Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : સુમરાસર(શેખ) ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જળસંચય કાર્યક્રમ અંતર્ગત બનેલા રિચાર્જ બોરની મુલાકાત લઇને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા જનભાગીદારીથી જિલ્લાભરમાં બનાવાતા જળ રિચાર્જ બોરની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે જળશક્તિ મંત્રીએ રિચાર્જ બોર બનાવનાર પાંચ ખેડૂતોનું સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે જળશક્તિ મંત્રીશ્રીએ કચ્છમાં જળસંચય કાર્યક્રમ અંતર્ગત ભૂગર્ભજળ ઉંચા લાવવા માટે કરાતા સહિયારા પ્રયાસોને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, આગેવાનો દેવજીભાઇ વરચંદ, ધવલભાઇ આચાર્ય, દામજીભાઇ ચાડ, વિરમભાઇ ચાડ, રણછોડભાઇ આહિર, આદમભાઇ શેખ, ભાણાભાઇ મહેશ્વરી,…
લોકભાષા-આણંદપર : નખત્રાણા તાલુકાના મોટાયક્ષથી મંગવાણા સાત કિલોમીટરના રોડપર બને બાજુ ઝાડીઓ વધતા રોડની સાઈડ સાંકળી થવા લાગી છે.અમુક જગ્યાએ ઓછી છે તો અમુક જગ્યાએ વધારે હોવાના કારણે રોડપર પ્રસાર થતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.તેમજ આ રોડપર અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે.તંત્રના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આ રોડપરથી અવારનવાર પ્રસાર થતા હોવા છતા આ લોકોને દેખાતુ નથી.આંખમાં મોતિયો હોય એવું લાગી રહ્યું છે. આ રોડ પહેલા સિંગલ પટી હતો પાંચથી છ વર્ષ પહેલા આ રોડને પહોળો કરવામાં આવ્યો હોવાથી રોડપરની સાઈડો બેસી જવાના કારણે રોડ ઉંચો થઈ ગયો છે.તેમજ આ રોડપર વળીયા(ગાંચ) હોવાના કારણે પાછળ બેઠેલી મહિલાઓ અકસ્માતે…
લોકભાષા-ભુજ : જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબના વરદ હસ્તે સંગઠન મહા મંત્રી રત્નાકરજી, જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ કચ્છ અને મોરબીના ધારાસભ્યો, જીલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહજી, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ વરસાણી, નગર પાલીકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકી સહિત મહાનુભાવો ની ઉપસ્થિતિ માં કચ્છ મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડાજી ના નુતન “સાંસદ સંપર્ક સદન” નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. “સાંસદ સંપર્ક સદન” નું સી.આર. પાટીલજી ના વરદ હસ્તે રીબીન કાપી સાંસદ કાર્યાલય નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહી સાંસદને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યાર બાદ પાટીલજી, રત્નાકરજી અને ધારાસભ્યોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ.…
લોકભાષા-ભુજ : માંડવીની કોર્ટે જમીનના વિવાદના દાવામાં આપેલા હુકમ સામે ભુજની કોર્ટમાં કરાયેલી અપીલ અદાલતે મંજુર કરીને હુકમ રદ કરતો ચુકાદો આપ્યો હતો. માંડવીના શા. પ્રભુલાલ કાનજીના વારસોએ તેમના વડીલની મિલ્કત વીટાતર મુક્ત માટે માંડવી કોર્ટમાં માંડવીના ઝાલા ગંગાબા પ્રતાપસિંહ વિરૂધ્ધ દિવાની દાદો દાખલ કર્યો હતો. જેમાં માંડવી કોર્ટે પ્રભુલાલ કાનજીના વારસોને મિલ્કત સોંપી આપવા હુકમ કર્યો હતો. જેની સામે ગંગાબા પ્રતાપસિંહના પાવરદાર જયમલસિંહ પ્રતાપસિંહ ઝાલાએ ભુજની કોર્ટમાં અપીલ કરતાં ભુજના આઠમાં અધિક ડીસ્ટ્રીકટ જજ દ્વારા અપીલ મંજુર કરીને માંડવી કોર્ટો હુકમ રદ કર્યો હતો. આ કેસમાં એપેલન્ટ તરફે એડવોકેટ બુકલ આર.મહેતા તથા રાજેશ વારોતરા હાજર રહ્યા હતા.
લોકભાષા-ભુજ : સામાન્ય રીતે 1લી નવેમ્બરથી કચ્છના સફેદ રણમાં રણોત્સવ યોજાતો હોય છે. પરંતુ રણોત્સવમાં ટેન્ટ સિટી ઊભી કરવાના ટેન્ડરમાં વિવાદ સર્જાતાં મામલો રાજ્યની વડી અદાલત સુધી પહોંચ્યો હતો અને ટેન્ડરની ફાળવણી રદ કરવામાં આવતાં અગાઉથી હોટેલ અને ટુર્સ બૂકિંગ કરાવનારા કચ્છ બહારના પ્રવાસીઓ હવે એડવાન્સ બુકિંગ રદ્દ કરાવતા થયા હોવાનું ટુર ઓપરેટર અને હોટલ સંચાલકોએ જણાવ્યું છે. બે ખાનગી કંપની વચ્ચેની લડાઇના કારણે કચ્છના પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા ટૂર્સ-એન્ડ ટ્રાવેલ્સ, હોટેલ, હસ્તકલા સહિતના વ્યવસાય ઉપર અસર થશે ત્યારે હોસ્પિટલિટી સાથે સંકળાયેલા ધંધાદારીઓએ જણાવ્યું હતું કે અફવાથી બચીને રહેવું અને રણઉત્સવતો યોજાશે જ માત્ર ટેન્ટસિટી અંગે વિવાદ ચાલી રહ્યો છે.…
લોકભાષા-ભુજ મુન્દ્રામાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મુન્દ્રા-બારોઈ નગરપાલિકા દ્વારા દબાણ હટાવાની કામગીરી હાથ ધરાઈ હતી ન્યૂ મુન્દ્રાથી ડાક બંગલા સુધી દબાણો હટાવાયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિવિધ અધિકારી પદાઅધિકારી કર્મચારી ઝુંબેશ માં જોડાયા હતા. દબાણ હટાવની કામગીરી હજુ વેગમાન બનાવાશે તેવું તંત્ર દ્વારા જણાવાયું હતું. મુન્દ્રા શહેરમાં લાંબા સમયથી દબાણો થઈ રહ્યા છે જેની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે. મુન્દ્રા શહેરમાં જ્યાં જુવો ત્યાં દબાણ જોવા મળે છે જેનું નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી બની રહે છે મુન્દ્રા શહેરમાં દબાણનો રાફડો ફાટ્યો છે. ત્યારે તંત્ર કડક બન્યું છે કોઈપણ જાતની શેહ શરમ રાખવામાં આવશે નહીં ખુદ…
લોકભાષા-ગાંધીધામ : અંજાર તાલુકાના ટપ્પર સીમમાં થયેલી વિજલાઈનના વિજ વાયરોની લુંટના સાત આરોપીઓને પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અંજાર-દુધઈ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બે-ત્રણ દિવસ અગાઉ રાત્રીના સમયે ટપ્પ૨ સીમમાંથી પસાર થતી વીજલાઈનમાંથી વીજ વાયરોની લુંટ થઈ હતી જે લુંટ વ૨નોરા ગેંગના માણસોએ કરેલ છે અને આ ઇસમો વીજ વાયર મુદ્દામાલ બોલેરો પીકઅપ ડાલામાં ભ૨ી બોલેરો તથા સ્વીફ્ટ કાર લઇ ટપ્પર બાજુથી લાખાપર થઈ ચાંદ્રાણી વાળા રસ્તેથી ભુજ બાજુ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. પૂર્વ કચ્છ એલ.સી.બીએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી તે દરમ્યાન આરોપીઓ સમીર ઈબ્રાહીમ ઇસ્માઈલ કુંભાર ઉ.વ.…
લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના નારણપર રાવરી ગામે બુધવારે રાત્રે કૌટુબીક ભાઇને કેમ ખોટી ચડામણી કરો છો તેવો ઠપકો આપવા બદલ ટોળાએ બે સગા ભાઈઓ પર છરી ધોકાથી હુમલો કરીને કરપીણ હત્યા નીપજાવી દેતાં પોલીસે સગીર સહિત સાત ઇસમોની ધરપકડ બાદ જેલ હવાલે કર્યા છે. આ અંગે માનકુવા પોલીસ મથકના ઇન્સ્પેકટર ડી.એન.વસાવા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું. કે, હત્યાનો બનાવ રાત્રે પોણા એક વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. ગુરૂવારે રાત્રીના આઠ વાગ્યાના અરસામાં બસ સ્ટેશન પર મરણજનાર ગુલામ ભચુ જત (ઉ.વ.30) અને તેમનો ભાઇ કાદર ભચુ જત (ઉ.વ.28) બેઠા હતા. ત્યારે આરોપી સીરાજ અકબર ખલીફાને કહ્યું હતું કે, મારા કાકાઇ…
લોકભાષા-ભુજ : ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે ડૉક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ઈન્ટર મિનિસ્ટ્રિયલ સેન્ટ્રલ ટીમના ઉચ્ચ અધિકારીઓએ માંડવી અને અબડાસાના ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. કચ્છ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ ટીમ સાથે રહીને જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ રાહત બચાવ કામગીરી અને હાલમાં ચાલી રહેલી પાક સર્વે કામગીરી તેમજ વિવિધ નુકશાની અંગેની જાણકારી આપી હતી. દિલ્હી આવેલી શીર્ષ અધિકારીઓની ટીમ કચ્છના માંડવી તાલુકામાં આસંબિયા, કોડાય ગામ સહિતના વિસ્તારોમાં પહોંચી હતી. જ્યારે અસરગ્રસ્ત તાલુકા એવા અબડાસા ખાતે વિંઝાણ, કોઠારા સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. પાક નુકસાની અંગે વિસ્તૃત જાણકારી મેળવવા ટીમે વિભાગીય કૃષિ સંશોધન કેન્દ્ર…
લોકભાષા-ભુજ : મુન્દ્રા તાલુકાના ધૃબ સિમમાં આવેલ કંપનીમાં કલમાર વાહનના ટાયર નીચે આવી જતા યુવાનનું મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. જાણવા મળતી વિગતો મુજબ અમલ લોજીસ્ટિક સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના યાર્ડમાં કલમાર નમ્બર જી.જે 12 કે 7881ના ચાલકે પોતાના કબ્જાનું વાહન બેદરકારી રીતે ચલાવી બિહારના 27 વર્ષીય અનિલકુમાર જતન શાવને હડફેટમાં લઈને કલમારનું ટાયર તેના શરીર પર ફરી વળતા મોત નીપજ્યું હતું.આ બનાવમાં કોટુંબીક ભાઈ જીતુકુમાર સીતારામ સાવે ચાલક સામે ફરિયાદ મુન્દ્રા પોલીસ મથકે નોંધાવી છે.આ બનાવે પરિવારજનોમાં અરેરાટી ફેલાવી દીધી છે.

