Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : અંજાર શહેરી વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે અંજાર પોલીસે એક આરોપીને પકડી પાડયો હતો જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ સહીત ચાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની મળતી વિગતો મુજબ અંજાર પોલીસે બાતમી હકીકત આધારે અંજાર શહેરમાં ગંગાનાકાથી વરસામેડી રેલ્વે ફાટક તરફ જતા રસ્તે ફોર્ચ્યુનર ગાડી નં. જીજે 11 એસ 9161ને રોકી તેમાં તપાસ કરતા અંગ્રેજી દારૂની વિવિધ બ્રાન્ડનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અંજાર પોલીસે રેડ દરમિયાન આરોપી બાબુ ઉર્ફે રમેશ માધાભાઈ ભરવાડ ઉ.વ.30 રહે-ગામ-ગેડી ભરવાડવાસ તા.રાપર-કચ્છના કબજાવાળી આ ગાડીમાથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો સાથેનો જથ્થો કિંમત રૂપિયા 254400 તથા…
અમદાવાદ,તારીખ ૩ ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, અને ૧૨ ઓક્ટોબરે નવરાત્રિ પૂર્ણ થશે. ત્યારે અંબાલાલ પટેલે નક્ષત્ર જાેઈને ભવિષ્યવાણી કરી કે, નવરાત્રિના દિવસોમાં તડકો પડવાની શક્યતા રહેશે અને તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની શક્યતા છે. શરદપૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે ચંદ્ર જાે શ્યામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો હશે તો વાહનોને અસર કરે તેવુ ચક્રવાત બનવાની શક્યતા રહેશે.તેમણે કહ્યું કે, શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર થતા રહેશે અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. શરદ પૂનમથી દેવ દિવાળી સુધીના ભાગોમાં હવામાનમાં પલટા આવ્યા કરશે અને દરિયા ભારે પવન ફૂંકાશે. તારીખ ૧૮,…
ગાંધીનગર,ભાદરવો ભરપૂર ઉક્તિ સાર્થક ઠરી રહી હોય તેમ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આજે (૨૮મી સપ્ટેમ્બર) બપોરે ૧૨ વાગ્યા સુધીમાં રાજ્યના ૭૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં ૨.૪૪ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સુરતના ઓલપાડમાં ૧.૭૩ ઈંચ, વાંપીમાં ૧.૫૦ ઈંચ અને કપરાડામાં ૧.૪૨ ઈંચ જેટલો વરસાદ નોંધાય છે.હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (૨૮મી સપ્ટેમ્બર) સુરત, ભાવનગર, અમરેલી, તાપી અને નર્મદામાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સંભાવના છે. જ્યારે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે…
રાજકોટ,સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા દોઢ વર્ષમાં પીજીવીસીએલ દ્વારા અધધ ૨.૫૪ અબજ (૨૫૪ કરોડ)થી વધુની વીજચોરી પકડી પાડવામાં આવી છે, જેમાં અંજારમાં સૌથી વધુ વીજચોરી થતી હોવાનું સામે આવ્યું છે. હવે દરેક જગ્યાએ ડ્રોનથી વીજચોરી પકડવાનું ફુલપ્રૂફ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વીજમીટરના જીપીએસ મેપિંગથી વીજળીની ચોરી પકડી પાડવાનું પણ આયોજન છે. પાવર ચોરી અટકાવવા પીજીવીસીએલ દ્વારા પણ નવું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. આ માટે હવે સમગ્ર પ્રદેશના ૫૯ લાખ વીજ ગ્રાહકોના મીટરનું જીપીએસ મેપિંગ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેની ૯૦ ટકા કામગીરી પૂરી થઈ જતાં હવે કોઈપણ ગ્રાહક પાવર ચોરી કરશે તો તેની સીધી માહિતી વડી કચેરીને મળી જાય…
સોમનાથ,ગુજરાતમાં ગેરકાયદે બાંધકામો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા ૨૭મી સપ્ટેમ્બરની રાતથી ૩૬ જેટલા બુલડોઝરોએ આ ગેરકાયદે બનેલા કેટલાક ધાર્મિક સ્થળોના બાંધકામો તોડી પાડ્યા છે. કાટમાળ હટાવવા માટે ડમ્પર અને ટ્રેક્ટર-ટ્રોલીઓ ઉપયોગમાં લેવાઈ છે. આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો થયા છે, જેને દૂર કરવા વહીવટી તંત્રની ટીમ આવી પહોંચી છે. હાલમાં મોડી રાતથી કાર્યવાહી ચાલી રહી છે, જાે કે થોડા સમય માટે કાર્યવાહી પણ બંધ કરવામાં આવી હતી.સોમનાથમાં તંત્રની મોટી બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે. આ પહેલા અહીં મહિનાઓ સુધી સર્વે ચાલી હતી.…
અમદાવાદ,ભારતીય રેલવે વિભાગે તહેવારોને ધ્યાનમાં રાખીને ૬ હજાર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો ર્નિણય કર્યો છે. જેમાં દિવાળી અને છઠ્ઠ પૂજાને લઈને રેલવે વિભાગે અમદાવાદથી ઉપડનારી ટ્રોનોની યાદી બહાર પાડી છે. અમદાવાદથી બિહાર જવા માટે પશ્ચિમ વિભાગ દ્વારા અઠવાડિયામાં બે ટ્રેનો મુકવામાં આવી છે. જેમાં વિશેષ ભાડા સાથે અમદાવાદ-દાનાપુર-અમદાવાદ અને સાબરમતી-સીતામઢી-અમદાવાદ રૂટની સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે.અમદાવાદ-દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન દોડશેઅમદાવાદ-દાનાપુર ૦૯૪૫૭ સ્પેશિયલ ટ્રેન આગામી ૬ ઓક્ટોબરથી ૨૪ નવેમ્બર સુધી ચાલશે, આ ટ્રેન દર રવિવારે સવારે અમદાવાદથી ૮ઃ૨૫ વાગ્યે ઉપડશે અને ૨૫ તારીખે બપોરે ૩ વાગ્યે દાનાપુર બિહાર ખાસે પહોંચાડશે.જ્યારે દાનાપુરથી રીર્ટન અમદાવાદ આવવા માટે દાનાપુર-અમદાવાદ ૦૯૪૫૮ સ્પેશિયલ ટ્રેનમાં આવવાનું રહેશે. જે ૭ ઓક્ટોબરથી ૨૫…
સાબરકાંઠા, સાબરકાંઠાના વડાલીમાં ૪૨થી વધુ વ્યક્તિઓના ખાનગી બેન્કોમાં તેમની જાણ બહાર એકાઉન્ટ બનાવી દેવામાં આવતા સનસનાટી મચી ગઈ છે. ફક્ત બેન્ક ખાતા જ નહી ડીમેટ ખાતા પણ બની ગયા હતા. ૨૦૧૬થી આ બેન્ક એકાઉન્ટ બની ગયા હતા. આ ખાતામાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેકશન પણ જમા થયા હતા.લાખો રૂપિયાના ટ્રાન્ઝેકશન પણ ખાતામાં થયા હતા. આ અંગે વડાલી પોલીસ મથકે ફરિયાદ કરીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમા લાખો રૂપિયાના ટ્રાન્ઝેકશન આ ખાતામાં થયું હોવાની જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પોલીસનું માનવું છે કે આ અંગે ચોક્કસપણે કહી શકાય કે કેવાયસી માટે લઈ ગયેલા…
લોકભાષા-ગાંધીધામ : ભારતના મહાબંદરગાહોના છ મજદૂર મહાસંઘો અને ભારત સરકાર વચ્ચે મુંબઈ ખાતે મળેલી બેઠકમાં પોર્ટ અને ગોદી કામદારોના પગાર અને પેન્શન વધારા માટેની આખરી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અમુક નિર્ણયો અને સેટલમેન્ટ કરવામાં આવ્યું છે. તેમ ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર યુનિયન (એચ.એમ.એસ), કંડલાના પ્રમુખ અને વેજ બોર્ડના સભ્ય એલ સત્યનારાયણ દ્વારા જણાવ્યુ છે તેમ અખબારી યાદીમા ઉપપ્રમુખ જીવરાજ ભાંભીની જણાવ્યુ હતું. આ બેઠકમા મકાન કરાયા ભાથા ૧૫% લેખે નવી બેસિક પગાર ઉપર લેવામાં આવશે, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ૧૧૦૦થી વધારીને ૧૫૦૦ અને એના ઉપર જે મોંઘવારી ભથ્થુ હશે તે ગણવામાં આવશે વોશિંગ એલાઉન્સ ૧૯૪થી વધારીને ૨૪૦ અને ૨૫૦થી વધારીને ૩૦૦…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજ્યના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને સંબંધિત વિભાગોના વડાઓને ધ્રબ, મુન્દ્રા-કચ્છ સ્થિત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની માળખાકીય સમસ્યાઓ અંગે તાત્કાલિક ધ્યાન આપવા વિનંતી કરવામાં આવી છે. ગાંધીધામ ચેમ્બરે પત્ર દ્વારા જણાવ્યું છે કે, આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા, રસ્તાઓની ખરાબ સ્થિતિ, અપૂરતી સ્ટ્રીટ લાઇટિંગ, પાણી ભરાવાની સમસ્યા અને વાહન વ્યવહાર તેમજ સુરક્ષાને લગતા પ્રશ્નો ગંભીર બન્યા છે. આ સમસ્યાઓના કારણે સ્થાનિક ઉદ્યોગોને ગંભીર નુકસાન થઈ રહ્યું છે, ઉત્પાદન સામગ્રી અને મશીનરીને આર્થિક નુકસાન થાય છે, વાહનોની જાળવણી અને ઈંધણનો ખર્ચ વધી રહ્યો છે તેમજ કર્મચારીઓની સલામતી અને કાર્યક્ષમતા પર વિપરીત…
લોકભાષા-ગાંધીધામ : કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા દાહોદમાં માત્ર 6 વર્ષની નાની દીકરી ઉપર તેની જ શાળાના આચાર્યએ બળાત્કારની કોશિષ કરી હતી તેનો વિરોધ વ્યક્ત કરી ગાંધીધામની ગાંધી માર્કેટ ખાતે એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીધામ ગાંધી માર્કેટ ખાતે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા દાહોદમાં બનેલી માત્ર 6 વર્ષની નાની દીકરી ઉપર તેની જ શાળાના આચાર્યએ બળાત્કાર કરવાની કોશિશ દરમિયાન બાળકી રડવા લાગી તથા ચીશો પાડવા લાગી ત્યારે તે નરાધમ તે બાળકીનું ગળું દબાવીને રાક્ષસી આચાર્યએ હત્યા કરી હોવાન આક્ષેપ કર્યો હતો. અને આ નરાધમને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગ કરાઈ હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને…

