવામાં આવી છે.મહેસાણા જિલ્લામાં વડનગર,ખેરાલુ,સતલાસણા ડબ્બા ટ્રેડિંગનું એપી સેન્ટર છે.છેલ્લા બે વર્ષમાં ઉત્તર પ્રદેશ,હરિયાણા,રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યના શેર બજારના રોકાણકારોને ટાર્ગેટ કરી કરોડોની ઠગાઈ થઈ હોવાના આ કૌભાંડમાં હવે ચોંકાવનારા ખુલાસા થયા છે.એસ આઈ ટી એ આ મામલે છેલ્લા ૧૦ દિવસમાં ૪૫ આરોપીને દબોચી લીધા છે.શુ છે આખું આ રેકેટ જુઓ અમારા આ ખાસ રિપોર્ટમાંવડનગર,વિસનગર,ખેરાલુમાં અને સતલાસણા તાલુકામાં બેરોજગાર યુવાનોને ટાર્ગેટ કરી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી ઠગાઈ આચરવાનું આ કૌભાંડ કોઈ ફિલ્મી કહાનીની કમ નથી.બેરોજગાર યુવાનોને ટાર્ગેટ કરી…
સુરત,એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં દુર્વ્યવહાર કરવા બદલ એક મહિલાને ફ્લાઈટમાંથી બળજબરીથી ખેંચી લેવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા વ્યક્તિએ એક વીડિયો બનાવ્યો અને તેને તેના એક્સ હેન્ડલ પર શેર કર્યો અને દાવો કર્યો કે મહિલાએ એક પેસેન્જરને ધક્કો માર્યો હતો અને ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તેથી તેને ફ્લાઈટમાંથી હટાવી દેવામાં આવી હતી. સુરતથી બેંગ્લોર જઈ રહેલી આ ફ્લાઈટએર ઈન્ડિયા એક્સપ્રેસની હતી. અંદાજે ૨૪ સેકન્ડના વીડિયોમાં બે સુરક્ષાકર્મીઓ મહિલાને ખેંચીને લઈ જતા જાેઈ શકાય છે. જ્યારે ક્રૂ મેમ્બરોએ પેસેન્જરને ધક્કો મારવા અને દુર્વ્યવહાર કરવાનો વિરોધ કર્યો તો મહિલાએ હંગામો…
અમદાવાદ,અમદાવાદમાં ટ્રાફિકને લઈને વહીવટીતંત્ર વધુ સતર્ક થયું છે. તહેવારોની સિઝનમાં માર્ગો પર ટ્રાફિક વધ્યો છે. ત્યારે સામાન્ય નાગરિકો અને કર્મચારીઓથી લઈને શાળાના વિદ્યાર્થીઓ સુધી ટ્રાફિક નિયમન લઈને તંત્રે વધુ કડક વલણ અપનાવ્યું છે. ખાસ કરીને શાળાના સગીર વિદ્યાર્થીઓ કે જેઓ ટુ-વ્હીલર લઈને ફરતા હોય છે તેમના પર પોલીસની બાજ નજર રહેશે. આ સંદર્ભે ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદની કેટલીક શાળાઓમાં આ મુદે ચકાસણી હાથ ધરાઈ હતી.આરટીઓ ટ્રાફિક વિભાગ ડીઇઓ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. સેટેલાઈટની નારાયણગુરુ વિદ્યાલય, શાહીબાગની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ, ગીરધરનગરની સંસ્કાર વિદ્યાનિકેતન હાઈસ્કૂલમાં ટ્રાફિક નિયમન અને શાળાઓમાં ટુ-વ્હીલર લઈને જતા વિદ્યાર્થીઓ…
અમદાવાદ,રાજ્યની શાળાઓને જ્ઞાન સહાયકો ન મળવાના લીધે શિક્ષણ પર ગંભીર અસર પડી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. યોજનાના અમલીકરણ બાદ હજુ પણ અનેક શાળામાં જ્ઞાન સહાયકો મળ્યા નથી અને બીજી બાજુ પંદર દિવસ બાદ પ્રથમ સત્રાંત કસોટી શરૂ થવાની છે ત્યારે વિદ્યાર્થી પ્રથમ સત્ર શિક્ષક વગર જ ભણી પરીક્ષા આપશે તેવી સ્થિતી સર્જાઈ છે. સંચાલક દ્વારા ખાલી જગ્યા પર લાયકાત અને મેરિટના ધોરણે નિમણુંકની સત્તાની માંગણી કરી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે. જેટલા જ્ઞાન સહાયકોની ફાળવણી કરવામાં આવે છે તેમાંથી ૫૦ ટકા તો હાજર થતા ન હોવાથી તે જગ્યા પણ ખાલી રહે છે.પ્રાપ્ત માહિતી અનુસાર, શિક્ષણ વિભાગ દ્વારા…
લોકભાષા-ભુજ ઃકચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલા અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહિત કુલ-૨૧ ટાપુઓ/રોક (ખડક) આવેલા છે. આ ર્નિજન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે. રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં વ્યક્તિઓ સહેલાઈથી આ દરીયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છૂપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે.રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા આ ટાપુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવા નાયબ પોલીસ…
ગાંધીનગર,કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે, ગુજરાતમાં લાભ પાંચમ બાદ તા. ૧૧મી નવેમ્બરથી ૯૦ દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી થશે. ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને લક્ષ્યમાં લઈને કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારનું વિશેષ આયોજન કરવામાં આવશે. ખેડૂતો તા. ૩ થી ૩૧ ઑક્ટોબર સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે. ગાંધીનગર ખાતે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક કૃષિ મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.ગાંધીનગર ખાતે ગત તા. ૨૬મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે…
લોકભાષા-આણંદપર : “સોળ શ્રાદ્ધ નવ નોરતા રે વાલમાં વિસે દિવસે દિવાળી આવશે.”સોળ શ્રાદ્ધ પુરા થવાની તૈયારી માં છે. અને નવરાત્રી શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તેમને મનાવવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી એટલે નવલા નોરતા આ નવે નવ નોરતામાં માતાજીના ગરબા ગાઈને પૂજા કરવામાં આવતી હોય છે. તેમજ માતાજીના સ્થાનકે પગપાળા જતા હોય છે. ચામુંડા માતાજી, અંબે માતાજી, રવેચી માતાજી, ડોણ મધ્યે આવેલ આયુ માતાજી, નેત્રા મધ્યે આવેલ જોગમૈયા માતાજી સહિતના સ્થળોએ લોકો પગપાળા જઈને પોતાની માનતા ઉતારવા જતા હોય છે. આ પગપાળા જતા પદયાત્રીઓને રસ્તામાં કોઈપણ જાતની તકલીફો ના પડે એ માટે સેવાભાવીઓ દ્વારા કેમ્પો બનાવવા…
લોકભાષા-ગાંધીધામ : દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાએ આ નાણાકીય વર્ષમાં ગત વર્ષની સરખામણીએ ૧૬ દિવસ પહેલા ૭૦ મિલિયન મેટ્રીક ટન હાંસલ કરીને કાર્ગો હેન્ડલિંગમાં એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ કામગીરી કરી છે. ગયા વર્ષે, 14મી ઑક્ટોબર, 2023ના રોજ 70 એમએમટીનો આંકડો પહોંચ્યો હતો, જે બંદર પર ઝડપી વૃદ્ધિ અને કાર્યક્ષમતામાં સુધારાને દર્શાવે છે. આ સિદ્ધિ તમામ પોર્ટ વપરાશકર્તાઓ અને હિતધારકોના સામૂહિક પ્રયાસો અને સમર્થન તેમજ બંદર અધિકારીઓ, કર્મચારીઓ, કામદારો અને ટ્રેડ યુનિયનોના સમર્પણને દર્શાવે છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન સંચિત ટનેજમાં આ પ્રભાવશાળી વૃદ્ધિમાં કેટલાક કાર્ગોએ યોગદાન આપ્યું છે. કંડલા બંદરે ફોસ્ફોરિક એસિડ, રસાયણો, ખાતર, રોક ફોસ્ફેટ, આયર્ન સ્ક્રેપ,…
લોકભાષા-નખત્રાણા : નખત્રાણાની મુખ્ય બજાર ઉપર ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો અને શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને કંપનીઓના વાહનો દિવસે પણ પસાર થતા સમસ્યામાં વધારો થઈ રહ્યો છે તેમ છતાં વહીવટી તંત્ર કે પોલીસ વિભાગ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે માતાના મઢ જતા પદયાત્રીઓ, મોટા વાહનો, રખડતા ઢોર તથા આડેધડ વાહનોના ખડકલાને કારણે નખત્રાણા બસ સ્ટેન્ડથી વથાન સુધી ભારે ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહી છે આ સમસ્યામા નાના વાહન ચાલકો તથા વટે માર્ગુઓ પદયાત્રીઓને ભારે પરેશાની વેઠવી પડે છે. ભારે…
લોકભાષા-આણંદપર : એસ.ટી.બસ વિભાગ દ્વારા નખત્રાણા થી ભુજનું અંતર ૫૧ કિલોમીટર અને ભુજ થી નખત્રાણાનું અંતર બસ ટિકિટમાં ૫૪ કિલોમીટર બતાવવામાં આવતા, પ્રવાસીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આ બાબતે એક પ્રવાસીએ જણાવ્યું હતું કે એસ.ટી.બસમાં આપવામાં આવતી ટિકિટમાં બે સ્થળ વચ્ચેના અંતરમાં ત્રણ કિલોમીટર જેટલો તફાવત જણાય છે.અલબત્ત ૩ કિલોમીટરના તફાવતના કારણે ટિકિટની રકમમાં કોઈ ફરક પડતો નથી. પરંતુ સ્વાભાવિક રીતે આશ્ચર્ય થાય કે જે રોડ રસ્તે રૂટ પર બસ જાય ત્યારે ૫૧ કિલોમીટર અને એ જ અંતર કાપીને તે જ રોડ રસ્તા રૂટ પર પરત આવે ત્યારે ૫૪ કિલોમીટર થઈ જાય છે.આવું કેમ બને છે ! …

